બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:57 PM, 29 May 2026
ACSU એ લીગની હાલની સિઝનમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં મેચના દિવસોમાં પ્રતિબંધિત વિસ્તારોમાં કમ્યુનિકેશન અને રેકોર્ડિંગ ટેક્નોલોજી ધરાવતા સ્માર્ટ ગ્લાસ, સનગ્લાસ અને ગોગલ્સના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણી સ્પોટ ફિક્સિંગના જોખમને ઘટાડવા માટે આપવામાં આવી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ACSU જે લીગમાં ઈમાનદારી જાળવવા, સ્પોટ ફિક્સિંગ અટકાવવા અને સુરક્ષા નિયમો લાગુ કરવા માટે જવાબદાર છે તેણે Board of Control for Cricket in India (BCCI) ને જાણ કરી છે કે ઘણી કંપનીઓ IPLમાં રમતા ખેલાડીઓ અને ટીમ સ્ટાફને સ્માર્ટ આઈવેર પ્રોડક્ટ્સનું સક્રિય રીતે માર્કેટિંગ અને વેચાણ કરી રહી છે.
ADVERTISEMENT
ACSU એ કહ્યું છે કે આ સ્માર્ટ ડિવાઇસ મોબાઇલ ડેટા અથવા વાઈ-ફાઈ નેટવર્ક દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરવા, ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા તેમજ ઓડિયો અને વીડિયો કોલ કરવા સક્ષમ છે. જેના કારણે મેચ દરમિયાન અનધિકૃત સંચાર અને તેના સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વધી ગઈ છે.
IPLના ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટેના નિયમો હેઠળ આવા ઉપકરણોને “ઓડિયો/વિડિયો રેકોર્ડિંગ ડિવાઇસ” અને “કમ્યુનિકેશન ડિવાઇસ” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ACSU એ ફરી સ્પષ્ટ કર્યું છે કે PMOA વિસ્તારમાં સ્માર્ટ ગ્લાસ અને આવી અન્ય પહેરી શકાય તેવી ટેક્નોલોજી રાખવી અથવા તેનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે તેઓ મેચના દિવસે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરતા પહેલા આવા ડિવાઇસ પોતાના મોબાઇલ ફોન અને સ્માર્ટ વૉચ સુરક્ષા લાયઝન અધિકારી પાસે જમા કરાવી દે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેને PMOA પ્રોટોકોલનો ભંગ માનવામાં આવશે અને ઓપરેશનલ નિયમો હેઠળ દંડ પણ થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શું ખરેખર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાંથી હટી જશે? જાણો 5 કારણ
ADVERTISEMENT
તાજેતરની ઘટનાઓએ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ની ટેક્નોલોજી અને મેચના દિવસે પ્રતિબંધિત વિસ્તારોમાં ખેલાડીઓ તથા સ્ટાફના વર્તન અંગે વધતી ચિંતાઓને પણ ઉજાગર કરી છે. IPL 2026 દરમિયાન રાજસ્થાન રોયલ્સ ના ટીમ મેનેજર રોમી ભિંડર ને એક મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઇલ ફોન વાપરતા જોવામાં આવ્યા હતા. PMOA નિયમોના સીધા ઉલ્લંઘન બદલ તેમના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ચેતવણી પણ આપવામાં આવી હતી.
લીગમાં વધુ એક વિવાદ ત્યારે થયો જ્યારે રિયાન પરાગ જે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન છે, તેઓ પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ વાપરતા બ્રોડકાસ્ટ કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનાના પગલે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં પરાગ પર તેમની મેચ ફીની 25 ટકા રકમનો દંડ લગાવવામાં આવ્યો અને રમતની છબીને નુકસાન પહોંચાડતા વર્તન બદલ એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.