બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / betel leaves Pan khana is very beneficial for health says experts

હેલ્થ / કબજિયાત, ડાયાબિટીસ, મસા પર કાબૂ રાખવા 1 પત્તું જ છે કાફી, ગંભીર સમસ્યાનો ખાતમો પાક્કો

Vaidehi

Last Updated: 07:16 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે તમારી આસપાસ ઘણાં લોકોને પાન ખાતા જોયા હશે. સામાન્ય રીતે પાન ખાવાની આદતને ખરાબ માનવામાં આવે છે પણ શું તમે જાણો છો કે પાન ખાવાનાં ઘણાં ફાયદાઓ હોય છે.

  • પાન ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારી
  • પાનમાં અનેક પ્રકારનાં પોષકતત્વો રહેલાં છે
  • પાચનક્રિયા, શુગર, શ્વાસ વગેરે બીમારીઓમાં રાહત મળી શકે છે

ભારતમાં તમે ઘણાં લોકોને પાન ખાતા જોયાં હશે. આમ તો પાન ખાવાની આદતને ખરાબ માનવામાં આવે છે પણ પાન ખાવાનાં ઘણાં ફાયદાઓ પણ થાય છે. તેથી જ આપણાં દેશમાં મહેમાનોને પાન ખવડાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. પાનમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણાં લાભકારી હોય છે. પાનમાં ટેનિન, પ્રોપેન, એલ્કેલોયડ અને ફિનાઈલ હોય છે જે શરીરનાં દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદરૂપ બને છે.

પાચનક્રિયામાં સુધારો
પાનને ચાવવાથી પાચનક્રિયામાં ઘણો સુધારો થાય છે. કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મેળવી શકે છે. અલ્સર જેવી બીમારીઓને ઠીક કરવા માટે પણ આ પાન ખાવાનો ઘણો ફાયદો થાય છે. 

દાઢનાં દુખાવા મળશે રાહત
જો કોઈ વ્યક્તિને દાઢમાં દુખાવો કે સોજા જેવી સમસ્યાઓ છે તો આ વ્યક્તિએ પાન ચબાવવો જોઈએ. આ પાનમાંથી મળતાં પોષકતત્વો સોજાને ઓછો કરે છે અને દાઢમાં થયેલ ગાંઠને પણ ઠીક કરે છે.

બ્લડ શુગર
પાનનાં સેવનથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવે છે. તેથી ડાયાબિટીઝનો કંટ્રોલ કરવા માટે પાન ચાવવું લાભકારી છે.

ફેફસાની સમસ્યાઓમાં પણ રાહત
ડોક્ટરો અનુસાર છાતીમાં દુખાવો કે ફેફસાની સમસ્યાઓમાં પાનનું સેવન કરવું જોઈએ. આ સેવનથી ધીમે-ધીમે શરીરનો ઉપચાર થવા લાગે છે. જો બરાબર રીતે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો પાનને લવિંગ અને એલાયચી સાથે ઊકાળવું જોઈએ. જ્યારે પાન અડધું થઈ જાય ત્યારે આ પાણીનું સેવન કરવું. ફેફસામાં આવેલો સોજો આ પાણીથી દૂર થઈ શકે છે.

વજન ઘટશે
પાનનાં સેવનથી શરીરમાં ઓક્સીડેશન પ્રક્રિયાનાં વધારાને અટકાવે છે જેનાથી વજન કંટ્રોલમાં આવે છે. પાન ભૂખને અસરગ્રસ્ત કર્યા વિના વજનને સંતુલિત રાખી શકે છે.

વધુ વાંચો: ઠંડીમાં બાઈક ચલાવતા આંગળીઓમાં સોજા આવે છે? બિલકુલ હલકામાં ન લેતા, બચવા આ ટ્રિકો અપનાવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ