બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / bjp attacked as soon as rahul reached the golden temple, remembered 1984 sikh riots

નરસંહારનું પ્રાયશ્ચિત? / કેસરિયા પાઘડી પહેરી રાહુલ ગાંધી સ્વર્ણ મંદિરમાં, ભાજપ નેતાએ 84ના હુલ્લડો યાદ કરી જૂની સ્પીચનો વીડિયો કર્યો શેર

Vaidehi

Last Updated: 07:49 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી મંગળવારે અમૃતસર પહોંચ્યા અને શ્રીહરમંદિર સાહિબ (સુવર્ણ મંદિર)માં પહોંચીને દર્શન કર્યાં. આ દરમિયાન રાહુલ ગાંધી કેસરિયા પાઘમાં દેખાયા હતાં. તેને લઈને ભાજપ નેતા અમિત માલવીયાએ તેમના પર નિશાન સાધ્યું હતું.

  • રાહુલ ગાંધીનાં અમૃતસરનાં ફોટા વાયરલ 
  • કેસરી પાઘમાં જોવા મળ્યાં સાંસદ
  • ભાજપનાં અમિત માલવીયએ કર્યો તેમના પર પ્રહાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે મંગળવારે અમૃતસર પહોંચ્યા તે દરમિયાન તેમણે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ મોકા પર રાહુલ ગાંધી કેસરી રંગની પાઘડીમાં નજરે પડ્યાં હતાં જેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. રાહુલ ગાંધીનાં સુવર્ણ મંદિરની યાત્રાની થોડી જ ક્ષણો બાજ ભાજપ નેતા અમિત માલવીયાએ ટ્વિટ કરી કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યાં હતાં. તેમણે 1984 શીખ દંગાને લઈને રાજીવ ગાંધી અને કોંગ્રેસને જવાબદાર કહ્યું.

રાહુલે કરી સુવર્ણ મંદિરની યાત્રા
રાહુલ ગાંધીએ મંગળવારે અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબમાં પહોંચીને માંથુ નમાવ્યું હતું. તે દરમિયાન રાહુલે કીર્તન જત્થાની પાછળ બેસીને થોડીવાર ગુરૂવાણી પણ સાંભળી હતી. બ્લૂ સ્ટાર ઑપરેશન બાદ એવું પહેલીવાર થયું કે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ સુવર્ણ મંદિરની અંદર કીર્તન સાંભળવા બેઠો હોય. આશરે 20 મિનીટ સુધી રાહુલ ગાંધી કીર્તન જત્થાની પાછળ બેઠાં હતાં. 

અમિત માલવીયએ આજે કર્યું ટ્વિટ
રાહુલ ગાંધીનાં સુવર્ણ મંદિરની યાત્રાનાં ફોટોઝ ટ્વિટર પર જેવા પોસ્ટ થયાં તેવું જ ભાજપ IT સેલનાં પ્રમુખ અમિત માલવિયએ પૂર્વ પીએમ રાજીવ ગાંધઈનો એક વીડિયો શેર કરતાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તે વીડિયોમાં રાજીવ ગાંધીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલ દંગાઓનો ઉલ્લેખ કર્યો હતો. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે 'જ્યારે કોઈ મોટો ઝાડ પડી જાય છે ત્યારે ધરતી થોડી હલે છે.' આ સાથે જ તેમણે લખ્યું કે શું તમે ક્યારેય શીખોનાં નરસંહારને સાચું ઠહેરાવનાર પોતાના પિતા રાજીવ ગાંધીની ટિપ્પણીનો પ્રાયશ્ચિત કર્યો હતો? કોંગ્રેસ રસ્તાઓ પર ઊતરી હતી, 'લોહીનો બદલો લોહીથી લેશું'નાં નારા લગાવ્યાં હતાં, મહિલાઓનો રેપ કર્યો હતો, પુરુષોનાં ગળામાં સળગતાં ટાયર નાખ્યાં હતાં...

ભાજપે પહેલા પણ આ મુદે કર્યો છે કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલા પણ જ્યારે પંજાબમાં લિંચિંગને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યાં હતાં ત્યારે ભાજપ નેતા અમિત માલવીયએ આ પ્રકારનું જ ટ્વિટ કરી પલટવાર કર્યો હતો. માલવીયએ કહ્યું હતું કે રાજીવ ગાંધી તો મૉબ લિંચિંગનાં જનક હતાં જેમણે શીખોનાં લોહીથી લથપથ જનસંહારને સાચું કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ