બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / bjp leader alpesh thakor accused the government

રાજકારણ / ભાજપના નેતા જ સરકારની કામગીરી થયાં નારાજ, કહ્યું- ઓક્સિજનની અછતથી દર્દીઓના થઇ રહ્યા છે મોત

Kavan

Last Updated: 10:47 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોરોનાને લીધે રાજ્યમાં કથળતી સ્થિતિને લઈને સરકાર સામે નારાજગી દર્શાવી છે.

  • ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના સવાલ
  • ભાજપ સરકાર સામે જ ઉઠાવ્યાં સવાલ
  • કહ્યું સરકાર ઓક્સિજની સપ્લાયમાં કરે છે ભેદભાવ

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે સરકાર પર ઓક્સિજન સપ્લાય મામલે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજન નથી, રેમડેસિવીર છે નહીં, દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજનન અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પરિસ્થિતિ ખરેખર દયનીય છે. 

ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું અલ્પેશ ઠાકોરનું નિવેદન

આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં અંતરીયાળ વિસ્તારના લોકોના જીવ બચાવવા જોઇએ. તો ડોક્ટર્સને પણ બદલાતા નિયમોને કારણે મુંઝવણ થતી હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી હતી. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 180 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 572 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી 

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 511 નવા કેસ નોંધાયા હતા. 

અત્યાર સુધીમાં 1,19,22,841 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,19,22,841  લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. 

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5258 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1836 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 356 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 221 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 607 કેસ અને ગ્રામ્યમાં 29  કેસ નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ