બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Big news for Paytm users RBI gives relief to Paytm, know details

BIG BREAKING: / Paytmના યુઝર્સ માટે મોટા સમાચાર, RBIએ પેટીએમને આપી રાહત, જાણો વિગત

Vishal Dave

Last Updated: 07:08 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે, હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધની સીમા 29 ફેબ્રુઆરીએ લાગુ નહીં થાય, પરંતુ તેને 15 દિવસ આગળ વધારી દેવામાં આવી છે.

  • રિઝર્વ બેંકે Paytmને મોટી રાહત આપી
  • પ્રતિબંધની સીમા 15 દિવસ આગળ વધારાઇ 
  • Paytm Payments Bank  પર પ્રતિબંધ 15 માર્ચે લાગુ થશે

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે, હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધની સીમા 29 ફેબ્રુઆરીએ લાગુ નહીં થાય, પરંતુ તેને 15 દિવસ આગળ વધારી દેવામાં આવી છે. હવે Paytm Payments Bank  પર પ્રતિબંધ 15 માર્ચે લાગુ થશે. એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેણ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે.આ સાથેજ RBIએ પેટીએમને લઇને FAQ પણ બહાર પાડી છે. 

મહત્વપૂર્ણ છે કે  31 જાન્યુઆરી 2024ના રોજ ભારતીય રિઝર્વ બેંકે મોટુ પગલું બતા પેટીએમની  બેંકીંગ સર્વિસ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો, જે 29 ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો, પરંતુ હવે તેની સમય સીમા વધારી દેવાઇ છે 

રિઝર્વ બેંકે કેમ પ્રતિબંધની સીમા લંબાવી ?

આરબીઆઇએ લોકોના હિતને ધ્યાનમાં રાખીને પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને થોડો વધુ સમય આપ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે આ દરમ્યાન કોઇ અન્ય જમા કે ક્રેડિટ લેણદેણ કે પછી ટોપઅપની અનુમતિ નહીં મળે, 15 માર્ચ 2024 બાદ ગ્રાહક ખાતા, પ્રીપેડ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરે સેવાઓ બંધ થઇ જશે 

15 માર્ચ બાદ પણ યથાવત રહેશે આ સેવાઓ 

જો કોઇ પેટીએમ બેંક એકાઉન્ટમાં રિફંડની રાહ જોઇ રહ્યુ હોય  તો 15 માર્ચ 2024 બાદ પણ ખાતામાં રિફંડ, કેશબેક અને પાર્ટનર બેંકોથી સ્વીપ ઇન કે વ્યાજની અનુમતિ આપવામાં આવી છે. સાથે જ આપ 15 માર્ચ બાદ પણ આ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો, વોલેટમાં જમા રકમનો પણ ઉપયોગ કરી શકાય છે 

ટીએમ પેમેન્ટ બેંક શું છે?

Paytm પેમેન્ટ બેંક માત્ર પૈસા જમા કરાવી શકે છે, તેમની પાસે લોન આપવાની સત્તા નથી. તેઓ ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે તેમને ધિરાણકર્તા નિયમનકાર સાથે વ્યવહાર કરવો પડશે. તેનો અર્થ એ છે કે તે એક બેંક ખાતું છે જેમાં પૈસા રાખી શકાય છે, સામાન્ય રીતે વેપારીઓ દ્વારા પ્રાપ્ત ચુકવણી તેમના Paytm પેમેન્ટ એકાઉન્ટમાં જાય છે અને પછી પૈસા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બદલામાં, Paytm તેના ગ્રાહકોને ક્રેડિટ પોઈન્ટ આપે છે. Paytm ની મૂળ કંપનીનું નામ One97 Communications છે અને આ કંપની પાસે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાઇસન્સ છે જેનો ઉપયોગ વર્ષ 2017માં Paytm પેમેન્ટ બેંક શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો.

તો Paytm FASTagનું શું થશે?

તમે તમારા હાલના Paytm FASTag બેલેન્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો પરંતુ તે 15 માર્ચ 2024 પછી નિષ્ક્રિય થઈ જશે. Paytm Fastag યુઝર્સે નવો ટેગ ખરીદવો જોઈશે.
તમારા વૉલેટ અને UPIનું શું થશે? શું દુકાનદારો Paytm દ્વારા પેમેન્ટ મેળવી શકશે?

જો તેઓ Paytm પેમેન્ટ બેંકમાં ચુકવણી મેળવે છે, તો તેઓ 15 માર્ચ 2024 પછી પૈસા પ્રાપ્ત કરી શકશે નહીં. આ એટલા માટે છે કારણ કે તેમના ખાતામાં ક્રેડિટની મંજૂરી નથી, પરંતુ ઘણા વેપારીઓ અથવા કંપનીઓ પાસે અન્ય કંપનીઓના QR સ્ટિકર હોય છે જેના દ્વારા તેઓ ડિજિટલ ચૂકવણી સ્વીકારી શકે છે.

વધુ વાંચો: NHAIના નિર્ણયથી PAYTM ફાસ્ટેગના 2 કરોડ યુઝર્સને થશે સીધી અસર, જાહેર કરાઇ એડ્વાઇઝરી

15 માર્ચ 2024 સુધી પેટીએમની તમામ સેવાઓ સામાન્ય રીતે કામ કરશે. આ પછી, Paytm વૉલેટ અને UPI સેવાનો ઉપયોગ કરતા લોકો માટે કેટલાક ફેરફારો થશે. સૌથી અગત્યની વાત એ છે કે જો તમારા વોલેટમાં પહેલાથી જ પૈસા હોય તો તમે તેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો પરંતુ વોલેટમાં કોઈ રકમ જમા કરાવી શકાતી નથી. જો કે, જો તમે તમારું Paytm એકાઉન્ટ થર્ડ પાર્ટી બેંક સાથે લિંક કર્યું છે, તો તમારું Paytm કામ કરવાનું ચાલુ રાખશે અને તમે UPI પેમેન્ટનો ઉપયોગ કરવાનું પણ ચાલુ રાખશો.

 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ