બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Shopping / Be aware Before you buy the products from sale in festive Season

ફેસ્ટિવ સીઝન / સેલમાં પ્રોડક્ટ્સ ખરીદતાં પહેલાં જાણી લો આ વાતો, નહીં તો બનશો છેતરપિંડીનો શિકાર

Bhushita

Last Updated: 03:13 PM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવ સીઝન સેલ આ સપ્તાહમાં શરૂ થઈ રહ્યા છે. 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન આ બંને ઇ-કૉમર્સ વેબસાઇટ પર ફેસ્ટિવ સીઝન સેલનું આયોજન કરવામાં આવશે. આ સેલમાં ઘણા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ઉપરાંત, ફેશન અને ઘરેલુ ઉપકરણો પણ ઓછી કિંમત અથવા ડિસ્કાઉન્ટ ઑફર સાથે ઉપલબ્ધ બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસ્ટિવ સીઝન સેલમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી છે.

બીજી તરફ ભારતમાં વર્ષ 2014થી ઑનલાઇન શૉપિંગનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. અગાઉ  ફક્ત ટિઅર-1 શહેરના યૂઝર્સ જ ઑનલાઇન શૉપિંગ દ્વારા ઉત્પાદનો ખરીદતા હતા. હવે ટિઅર-2 અને ટિઅર-3 શહેરોના યૂઝર્સે પણ ઑનલાઇન શૉપિંગથી ઉત્પાદનો ખરીદવાનું શરૂ કર્યું છે. 

ઓનલાઈન કંપનીઓથી રહો સાવધ

તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં ઑનલાઇન શૉપિંગનું બજાર 25 અબજ ડૉલરનું છે. એવું માનવામાં આવે છે કે, આગામી 10 વર્ષમાં આ બજાર 200 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી જશે. ઑનલાઇન સેક્ટરમાં સતત વધતી જતી એક્ટિવિટીના કારણે મોટા પ્લેયર્સ ગણાતી વૉલમાર્ટ, એમેઝોન અને અલીબાબા જેવી કંપનીઓ ભારતમાં મોટું રોકાણ કરવા જઇ રહી છે. 
સરકારે ગયા વર્ષે 30 જુલાઈએ ઑનલાઈન સેક્ટર માટે નવા નિયમો-કાયદા બનાવવા માટેની પૉલિસી પણ ડ્રાફ્ટ કરી હતી. આ પૉલિસીનો ઉદેશ્ય ઑનલાઈન શૉપિંગ દરમિયાન થતી છેતરપિંડીથી યૂઝર્સને બચાવવાનો છે.

ફેસ્ટિવ સીઝનની ખરીદીમાં રહો સાવધાન - ફાઈલ ફોટો

પ્રૉડક્ટની રેટિંગથી ક્યારેય કન્ફ્યૂઝ ન થાઓ

મોટાભાગના ગ્રાહકો ઑનલાઇન શૉપિંગમાં કંઈ પણ વસ્તુ ખરીદતા પહેલા કોઈપણ ઉત્પાદનનું રેટિંગ જુએ છે. જો રેટિંગ યોગ્ય હોય તો પછી યૂઝર્સ સામાન્ય રીતે તે પ્રૉડક્ટ ખરીદી લેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ઑનલાઇન સાઇટ્સ પર આપવામાં આવેલા મોટાભાગની રિવ્યૂઝ અને તેના રેટિંગ્સ બનાવટી જ હોય છે. ઘણા ગ્રાહકો જ્યારે ઑનલાઇન પ્રૉડક્ટ મંગાવતી વખતે તેના રિવ્યૂ કે ફોટોગ્રાફ જોઈને એવું માની લેતા હોય છે કે, પ્રૉડક્ટ ખૂબ સારી છે, પરંતુ ડિલીવરી થાય ત્યારે કેટલીક પ્રૉડક્ટ્સ સાવ હલકી ગુણવત્તાવાળા નીકળે છે. ત્યારબાદ ઑનલાઇન પોર્ટલ અથવા ઇ-કૉમર્સ કંપનીઓ આ પ્રૉડક્ટ પાછી લેવાનો ઘણી વખત ઇનકાર પણ કરે છે. આવી ઘટનાઓ સતત સામે આવ્યા બાદ સરકાર હવે આ મામલે કડક બની છે.

બનાવટી રેટિંગ્સ સામે સરકારની લાલ આંખ, કડક કાર્યવાહી થશે

બનાવટી રેટિંગ્સને રોકવા માટે વાણિજ્ય અને ગ્રાહક મંત્રાલયે ઇ-કૉમર્સ માટે નવી ગાઈડલાઈન્સ બનાવી છે, જે અંતર્ગત હવે પ્રૉડક્ટના નકલી રેટીંગ સામે કડક કાર્યવાહી કરશે અને તેને રોકવા માટે અનફેર બિઝનેસ પ્રેક્ટિસ હેઠળ કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. ડ્રાફ્ટ પોલિસી હેઠળ જો કોઈ પ્રૉડક્ટ નકલી હોય કે ડેમેજ નીકળે તો વિક્રેતાની સાથે સાથે ઇ-કૉમર્સ પોર્ટલ પણ તેના માટે જવાબદાર ગણાશે.

રિપ્લેસમેન્ટ પૉલિસીનું ખાસ ધ્યાન રાખો

જ્યારે ખામીયુક્ત, ખોટી અથવા તૂટેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચે ત્યારે કંપની અથવા વિક્રેતા 14 દિવસની અંદર ગ્રાહકને રિફંડ આપશે. આ ઉપરાંત ગ્રાહકની ફરિયાદને 30 દિવસની અંદર હલ કરવી પડશે. પોર્ટલ પર આપેલી વિગતો અનુસાર જો પ્રૉડક્ટ ન હોય તો ગ્રાહકને એ પ્રટડક્ટ પરત કરવાનો અધિકાર રહેશે. એટલું જ નહીં ઑનલાઇન પોર્ટલ પર વિક્રેતાનું આખું સરનામું અને ફોનનંબર આપવો પણ  જરૂરી રહેશે. રિફંડ અને રિપ્લેસમેન્ટ પૉલિસીની સંપૂર્ણ માહિતી વેબસાઇટ પર સ્પષ્ટપણે મૂકવી પડશે.

કોઈ પણ પ્રૉડક્ટ ખરીદતાં પહેલાં અન્ય સ્થળે પણ ચેક કરો

આ ફેસ્ટિવ સીઝન સેલમાં જો તમે પણ કોઈ પ્રૉડક્ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરો. નવી બ્રાન્ડનું ઉત્પાદન ખરીદતા પહેલા શૉપિંગ પોર્ટલ ઉપરાંત અન્ય કેટલાંક સ્થળેથી પ્રૉડક્ટ વિશેની વિસ્તૃત જાણકારી મેળવ્યા પછી જ ખરીદો. જો બ્રાન્ડ વિશ્વસનીય ન હોય તો તમે પ્રૉડક્ટને ખરીદ્યા પછી પરત પણ કરી શકો છો. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને કંપનીઓની રિટર્ન પૉલિસીને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પ્રોડક્ટ ખરીદો.

આલેખન - પ્રજ્ઞેશ શુક્લા
 

સંકળાયેલા મુદ્દાઓ

Be aware Discount Mischief Shopping Technology festive season products છેતરપીંડી ફેસ્ટિવ સીઝન Festival Sale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ