બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્યામાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની તીવ્ર માગ
કેન્યાની વસ્તી યુવા અને શિક્ષિત છે. કારીગર વર્ગ સ્ટ્રોન્ગ અને સક્ષમ છે. કેન્યાની કુલ વસ્તીના ૪૪.૯ ટકા લોકોનો મધ્યમ વર્ગમાં સમાવેશ થાય છે અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની માગ તીવ્ર છે. કેન્યામાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં લોકોનું ઝડપી સ્થળાંતરણ થઈ રહ્યું છે અને હાલમાં ૨૫ ટકા કેન્યાવાસીઓ શહેરોમાં વસવાટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કેન્યા માથે આરોગ્યનો ભાર મોટા ભાગે સંક્રામક રોગોને લઈને છે. જો કે તાજેતરનાં સંશોધનો મુજબ, કૅન્સર અને કાર્ડિયોવાસ્કુલર જેવા બિન-સંક્રામક રોગોનો પણ ઝડપી અને મોટા પ્રમાણમાં ભરડો લઈ રહ્યા છે. આ રોગોના ફેલાવાનું મુખ્ય કારણ સ્થાનિક વસ્તીની બદલાયેલી જીવનશૈલી, વધુ પડતું ફાસ્ટફૂડનું સેવન અને બેઠાડું જીવન છે.
સરકાર આરોગ્ય સેવા પાછળ જીડીપીના ૬ ટકા ખર્ચ કરે છે
ADVERTISEMENT
કેન્યાની હેલ્થકૅર સિસ્ટમના ત્રણ ભાગ પાડી શકાય. સરકારી હેલ્થકૅર સિસ્ટમ, વ્યાવસાયિક પ્રાઇવેટ સેક્ટર અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી હેલ્થકૅર સિસ્ટમ. કેન્યાની આરોગ્ય સેવાઓનો મોટો હિસ્સો પ્રાઇવેટ સેક્ટર સંભાળે છે અને કેન્યાની વસ્તીના માત્ર ૨૫ ટકા લોકો જ ઇન્સ્યૉરન્સ ધરાવે છે. આમ દવાના ખર્ચમાં કેન્યાના લોકો ઘસાઈ જાય છે. દવાખાનામાં ખૂબ ખર્ચો થવાના કારણે ઘણા લોકો ગરીબીની ખાઈમાં સરી પડે છે અને તેમના માટે આરોગ્ય સેવા મેળવવાનું મુશ્કેલ બની જાય છે.સરકાર આરોગ્ય સેવા પાછળ જીડીપીના ૬ ટકા ખર્ચ કરે છે આ રકમ આફ્રિકાના અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે.
બીજી તરફ કેન્યામાં ઇકોનોમી સાથે મધ્યમવર્ગીય પરિવારોની સંખ્યા વધી રહી છે જેને પગલે ગુણવત્તાવાળી આરોગ્ય સેવાની માંગ વધી છે અને તેને પગલે ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે. આ ક્ષેત્રનું મૂલ્ય ૨.૨ અબજ અમેરિકન ડૉલર છે અને દેશના કુલ જીડીપીમાં તેનું ૨ ટકા યોગદાન છે. દેશને મધ્યમ વર્ગની ઇકોનોમી બનાવવા માટે કેન્યાએ વિકાસ મૉડલ વિઝન ૨૦૩૦ રજૂ કર્યું છે. તેની સફળતા માટે ત્રણ સ્તરે આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસની યોજના બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્યા સમગ્ર આફ્રિકાને આવરી લેતું મેડિકલ ટૂરિઝમ વિકસાવી રહ્યું છે
ભૂતકાળમાં પણ ક્યુબા સાથે સહયોગમાં ૧૦૦ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના એક્સ્ચેન્જથી આરોગ્ય ક્ષેત્રે સુધારાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિવિધ દેશોમાંથી ઘણા હૉસ્પિટલ પ્રતિનિધિઓ અને ડૉક્ટરોને કેન્યામાં મુલાકાત માટે આ મંત્રીને આરોગ્ય ક્ષેત્રની ઊણપની પૂર્તિના પ્રયાસો થઈ રહ્યા છે. વિકસિત દેશોના ઘણા ડૉક્ટરો સખાવતી સેવાઓ આપવા માટે કેન્યાની મુલાકાત લઈ રહ્યા છે. પૂર્વ આફ્રિકાના મોટા હેલ્થ એપિસેન્ટર તરીકે કેન્યા સમગ્ર આફ્રિકાને આવરી લેતું મેડિકલ ટૂરિઝમ વિકસાવી રહ્યું છે.
ADVERTISEMENT
આફ્રિકાના ઘણા દેશોમાં એમઆરઆઈ અને વિશિષ્ટ લેબોરેટરીની સુવિધાનો અભાવ
આફ્રિકાના ઘણા દેશોમાં એમઆરઆઈ અને વિશિષ્ટ લેબોરેટરીની સુવિધા નહીં હોવાથી બુરુન્ડીના નાગરિકો એમઆરઆઈ કઢાવવા માટે કેન્યાની મુલાકાત લે તે અહીં નવાઈની વાત નથી. અત્યારે કેન્યાની ઘણી હૉસ્પિટલો સ્પેશિયલ સેવાઓ જેવી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, એડવાન્સ કૅન્સર મૅનેજમૅન્ટ અને આવી ઘણી સેવાઓ આપે છે. રોકાણકારો માટે કેન્યામાં હેલ્થકૅર સેક્ટરમાં ઘણી ઉજળી તકો છે.
સ્ટ્રોકની સારવારમાં કેન્યાની સ્થિતિ
કેન્યામાં ૪ ટકા મૃત્યુ સ્ટ્રોકને કારણે થાય છે અને તેમાંના મોટા ભાગના પાસે આ બીમારીને ઓળખવા માટે પૂરતા તબીબી કે નાણાકીય સંસાધનો નથી. અરે, યુરોપમાં માત્ર ૨૭ ટકા વસ્તી સ્ટ્રોકના લક્ષણો જાણે છે ત્યારે કેન્યા જેવા દેશમાં સ્ટ્રોકને લગતી જાગૃતિની વાત જ શી રીતે થઈ શકે. ૪૪ લાખ કેન્યાવાસીઓ એક કે બીજા પ્રકારની વિકલાંગતાનો શિકાર છે.
વળી, સ્ટ્રોકને લઈને કેન્યાવાસીઓમાં રહેલી અંધશ્રદ્ધા અને માન્યતાઓનો પણ કોઈ પાર નથી. કેન્યામાં અપૂરતા ન્યુરો ફિઝિશિયન અને માત્ર ૧૭ ન્યુરોસર્જન આ પરિસ્થિતિને વધુ વિકટ બનાવે છે. કેન્યામાં પ્રવાસ દરમિયાન મેં જોયંુ છે કે સૌથી વધુ સ્ટ્રોક પ્રભાવિત વિસ્તારો મગાડી અને પૂર્વિય કેન્યા છે. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ અહીં સ્થિતિ સુધારવા માટે મથી રહી છે.
આલેખનઃ કેન્યાથી ડૉ. મનોજ શાહ અને ભવન ભાવસાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.