બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Bhar Monsoon heat season has started in Gujarat, Meteorological department has forecast without system, rule changed in superover

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં ભરચોમાસે ગરમીની સીઝન.! હવામાન ખાતાએ કરી સિસ્ટમવગરની આગાહી, દિલ્હીથી વડોદરા હવે 10 કલાકમાં, સુપરઓવરમાં નિયમ બદલાયો

Dinesh

Last Updated: 07:33 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : અમદાવાદ સહિત રાજ્યનાં 5 શહેરોમાં સોમવારે ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ત્યારે ઓક્ટોમ્બર મહિનામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે

રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાયો છે. અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  અમદાવાદમાં ઓક્ટોમ્બરનાં પ્રથમ દિવસથી જ ગરમીનો પારો 37 ડીગ્રી પહોંચી ગયો હતો. ત્યારે આગામી સમયમાં અમદાવાદનાં તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 37 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 25.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાંથી ચોમાસુ આગામી થોડાક દિવસમાં વિદાય લઈ રહ્યું છે. પરંતું દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમજ આગામી સપ્તાહમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતું વરસાદની વિદાય થતા ઓક્ટોમ્બર મહિનામાં અમદાવાદનાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Black heat in 5 cities including Ahmedabad

ગીર સોમનાથામાં કપાસની ખેતી કરતા ખેડૂતો રોગચાળાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથ સહિત રાજ્યના અનેક જિલ્લઓમાં કપાસમાં આવેલા સુકારા નામના રોગને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોએ 18 હજાર હેક્ટરની આસપાસ કપાસનું વાવેતર કર્યું હતું. જો કે સુકારાના રોગને કારણે ગીર વિસ્તારના ખેડૂતોનો કપાસનો પાક સુકાઇ ગયો છે. સુકારાના રોગને કારણે ખેડૂતોને પ્રતિ વિઘા 18થી 19 હજારનું નુકસાન થયું છે. બીજી બાજુ આ રોગને લઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કહેવું છે કે વહેલી પાકતી જાતોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આગોતરું વાવેતર થવાથી મોટાભાગના કપાસના ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. 

Sukara disease in cotton crop in Gir Somnatha added to the farmer woes

અમદાવાદમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. OPS  લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘનું આંદોલન શરૂ કર્યું છે. ઈન્કમટેક્ષ ચાર રસ્તા સુધી રેલી યોજીને ગાંધી ચિંધ્યા માર્ગો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી અર્પણ કરી આંદોલનની શરૂઆત કરી હતી. આવતીકાલથી 7 ઓક્ટોમ્બરથી જીલ્લા સ્તરે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગાંધીનગર જીલ્લા દ્વારા આંદોલનનનાં એંધાણ છે. જૂની પેન્શન યોજનાં લાગુ કરવા શિક્ષકો દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે મહાત્માં ગાંધીની જન્મ જયંતીનાં દિવસે સેક્ટર 16 માં વિરોધ નોંધાવ્યો હતો. જૂની પેન્શન યોજનાં લાગુ કરવાની માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. 

વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવુ લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. ત્યારે આજે રાજકોટમાં વધુ બે વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. 

2 more people die due to heart attack in Rajkot, 34-year-old Rashid Khan dies

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત સુધી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસના બીજા વિભાગનું ઉદઘાટન કર્યું હતું. આ રોડ ખુલ્લો મુકતા જ રાજધાની અને વડોદરા વચ્ચેના માર્ગ મુસાફરીનો સમય ઘટીને 10 કલાક થઇ જશે. અત્યારસુધી આ બંને શહેર વચ્ચે માર્ગ મુસાફરીનું અંતર 1000 કિલોમીટરથી વધુ હતું. નવા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ આ અંતર 845 કિલોમીટર થઇ ગયું છે. અંદાજે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને દિલ્હી-વડોદરા ખંડ હરિયાણા (79 કિલોમીટર) અને ચૂંટણીવાળા રાજ્ય મધ્યપ્રદેશ (244 કિલોમીટર) અને રાજસ્થાન (373 કિલોમીટર) થઇને પસાર થાય છે.

Narendra Modi inaugurated the second section of the Delhi-Mumbai Expressway to Gujarat

Junagadh News: જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ગિરનાર વિવાદને લઇને ભારતી આશ્રમના મહંત ભારતી હરિયાનંદ બાપુનું નિવેદન સામે આવ્યું છે. હરિયાનંદ બાપુએ જણાવ્યું કે, હાલ સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી કોર્ટ મુજબ ચાલવું જોઇએ. દત્તાત્રેય શિખર પર વારંવાર અશાંતિ ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યો છે. જો આવું ફરી થશે તો અમે શાંત નહીં બેસીએ. 

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂ.270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણીયા રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા જીલેટીન સ્ટીક, ડીટોનેટર, ડમ્પર, હીટાચી મશીન જપ્ત કરાયા છે. સાયલા પંથકમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે શનિવારે સપાટો બોલાવ્યો હતો. સુદામડામાં તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદે ખનન વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પર, 7 હીટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ સુદામડાની સીમમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 14 સર્વે નંબરમાં કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું.

Notice Of Income Tax Department: ગુજરાતમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારાઓ ITની રડારમાં છે. 31 માર્ચ પહેલા રિમાઈન્ડર મોકલવા છતાં રિટર્ન ફાઈલ ન કરનારા લોકોને 4 વર્ષના ડેટાના આધારે પેનલ્ટીની નોટિસ ફટકારવામાં આવી છે. મોટા-મોટા આર્થિક વ્યવહાર કરવા છતાં ટેક્સ કે રિર્ટન નહીં ભરનારાઓને આવકવેરા વિભાગે પેનલ્ટીની નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગે રજિસ્ટ્રાર ઓફિસમાંથી મિલકતના ખરીદ વેચાણની વિગતો મેળવી હતી.આવકવેરા વિભાગ દ્વારા રજિસ્ટ્રાર ઓફિસમાંથી કરદાતા દ્વારા કરવામાં આવેલા રોકાણો અથવા મિલકતની ખરીદ વેચાણની માહિતી મેળવવામાં આવી હતી. મોટા પ્રમાણમાં જમીન કે મિલકત ખરીદનાર, બેન્ક એફડી, શેરબજારમાં રોકાણ કરનારાઓને માહિતીના આધારે આવકવેરા વિભાગ દ્વારા ગત 31 માર્ચ પહેલા ફાઈલ કરવા અને ટેક્સ ભરવા માટે રિમાઈન્ડર મોકલ્યા હતા. તો કેટલાકને નોટિસ પણ મોકલવામાં આવી હતી. 

Action against those who do not file returns despite large financial transactions, Income Tax Department has sent a notice

Allahabad High Court : જો પતિ-પત્ની વચ્ચે લાંબા સમય સુધી સંબંધ ન હોય તો તે માનસિક ત્રાસ અને ક્રૂરતા હોઈ શકે છે અને તેના આધારે છૂટાછેડા લઈ શકાય છે. ઇલાહાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે ક્રૂરતાના કૃત્યના આધારે એક યુગલના લગ્નને વિસર્જન કર્યું હતું. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે યોગ્ય અને પર્યાપ્ત કારણ વગર પતિ કે પત્નીને પોતાના જીવનસાથી સાથે લાંબા સમય સુધી સંબંધ ન રાખવા દેવા એ પોતાનામાં જ માનસિક ક્રૂરતા સમાન છે.ઇલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુનિત કુમાર અને જસ્ટિસ રાજેન્દ્ર કુમાર-IV ની ડિવિઝન બેન્ચે આ ચુકાદો હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13 હેઠળ છૂટાછેડાની અરજી ફગાવી દેવાના ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો. ફેમિલી કોર્ટ વારાણસીના મુખ્ય ન્યાયાધીશના આદેશને બાજુ પર મૂકીને હાઇકોર્ટે કહ્યું કે, કોઈ સ્વીકાર્ય દૃષ્ટિકોણ ન હોવાથી જેમાં પતિ કે પત્નીને જીવનભર સાથે રહેવાની ફરજ પડી શકે છે.

Non-relationship with wife constitutes harassment and right to divorce: Allahabad High Court

World Mental Health Day : માનસિક વિકૃતિઓ વૈશ્વિક સ્તરે એક ગંભીર આરોગ્ય સમસ્યા છે જેને જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. તણાવ-ચિંતાથી શરૂ થતી આ સમસ્યા ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે. યુવાનોમાં ડિપ્રેશનની વધતી જતી સમસ્યા એ એક મોટું સ્વાસ્થ્ય જોખમ છે જેના વિશે નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં 28 કરોડથી વધુ લોકો ડિપ્રેશનનો શિકાર છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સંબંધિત સામાજિક નિષેધને કારણે આમાંથી મોટાભાગના લોકોને સમયસર સારવાર મળતી નથી. 

More than 28 crore people are victims of depression, this is the most responsible cause

ચંદ્રયાન-3ના  વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું હવે શું થશે? આ સવાલનો જવાબ કદાચ હવે આપવો આઘરો છે. ચંદ્ર પર ફરી પાછી લોહી જમાવતી ઠંડી સાથે રાતની શરુઆત થઈ છે જે પૃથ્વીના 14 દિવસ રહેશે. આવી સ્થિતિમાં હવે તે ફરી એક્ટિવ થશે કે નહીં, તે એક મોટો સવાલ છે. સફળતાપૂર્વક કામ પૂરુ કરીને 14 લૂનર નાઈટમાં સ્લીપ મોડમાં રહ્યાં બાદ વિક્રમ અને રોવર જાગ્યા નથી. ચંદ્ર પર સૂર્ય આથમી ગયો છે. આ સાથે ચંદ્રયાન 3ના રોવર અને લેન્ડરના ફરીથી જાગવાની આશા પણ ધૂંધળી થતી દેખાઈ રહી છે. ચંદ્ર પર રાત પડ્યા બાદ શિવશક્તિ પોઈન્ટ ફરી અંધકારમાં ગરકાવ થઈ ગયો છે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન 3 લેન્ડ થયું હતું. ચંદ્ર પરની રાત પૃથ્વીના 14 દિવસ બરાબર છે. 30 સપ્ટેમ્બરથી શિવશક્તિ પોઇન્ટ પર સૂર્યપ્રકાશ ઓછો થવા લાગ્યો હતો. 

ભારતમાં 5 ઑક્ટોબરથી ક્રિકેટનાં મહાકુંભ વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ઘણાં ફેરફારો થયાં છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલીવખત સંપૂર્ણ વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલા 2011માં ટૂર્નામેન્ટ ભારતમાં થઈ હતી પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતાં. ભારતની યજમાનીમાં આ વખતે વર્લ્ડ કપ માટેનાં અનેક નિયમો પણ બદલાયા છે. ગત ટૂર્નામેન્ટમાં એવો નિયમ હતો કે સુપર ઓવર બાદ પણ જો મેચ ટાઈ થાય છે તો સંપૂર્ણ મેચમાં જે ટીમે સૌથી વધુ બાઉંડ્રી (ચોગ્ગા-છગ્ગા) ફટકાર્યા હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. આ નિયમને લીધે ઈંગ્લેન્ડ ચેમ્પિયન બની હતી.

ICC changed the super over soft signal Boundary distance rules for ODI world cup 2023

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ