બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Be careful Cold Drinks can Harm Kids' Health

કામની વાત / તમે તમારા બાળકને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવો છો તો ચેતી જજો, સ્વાસ્થને થાય છે મોટું નુકશાન

Vidhata

Last Updated: 08:16 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડા પીણા (Cold Drinks) માં વધુ માત્રામાં ખાંડ અને ઘણાં હાનિકારક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તે બાળકો માટે ખૂબ જ બિનઆરોગ્યપ્રદ (Unhealthy) હોય છે. તેના બદલે બાળકોને તાજા ફળોનો રસ પીવડાવવાની આદત બનાવો. આ તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરશે.

ઉનાળો આવી ગયો છે મોટાભાગના લોકોએ ઠંડા પીણા પીવાનું શરૂ કરી દીધું હશે. પરંતુ ઠંડીથી બચવા માટે આ ઠંડા પીણા પીવા એ યોગ્ય ઉપાય નથી. ત્યારે ઘણીવાર એવું પણ બને છે કે ઘરમાં કોઈ મોટી વ્યક્તિને ઠંડા પીણા (Cold Drinks) પીતા જોઇને બાળકો પણ જીદ્દ કરવા લાગે છે. ક્યારેક માતા-પિતાએ અનિચ્છાએ પણ બાળકની આ જીદ્દ આગળ નમવું પડે છે અને કોલ્ડ ડ્રિંક ન આપવું પડે છે. પછી એવું બને છે કે બાળક વારંવાર આવી જીદ્દ કરતા થઈ જાય છે. આપણે બધા કોલ્ડ ડ્રિંક્સથી થતા નુકસાનથી વાકેફ છીએ પરંતુ તેમ છતાં આપણે તે પીતા રહીએ છીએ. કોલ્ડ ડ્રિંક પીતી વખતે તો આપણને ખૂબ જ સારું અને રિલેક્સ લાગે છે પરંતુ સાથે જ તે આપણને ઘણી રીતે નુકસાન પણ કરે છે.

જો આપણે બાળકોને કોલ્ડ ડ્રિંક્સ આપવાની વાત કરીએ તો આપણે તેમને આ વસ્તુઓથી જેટલા દૂર રાખીશું તેટલું તેમના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. વાસ્તવમાં, સમાજમાં કૂલ દેખાવા માટે, ઘણા માતાપિતા તેમના બાળકોને ઘણી બધી વસ્તુઓ ખવડાવવા લાગે છે જે તેમના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી હોતી. આમાંથી એક છે કોલ્ડ ડ્રિંક, ચાલો જાણીએ કે જો તમે આ સોડા ડ્રિંક બાળકોને પીવડાવો છો તો તેનાથી શું નુકસાન થઈ શકે છે.

વધે છે સ્થૂળતા 

કોલ્ડ ડ્રિંક્સમાં ઘણી બધી ખાંડ હોય છે જે બાળકોને મેદસ્વીતાનો શિકાર બનાવી શકે છે. જ્યારે બાળકો તેને પીવે છે ત્યારે તેમનામાં કેલરીનું પ્રમાણ વધવા લાગે છે જેના કારણે તેઓ બાળપણમાં જ સ્થૂળતાનો શિકાર બની જાય છે. તેના બદલે બાળકોને તાજા ફળોનો જ્યુસ પીવાની ટેવ પાડો. આ સાથે શક્ય હોય તો બાળકોની સામે ઠંડા પીણા ન પીવો.

ખરાબ થશે દાંત 

ઠંડા પીણા બનાવવામાં ઘણી બધી ખાંડ અને એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે બાળકોને દાંતમાં સડો અને પીળાશની સમસ્યા થઈ શકે છે. આ સાથે તેમના દાંત પણ નબળા પડી શકે છે.

વધી શકે છે ડાયાબિટીસનું જોખમ 

વધુ પડતા ઠંડા પીણા પીવાથી બાળકોમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમને ઓછી ખાંડવાળા પીણાં અને જ્યુસ આપો.

જંક ફૂડની આદત 

ઠંડા પીણા પીવાની આદતથી બાળકોમાં બિનઆરોગ્યપ્રદ અને જંક ખાવાની આદત વધી શકે છે. આ કારણે તેઓ હેલ્ધી ફળો અને શાકભાજીને બદલે બહારનું જંક ખાવા લાગે છે.

વધુ વાંચો: ગરમી ગરમી કરી બાળકને ACમાં જ રાખતા હોય તો સાવધાન, માંદગી લેશે ભરડો, કારણો કૂલ

સમય પહેલા હાડકાં પડી જાય છે નબળા 

કેટલાક ઠંડા પીણામાં આવા કેમિકલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી. આ કેમિકલ્સ સમય પહેલા બાળકોના હાડકાંને નબળા કરી નાંખે છે અને નાની ઉંમરમાં તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ