બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Bhadra Plaza premises pressure issue: The estate department gave a warning

અમદાવાદ / મિશન ક્લીન ભદ્ર પ્લાઝા: વહેલી સવારે ત્રાટકી એસ્ટેટ વિભાગની ટીમ, લારી અને ગલ્લાના ધંધાર્થીઓને આપ્યું આ ‘અલ્ટિમેટમ’

Malay

Last Updated: 04:50 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ભદ્ર પ્લાઝા પરિસરના તમામ ધંધાર્થીઓને રાતે તેમના લારી-ગલ્લાનો સામાન ભરીને ઘરે લઈ જવાનું 'એલ્ટિમેટમ' અપાયું છે.

 

  • ભદ્ર પ્લાઝા પરિસરનાં દબાણનો મામલો
  • હવે સત્તાધીશો આકરાં પાણીએ
  • તમામ ધંધાર્થીઓને અપાયું 'એલ્ટિમેટમ' 

અમદાવાદ શહેરના નગરદેવી માતા ભદ્રકાળીના ભદ્રમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરને સાંકળતા ભદ્ર પ્લાઝા પરિસરને મ્યુનિ. તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયો છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસરને જાનદાર અને શાનદાર બનાવવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી પાણીની જેમ પૈસા ખર્ચ કરાયા છે. જોકે લોકોને નયનરમ્ય ભદ્ર પ્લાઝાની ભેટ મળી શકી નથી તેની પાછળનાં મુખ્ય કારણો પૈકી ત્યાંના પાથરણાંવાળાનાં દબાણો પણ એક મુખ્ય કારણ છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભદ્ર પ્લાઝા પરિસરનાં દબાણોનો પ્રશ્ન ઉકેલાતો નથી. જેટલા ધંધાર્થીઓને કાયદેસરની છૂટ મળી છે તેના કરતાં અનેક જણાની ત્યાં હાજરી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં વારંવાર દબાણો હટાવો ઝુંબેશ ધરાય છે. જોકે હવે સત્તાધીશો આકરાં પાણીએ હોઈ તમામ ધંધાર્થીઓને રાતે તેમના લારી-ગલ્લાનો સામાન ભરીને ઘેર લઈ જવાનું 'એલ્ટિમેટમ' અપાયું છે.

આ ભીડ ભારે પડશે! બીજી લહેર માંડ શમી છે ત્યા જ ત્રીજી લહેરને આમંત્રણ આપી  રહ્યા છો? | coronavirus crowds at Ahmedabads lal darwaja pathrana bajar

આખો દિવસ ગ્રાહકોથી ગાજતું રહે છે પરિસર
સવારના નવ વાગ્યાથી ભદ્ર પ્લાઝા પરિસરમાં વિવિધ પ્રકારની વસ્તુઓ વેચનારા ધંધાર્થીઓ તેમનો ત્યાં જ રાખેલો બંધ હાલતનો માલસામાન છોડીને રોડ-ફૂટપાથ પરની દુકાનનો ધમધમાટ શરૂ થઈ જાય છે. સમગ્ર દિવસ દરમિયાન આખું પરિસર ત્યાંના ધંધાર્થીઓ અને ગ્રાહકોથી ગાજતું રહે છે. ભદ્ર બજારના અમદાવાદ ઉપરાંત આસપાસનાં ગામડાંઓના પણ સેંકડો ગ્રાહકો છે. તહેવારોના સમયે તો આ વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા મળતી નથી. લોકોને ઘરઉપયોગી અનેક વસ્તુઓ સારી અને સસ્તા ભાવની ભદ્ર બજારમાં ઉપલબ્ધ થતી હોઈ ત્યાં બારેમાસની ઘરાકી જોવા મળે છે. જોકે, કાયદાની રુએ અનેક ધંધાર્થી ગેરકાયદે હોઈ તંત્ર વારંવાર દરોડા પાડીને આ પરિસરના રોડ અને ફૂટપાથને દબાણમુક્ત કરે છે. તેમ છતાં તેમાં પણ તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે સતત ઉંદર-બિલાડીની રમત રમાય છે.

વહેલી સવારે ત્રાટકી એસ્ટેટ વિભાગની ટીમ
આજે સવારના છ વાગ્યાથી મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ ભદ્ર પ્લાઝા પરિસરમાં ત્રાટકીને છથી સાત દબાણ ગાડી ભરીને વિવિધ માલસામાન જપ્ત કર્યો હતો. આ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીઓ કહે છે, સવારના નવ વાગ્યાથી અહીંના ધંધાર્થીઓ તેમના વ્યવસાય માટે રોડ પર કબજો જમાવીને બેસી જાય છે. ઉપરાંત તેઓ રાતે પણ રોડ-ફૂટપાથ પર માલસામાનને બાંધી ત્યાં ને ત્યાં મૂકીને ઘરભેગા થાય છે. આ બંને બાબત ટ્રાફિકને અડચરણરૂપ તો છે જ, પરંતુ ભદ્ર પ્લાઝાની સફાઈ માટે પણ બાધા ઊભી કરે છે.

bhadra plaza pm modi lal darwaja

તંત્રએ આપી ચેતવણી
મ્યુનિસિપલ હેલ્થ વિભાગનો સ્ટાફ ભદ્ર પ્લાઝાની સફાઈ કરે તો ક્યારે અને કેવી રીતે? તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોઈ રાતે જ તમામ ધંધાર્થીઓ તેમનો માલસામાન ઘેર લઈ જવો પડશે અને તેમને વહેલી સવારથી રોડ પર કબજો પણ નહીં કરવા દેવામાં આવે તેવી ચેતવણી પણ તંત્રે આપી છે.

કાલુપુર રેલવે સ્ટેશન-જમાલપુર ફૂલબજારમાં પણ તંત્ર ત્રાટક્યું
આજે સવારે મધ્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ કાલુપુર રેલવે સ્ટેશન અને જમાલપુર ફૂલબજારમાં પણ ત્રાટકી હતી અને આ વિસ્તારોમાંના રોડ-ફૂટપાથ પરનાં દબાણ હટાવતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ