બાયડ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અહીં રાજકીય જંગ જામ્યો છે. ત્યારે NCP અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તો પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રસમાં જોડાઇ રહ્યા છે. તેવામાં જીતુ વાઘાણીએ ભાજપની ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
બાયડ પાલિકાના NCP ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ભાજપમાં જોડાયા
ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
રાહુલ ગાંધી જુઠ્ઠાઓના સરદારઃ જીતુ વાઘાણી
અરવલ્લીના બાયડમાં ભાજપની સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લીધા હતા. આ સભામાં તેમણે જણાવ્યુ કે પંજાએ આતંકવાદની જેમ કામ કર્યું છે. કોંગ્રેસની સત્તા જ નથી તો વટ શું રહેવાનો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને જુઠ્ઠાઓના સરદાર પણ ગણાવ્યા હતા. સાથે જ તેમણે ધવલસિંહના પક્ષપલટા પર થઈ રહેલા આક્ષેપ પર નિવેદન આપ્યા કે, હવે ધવલસિંહ ફરી ભૂલ કરશે તો, લોકોની સમક્ષ લાવીશ.
બાયડમાં કોંગ્રેસ અને NCPમાં ભંગાણ
અરવલ્લીના બાયડમાં કોંગ્રેસ અને NCPમાં ભંગાણ પડ્યું છે. બાયડ પાલિકાના NCP ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ભાજપમાં જોડાયા છે. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ સમર્પિત સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. બાયડ-માલપુર યુથ કોંગ્રેસના બે પ્રમુખે પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં 40 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
અરવલ્લીના બાયડમાં આવેલા આંબલિયારા ગામમાં કોંગ્રેસ દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું. આંબલિયારામાં મધુસુદન મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે. મધુસુદન મિસ્ત્રીની આગેવાનીમાં ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ પ્રમુખ રાધાબેન ઝાલા અને તેમના પતિ કોંગ્રેસમાં જોડાયા છે.