બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 2 crore PAYTM FASTag users will be directly affected by NHAI decision, advisory announced
ADVERTISEMENT
બે કરોડથી વધુ Paytm ફાસ્ટેગ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAIના રોડ ટોલિંગ ઓથોરિટી દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ઓથોરિટીએ હાઈવે પર મુસાફરી કરતા ડ્રાઈવરોને અધિકૃત બેંકમાંથી FASTag ખરીદવાની સલાહ આપી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરવા માટે અધિકૃત બેંક નથી.
Travel hassle-free with FASTag! Buy your FASTag today from authorised banks. @NHAI_Official @MORTHIndia pic.twitter.com/Nh798YJ5Wz
— FASTagOfficial (@fastagofficial) February 14, 2024
ADVERTISEMENT
રોડ ટોલિંગ ઓથોરિટીએ 32 અધિકૃત બેંકોની યાદી બહાર પાડી છે, તેમાં Paytm પેમેન્ટ્સ બેંકનું નામ નથી. સોશિયલ મીડિયા હેન્ડલ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં Paytm નથી. જેમાં HDFC બેંક, ICICI બેંક, SBI, Axis બેંક સહિત 32 બેંકોના નામ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
2 કરોડ યુઝર્સને અસર થશે
પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરતી અધિકૃત બેંકોની યાદીમાંથી બહાર હોવાને કારણે, તેના અંદાજે 2 કરોડ યુઝર્સને અસર થશે. સાથે જ એ વાત પણ નક્કી થીઆ ગઈ કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમના ફાસ્ટેગને રિચાર્જ કરી શકાશે નહીં.
વધુ વાંચો: FASTAG યુઝર્સ એલર્ટ! જો-જો તમે આવી ભૂલ કરતા, નહીં તો બેંક એકાઉન્ટ સાફ થઇ જશે
ADVERTISEMENT
RBIના નિર્દેશો અનુસાર, 29 ફેબ્રુઆરી પછી, ફક્ત Paytm ફાસ્ટેગ રિચાર્જ કરવું શક્ય નહીં હોય. જો તમારી પાસે પણ Paytmની ફાસ્ટેગ છે અને તેને બંધ કરાવવા માંગો છો તો વિડિયોમાં આપેલ આ પ્રોસેસને ફોલો કરો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.