બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 01:45 PM, 15 February 2024
ADVERTISEMENT
FASTag એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે ટોલ પ્લાઝા પર આપમેળે ટોલ ટેક્સ ચૂકવે છે. શું તમે જાણો છો કે FASTag ને લઈને ઘણી વખત કેટલાક યુઝર્સની સાથે છેતરપિંડી થઇ છે. વાસ્તવમાં, ઘણી વખત વપરાશકર્તાઓને ફાસ્ટેગને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને જ્યારે તેઓએ તેને ઠીક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બને છે
ADVERTISEMENT
FASTag એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે અને તેની ગેરહાજરીમાં તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. જોકે, ફાસ્ટેગને કારણે ઘણા યુઝર્સ છેતરપિંડીનો શિકાર બન્યા છે. આજે અમે તમને એવા જ કેટલાક FASTag સ્કેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
મુંબઈનો એક વ્યક્તિ શિકાર બન્યો છે
FASTag વપરાશકર્તાઓને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યાનો સામનો મુંબઈના એક વ્યક્તિને થયો હતો. ગયા વર્ષે જુલાઈમાં 47 વર્ષના એક વ્યક્તિને FASTag રિચાર્જ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ફાસ્ટેગની આ સમસ્યાને ઉકેલવા માટે તેણે કસ્ટમર કેરમાં કોલ કર્યો હતો... અને બસ અહીંથી સાયબર ફ્રોડની શરૂઆત થઈ હતી. વ્યક્તિએ ઇન્ટરનેટ પર મળેલા નંબર પર ફોન કર્યો. તેને ખબર ન હતી કે ઓનલાઈન સર્ચમાં મળેલો નંબર સાયબર ગુનેગારોનો છે. આ પછી તેની સાથે 2.4 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ હતી.
કર્ણાટકનો માણસ ભોગ બન્યો
મુંબઈની જેમ કર્ણાટકના વ્યક્તિને પણ ગયા વર્ષની શરૂઆતમાં FASTag રિચાર્જમાં સમસ્યાનો ઉકેલ લાવવા જતા છેતરપીંડીનો ભોગ બનવું પડ્યુ હતું. ફાસ્ટેગમાં સમસ્યા થતા તેણે ઇન્ટરનેટ પર નંબર સર્ચ કર્યો અને કસ્ટમર કેરમાં ફોન કર્યો. ઈન્ટરનેટ પરથી મળેલો નંબર વાસ્તવમાં સાયબર ગુનેગારોનો હતો. જે બાદ સાયબર ગુનેગારોએ ખૂબ જ ચતુરાઈથી તેમના બેંક ખાતામાંથી 1 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી હતી.
આ પણ વાંચોઃ ઇન્ટરનેટની સ્પીડ સ્લૉ છે? તો આ 5 જગ્યાએ મૂકી દો તમારું WiFi રાઉટર, ફટાફટ તમામ સાઇટો થઇ જશે ઓપન
FASTag યુઝર્સે આ ભૂલ ન કરવી જોઈએ
વાસ્તવમાં, જો તમે FASTag સંબંધિત કોઈ સમસ્યાના કિસ્સામાં કસ્ટમર કેરમાં કૉલ કરો છો, તો તે તમને લૉગિન પ્રક્રિયા કહે છે. આમાં તે OTP વગેરે માંગતા નથી. જો કોઈ OTP વગેરેની માંગ કરે તો તેને ભૂલથી પણ શેર ન કરો. આમ કરવાથી તમે સાયબર છેતરપિંડીનો શિકાર બની શકો તેવી સંભાવના વધારે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.