બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Ban on bringing onion to Bhavnagar market yard for one week
Last Updated: 03:52 PM, 24 January 2024
ADVERTISEMENT

સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નમ્બરે આવે છે. અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી છે. અને ભાવનગર સહીત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે. ભાવનગરના માકેટીંગયાર્ડમાં આજે 2.5 થી 3 લખ થેલાની આવક થવા પામી છે. જોકે હાલ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો 20 કિલો ના 100 થી લઇ 220 સુધી પહોંચ્યા છે. પરંતુ આ ભાવ થી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. અને ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતોને પ્રતિમણ 100થી 220 સુધીનો ભાવ મળ્યો
સમગ્ર રાજ્યમાં આમ તો ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લમાં સૌથી વધુ થાય છે અને તેના કારણે ખેડૂતોને અને વેપારીઓને મોટા પાયે આર્થિક ફાયદો થતો હોઈ છે. ભાવનગર જિલ્લમાં ડુંગળીનું નાસિક બાદ સૌથી વધુ ઉત્પાદન થતું હોઈ છે. અહીંની ડુંગળીની માંગ દિલ્હી ,પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોઈ છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 30000 હેકટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. જો કે મોંઘા બિયારણો ,ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થતા હોઈ છે. આજે ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ 100 થી 220 બોલાય છે. બીજીબાજુ ઉપરના લેવલે માંગ છે નહીં અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે. યાર્ડના સત્તાધીશોએ આજથી એક સપ્તાહ માટે યાર્ડમાં ડુંગળી નહીં લાવવા ખેડૂતોને તાકીદ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
APMCમાં 2.5થી 3 લાખ કટ્ટા ડુંગળીની આવક
ભાવનગર જિલ્લમાં ઉત્પાદન થતી ડુંગળીની માંગ અન્ય રાજ્યો ઉપરાંત તેમાંથી બનતા પાવડરની માંગ વિદેશ માં સારી રહેવા પામે છે. ભાવનગરની લાલ ડુંગળીની ગુણવતા પણ સારી હોઈ છે. હાલ ભાવનગર યાર્ડમાં સીઝનની સૌથી વધુ ડુંગળીનો જથ્થો આજે ભાવનગર યાર્ડમાં આવી પહોંચતા અફરા તફરી માહોલ થયો હતો. ભાવનગર યાર્ડના મુખ્ય સ્થળ તેમજ નારી ગામ નજીક નવા શરૂ કરાયેલા યાર્ડ પણ ડુંગળીથી ઉભરાયું હતું. અહીં ખુલ્લી જગ્યામાં માલ ઉતરતો હોઈ ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં યાર્ડમાં કોઈ સવલત છે. નહીં બીજીબાજુ હમણાં જ યાર્ડમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. પરંતુ હજુ સુધી ચેરમેન કે અન્ય હોદા ફાળવવામાં નહીં આવતા ખેડૂતો તેમની ફરિયાદ ક્યાં કરે તે સવાલ છે.
ADVERTISEMENT
ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભવન બિયારણો અને ઊંચી મજૂરી ચૂકવી ને ડુંગળી પકવે છે પરંતુ જયારે તેમનો માંલ બજાર માં આવે છે. ત્યારે પૂરતા ભાવ નહીં મળતા તેમને રાત પાણીએ રડવાનો વારો આવે છે. અને હવે સરકારે નિકાસ બંધીનો અમલ કરતા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તે નક્કી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.