બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharatsingh announced a political break before the High Command's action

BIG NEWS / ભરતસિંહનો રાજકીય બ્રેકનો 'અંગત નિર્ણય' મજબૂરીમાં લેવો પડ્યો, હાઈકમાન્ડના એક્શનના ડર પહેલા જ પોતે એક્શનમાં

Dhruv

Last Updated: 03:06 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજનીતિમાંથી ટૂંકા બ્રેકની જાહેરાતનો નિર્ણય ભરતસિંહે દિલ્હી હાઇકમાન્ડના એક્શનના ડરના કારણે લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • દિલ્હી હાઇકમાંડના એક્શનના ડરે ભરતસિંહે લીધો મોટો નિર્ણય: સૂત્ર
  • ભરતસિંહ સોલંકીએ કરી છે રાજનીતિમાંથી ટૂંકા બ્રેકની જાહેરાત
  • ભરતસિંહના વાયરલ વીડિયોની હાઇકમાન્ડે લીધી છે ગંભીર નોંધ

ભરતસિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજનીતિમાંથી ટૂંકા બ્રેકની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'હું સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લઉં છું, આ મારો અંગત નિર્ણય છે.' પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભરતસિંહે દિલ્હી હાઇકમાન્ડના એક્શનના ડરના કારણે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.'

હાઇકમાન્ડ કંઇ એક્શન લે એ પહેલાં જ ભરતસિંહે જાહેરાત કરી દીધી

ભરતસિંહ સોલંકીએ હાઇકમાન્ડ કંઇ એક્શન લે એ પહેલાં જ પોતે સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લેવાની સ્વૈચ્છિક જાહેરાત કરી હતી. કારણ કે ભરતસિંહનો પોતાની પત્ની રેશ્મા પટેલ સાથેનો ઝપાઝપીનો વીડિયો વાયરલ થતા તેની ખુદ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. ભરતસિંહનો વીડિયો સામે આવતા જ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું હતું.

વાયરલ વીડિયોને લઇને દિલ્હી હાઇકમાન્ડે એક નેતાને ગુજરાત પણ મોકલ્યા હતાં

આ વાયરલ વીડિયોને લઇને દિલ્હી હાઇકમાન્ડે એક નેતાને ગુજરાત પણ મોકલ્યા હતાં. દિલ્હીથી આવેલા તે નેતાએ અમદાવાદ હોટલમાં આ મામલે બેઠક પણ યોજી હતી. કોંગ્રેસના કેટલાંક MLA-નેતાઓ પાસેથી હાઇકમાન્ડે આ અંગેનો અભિપ્રાય પણ મેળવ્યો હતો. આશ્રમ રોડ પરની એક મોટી હોટલમાં આ મામલે બેઠકો થઇ હતી. જેમાં સૂત્ર દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે,  નેતાઓએ ભરતસિંહને સાઇડલાઇન કરવાનો અભિપ્રાય આપ્યો હતો.

મારો બ્રેક ગમે તેટલાં સમયનો હોઇ શકે

મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એ દરમ્યાન ભરતસિંહે પોતાના રાજકીય જીવનને લઇને સૌથી મોટી જાહેરાત કરી હતી. જેમાં ભરતસિંહએ જણાવ્યું કે, 'I am Taking a break from this direct active politics. ચૂંટણી તો 2022ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમનો બ્રેક લીધો છે કે જે 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો કે 6 મહિનાનો પણ હોઇ શકે. But I am having a break.'

આ મારો પોતાનો અંગત નિર્ણય છે નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડનો: ભરતસિંહ

વધુમાં જણાવ્યું કે, 'આ મારો પોતાનો અંગત નિર્ણય છે નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડનો. મારે કોઇ હાઇકમાન્ડના નેતા સાથે વાતચીત થઇ નથી. પણ આ જે બધા વાદળો ઊભા થયા છે અને થઇ રહ્યાં છે તે વાદળને ઠરવા દેવા.' તેમણે એમ પણ કહ્યું હતું કે સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું પરંતુ સમાજના લોકો સાથે પ્રવાસ કરીશ અને કોંગ્રેસને જ્યાં જરૂર હશે ત્યાં પણ ઊભો રહીશ. ગુજરાતમાં ચૂંટણી મુદ્દે તેમણે કહ્યું હતું કે હજુ તો ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી છે. હાલ પૂરતો બ્રેક લઉં છું અને પછીથી સક્રિય પણ થઈ જઈશ. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પહેલા ભરતસિંહ સક્રિય રાજકારણમાં પરત ફરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ