બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Benefits of Eating Honey Daily, Honey should be eaten alone

હેલ્થ ટિપ્સ / મધ એટલે ધરતી પરનું અમૃત, જેને ખાવાથી હેલ્થને થાય છે એક-બે નહીં, અનેક ફાયદા

Pooja Khunti

Last Updated: 08:14 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધને ગરમ ન કરવું જોઈએ અને તેને ગરમ વસ્તુમાં મિક્સ કરીને પણ ન ખાવું જોઈએ. જ્યારે મધને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા બેક્ટેરિયા અને એન્ઝાઇમ મરી જાય છે અને એન્ટિઓક્સિડેન્ટને નુકસાન થાય છે.

જ્યારથી લોકોમાં વજન ઘટાડવાનું ચલણ વધ્યું છે ત્યારથી મધનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરતું આજે પણ ઘણા એવા લોકો હશે જેમને મધના ફાયદાઓ વિશે ખબર નહીં હોય. ઘણા લોકો મધનું સેવન અન્ય વસ્તુઓ સાથે મિક્સ કરીને કરે છે. ખૂબ જ ઓછા લોકો માત્ર એકલા મધનું સેવન કરે છે. કેટલાક લોકોને એવો પ્રશ્ન હોય છે કે મધને કેવી રીતે સાચવીને રાખવું, મધ ખરાબ થઈ શકે કે નહીં વગેરે. 

લોકો મધ વિશે આ બાબત નહીં જાણતા હોય 
મધને ગરમ ન કરવું જોઈએ અને તેને ગરમ વસ્તુમાં મિક્સ કરીને પણ ન ખાવું જોઈએ. જ્યારે મધને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા બેક્ટેરિયા અને એન્ઝાઇમ મરી જાય છે અને એન્ટિઓક્સિડેન્ટને નુકસાન થાય છે. આ સાથે જ્યારે કોઈ ગરમ વસ્તુમાં મધને મિક્સ કરવામાં આવે છે ત્યારે તેના ગુણોને નુકસાન થાય છે. તેથી મધને એકલું જ ખાવું જોઈએ. તમે દૂધ અથવા ગરમ પાણી સાથે મધનું સેવન કરતાં હોય તો સૌપ્રથમ એક ચમચી મધનું સેવન કરો અને ત્યારબાદ પાણી અથવા દૂધનું સેવન કરો. 

મધ સાથે જોડાયેલ ફેક્ટ્સ 

  • મધ જેટલું જૂનું હોય છે એટલા જ તેના ફાયદા વધુ હોય છે 
  • મધ ક્યારેય ખરાબ નથી થતું 
  • મધને ક્યારેય ફ્રીઝમાં ન રાખવું જોઈએ 
  • તમે મધને એક રૂમમાં વર્ષો સુધી બંધ કરીને રાખી શકો છો 

વાંચવા જેવું: ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવા, કરો આ હર્બલ ટીનું સેવન

દરરોજ મધ ખાવાથી થતાં ફાયદાઓ 

  • એક ચમચી મધમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. આ સાથે મધમાં ફ્લેવોનોઇડ્સ, પોલિફીનોલ્સ, આલ્કલોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, કાર્ડિયાક ગ્લાયકોસાઇડ્સ અને એન્થ્રાક્વિનોન્સ પણ હોય છે. 
  • મધ, ખાંડ કરતાં પણ વધુ મીઠું હોય છે. 
  • એમ ચમચી મધમાં ફ્રુક્ટોઝ એટલે કે કાર્બોહાઇડ્રેટનો એક પ્રકાર હોય છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ