બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP has made Shobhanaba Baraiah its candidate for Sabarkantha seat

સાબરકાંઠા / ગુજરાતની એ બેઠક જેના પર 'લંકેશ' લડ્યા હતા, જ્ઞાતિ સમીકરણના કારણે વન-વે આ એક પાર્ટીનો ગઢ

Dinesh

Last Updated: 07:04 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha elections 2024: સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભનાબા બારૈયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેઓ પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામે છેલ્લા 30 વર્ષની શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા હતા

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરની જાહેર કર્યા બાદ રાજકારણ ગરમાતા ભાજપ ઉમેદવાર બદલીને શોભનાબા બારૈયાની પસંદગી કરી છે. શોભનાબેન બારૈયા પ્રાંતિજના બાલીસણા ગામના શિક્ષિકા છે તેમજ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની છે. જોકે મહિલા હોવાની સાથોસાથ ક્ષત્રિય ઉમેદવાર સહિત નવો ચહેરો મૂકી ભાજપે તમામને સાચવી લેવાનો પ્રયાસ કર્યો છે. તો કોંગ્રેસ દ્વારા ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી ઉપર ભરોસો મુક્યો છે. જોકે બંને પક્ષના ઉમેદવાર દ્વારા જોર સોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે.

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર
ભાજપ    શોભનાબા બારૈયા
કોંગ્રેસ    ડો. તુષાર ચૌધરી 

શોભનાબા બારૈયા કોણ છે ?
શોભનાબા બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામે છેલ્લા 30 વર્ષની શિક્ષિકા તરીકેની ફરજ બજાવે  છે. તેમજ મહિલા સહિત નવો ચહેરો હોવાના પગલે ક્ષત્રિય ઉમેદવારનો સિક્કો પણ એટલો જ મહત્વનો બની રહેશે 

કોણ છે ડો. તુષાર ચૌધરી ?
સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીને  ઉમેદવાર બનાવ્યા છે. તુષાર ચૌધરી આદિવાસી વિસ્તારના સારી પક્કડ ધરાવે જાણીતા છે

સાબરકાંઠાના લોકોનો શું છે મત ? ચૂંટણી પહેલા જનતાએ બતાવ્યો મિજાજ, જુઓ જનમત  એક્સપ્રેસ | Wopinion of the people of Sabarkantha People show mood before  elections, see Janmat Express

2019નું પરિણામ?
ભાજપ  - દીપસિંહ રાઠોડ
પરિણામ    જીત

કોંગ્રેસ - રાજુ ઠાકોર
પરિણામ    હાર

વાંચવા જેવું: ખેડામાં કોણ આવશે? દેવુસિંહ ચૌહાણ કે કાળુસિંહ ડાભી, જ્ઞાતિ સમીકરણ ખોરવ્યું પાર્ટીનું ગણિત

સાબરકાંઠા બેઠકનો ઈતિહાસ
સાબરકાંઠા લોકસભા બેઠક છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. આ બેઠક 2 જિલ્લાઓમાં વહેંચાયેલી છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સાત વિધાનસભાઓ આ લોકસભામાં આવે છે. હાલમાં સાબરકાંઠાની ત્રણ વિધાનસભા તેમજ અરવલ્લીની બે વિધાનસભામાં ભાજપનું પ્રભૃત્વ ધરાવે છે. જોકે સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક ઉપર કોંગ્રેસ વિજય થયો છે. તો બીજી તરફ અરવલ્લીની બાયડ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારની જીત થયેલી છે.


    જોકે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર 50%થી વધારે મત ઠાકોર સમાજના હોવાના પગલે છેલ્લે ત્રણ ટર્મથી આ બેઠક ઉપર ભાજપે ઠાકોર જ પોતાનો ઉમેદવાર બનાવે છે. તેમજ છેલ્લા ત્રણ ટર્મથી સાબરકાંઠા લોકસભા બેઠક લાખોની લીડથી ભાજપ પોતાના નામે કરે છે. હાલમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક ઉપર કુલ 19 લાખથી વધારે મતદારો નોંધાયેલા છે. 

સાબરકાંઠા બેઠકનું રાજકીય મહત્વ 
દેશ આઝાદ થતાં જ 1951માં આ બેઠક પર પહેલી ચૂંટણી યોજાઈ હતી. પહેલી ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાનો ભવ્ય વિજય થયો હતો. 1957,1962માં પણ ગુલઝારીલાલ નંદા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. 1967,1971માં સ્વતંત્રતા પાર્ટીના સી.સી.દેસાઈની જીત્યા હતા. 1973માં કોગ્રેસમાંથી સરદાર પટેલના પુત્રી મણિબહેન ચૂંટણી જીત્યાં હતા જ્યારે 1977માં જનતા પાર્ટીના એચ.એમ.પટેલ જીતીને કેન્દ્રીય મંત્રી બન્યા હતા. 1980માં ફરી કોંગ્રેસના ઉમેદવાર શાંતનુભાઈ પટેલે ચૂંટણી જીત્યા હતા. 1984માં ફરી જનતા પાર્ટીના એચ.એમ.પટેલ આ બેઠક જીત્યા હતા. 1991માં પહેલીવાર ભાજપના ઉમેદવારની અરવિંદ ત્રિવેદી જીત થઈ તો 1996, 1998, 1999માં કોંગ્રેસના નિશા ચૌધરીનો દબદબો રહ્યો હતો. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નીશા ચૌધરી હતા. 2001માં નિશા ચૌધરીના નિધન પછી સાબરકાંઠામાં પેટાચૂંટણી યોજાઈ. જે પેટા ચૂંટણીમાં વિજેતા કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી બન્યા હતા. 2009માં ભાજપના ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણે મધુસુદન મિસ્ત્રીને હરાવ્યા હતા. તો 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે શંકરસિંહ વાધેલાને મેદાનમાં ઉતર્યા હતા. ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડ સામે 84,455 મતથી શંકરસિંહ હાર્યા હતા. 2019માં દીપસિંહ સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર હાર્યા હતા

સાબરકાંઠા લોકસભા બેઠકની વિશેષતા
ગુજરાતમાં ઈડરિયો ગઢ જીત્યા એ વિજય અને સફળતાની પંક્તિ જાણીતી છે. બેઠકના મતક્ષેત્રમાં ઈડરિયો ગઢ, શામળાજી મંદિર, ખેડબ્રહ્માનું મા અંબાનું મંદિર આવે છે. બેઠક પર આદિવાસી, OBC અને દલિત મતદારો નિર્ણાયક છે. બેઠકના કુલ મતદારોના 85 ટકા મતદારો ગ્રામીણ વિસ્તારના છે. બેઠકના મતદારો પૈકી 65 ટકા સાક્ષર છે

લોકસભા બેઠકનું રાજકીય મહત્વ 
બેઠક પરથી વિજેતા દેશમાં કાર્યકારી પ્રધાનમંત્રી, નાણામંત્રી બન્યા છે. રાજ્યની ઉત્તર-પૂર્વ વિસ્તારની મહત્વની લોકસભા બેઠક છે. સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લાથી રચાયેલી બેઠક છે. રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી, આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવે છે. વિવિધ ધર્મસ્થાનો અને સહકારી ક્ષેત્રે નામના ધરાવતી સાબર ડેરી આવેલ છે

2024માં કયા મુદ્દા મહત્વના રહેશે
પ્રધાનમંત્રી મોદીનો ચહેરો અને મોદી ગેરંટીનો નારો
OBC અનામત અને મોદી સરકારનો કલ્યાણલક્ષી અભિગમ
વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની અપેક્ષાગત ઓછી સક્રિયતા
આદિવાસી વિકાસના પ્રશ્નો, ખેડૂતો માટે MSPનો મુદ્દો 
સહકારી રાજકારણ સાથે હિંદુત્વ અને રામ મંદિરનો મુદ્દો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ