બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Ban on bulldozer operation near Krishna Janmabhoomi for 10 days

BIG NEWS / કૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રેલવેને નોટિસ

Priyakant

Last Updated: 12:55 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News: સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ નજીક બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે રોક લગાવી દીધી

  • મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર 
  • કૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે પ્રતિબંધ
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રેલવેને નોટિસ પાઠવી

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદ નજીક રેલવેની જમીન પર કથિત ગેરકાયદે વસાહતો પર બુલડોઝરની કાર્યવાહીને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ નજીક બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. એટલું જ નહીં આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રેલવેને નોટિસ પાઠવી છે. હવે આ મામલે એક સપ્તાહ બાદ સુનાવણી થશે.

 

અરજદારે શું દાવો કર્યો ? 
અરજદારે દાવો કર્યો હતો કે, લોકો તે જમીન પર રહે છે જ્યાંથી રેલ્વે 100 વર્ષથી વધુ સમયથી અતિક્રમણ હટાવી રહી છે. જેના આધારે કાર્યવાહી અટકાવવા માંગ કરવામાં આવી હતી. અરજદારે કોર્ટને કહ્યું કે, રેલવે દ્વારા પહેલાથી જ ઘણા બધા અતિક્રમણ દૂર કરવામાં આવ્યા છે. હવે માત્ર 70-80 મકાનો જ બચ્યા છે તેમના તોડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક અસરથી કાર્યવાહી પર રોક લગાવી દીધી અને રેલવેને જવાબ આપવા કહ્યું. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં રેલવે વતી કોઈ હાજર રહ્યું ન હતું.

વરિષ્ઠ વકીલ પ્રશાંતો સેને કોર્ટને શું કહ્યું ? 
રેલ્વેએ મથુરા-વૃંદાવન રેલ્વે લાઇનની બાજુમાં રેલ્વેની જમીન પર કથિત રીતે રહેતા લોકોને જમીન ખાલી કરવા કહ્યું હતું. અરજદાર વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંતો સેને કોર્ટને જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં 200 મકાનો તોડવાના છે અને 3000 લોકો તેનાથી પ્રભાવિત થશે. તેમની પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી અને તેઓ 100 વર્ષથી વધુ સમયથી અહીં રહે છે. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ હડતાલને કારણે સોમવારે સુનાવણી થઈ શકી ન હતી. આ મામલે અરજીકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ