બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / bajrang punia sakshi malik vinesh phogat protest against wrestling federation

વિરોધ / દેશનું નામ રોશન કરનાર મેડલવીર ખેલાડીઓ કેમ કરી રહ્યાં છે ધરણાં? બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ મેદાનમાં

Premal

Last Updated: 04:39 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના શક્તિશાળી કુસ્તીબાજ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે પોતાના જ રેસલિંગ ફેડરેશન પર અત્યાચારનો આરોપ લગાવીને મોરચો સંભાળ્યો છે. આ બધા જંતર-મંતર પર ધરણા આપી રહ્યાં છે.

  • કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન પર લગાવ્યો અત્યાચારનો આરોપ
  • કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે કરી રહ્યાં છે ધરણા
  • કુસ્તીબાજો WFI અધ્યક્ષના વલણથી પરેશાન 

કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર ખાતે કર્યા ધરણા

ભારતીય કુસ્તીબાજોનો આરોપ છે કે ફેડરેશન પોતાના ગજબ નિયમોથી અત્યાચાર કરી રહ્યું છે. ધરણા કરનારા લોકોમાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ છે અને આ વિરોધ દિલ્હીના જંતર-મંતર પર કરવામાં આવી રહ્યો છે. કુસ્તીબાજોએ પોતાની ફરિયાદ અથવા માંગ વિશે વિસ્તૃતપૂર્વક જણાવ્યું નથી, પરંતુ આ સ્પષ્ટ છે કે WFI અધ્યક્ષ અને કેસરગંજથી ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહના વલણથી પરેશાન છે. બજરંગ, વિનેશ, રિયો ઓલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિક, વિશ્વ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિજેતા સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવ્રત મલિક, જિતેન્દ્ર કિન્હા અને કૉમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ સુમિત મલિક જંતર-મંતર પર ધરણા પર બેઠેલા 30 કુસ્તીબાજોમાંથી છે. 

અમે WIFIની વિરુદ્ધ છીએ: કુસ્તીબાજ

બજરંગે કહ્યું, અમારી લડાઈ સરકાર અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા સામે નથી. અમે WIFIની વિરુદ્ધ છીએ. બજરંગનો સાથી સ્ટાફ પણ ધરણા પર બેઠા છે, જેમાં તેમના કોચ સુજીત માન અને ફિજિયો આનંદ દુબે સામેલ છે. સિંહ 2011થી ડબ્લ્યુએફઆઈ અધ્યક્ષ છે અને ફેબ્રુઆરી  2019માં સતત ત્રીજી વખત પસંદગી પામ્યા છે. કુસ્તીબાજોએ પણ હેશટેગ બોયકૉટ ડબ્લ્યુએફઆઈ અધ્યક્ષ ટ્વિટ કરીને પીએમઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટેગ કર્યા છે. 

જાણો બજરંગ પૂનિયાએ શું લખ્યું? 

આ અંગે કુસ્તીબાજોએ #BoycottWFIPresident #BoycottWrestlingPresident ટેગની સાથે માઈક્રોબ્લૉગિંગ વેબસાઈટ પર, ટ્વિટર પર ટ્વિટ પણ કર્યા છે. ટૉક્યો ઓલિમ્પિકના બ્રોન્જ મેડલિસ્ટ પુરૂષ પહેલવાન બજરંગ પૂનિયાએ લખ્યું, ફેડરેશને ખેલાડીઓનુ સમર્થન કરવુ જોઈએ. ફેડરેશને તેમની રમતની જરૂરીયાતોનુ ધ્યાન રાખવાનુ હોય છે. કોઈ સમસ્યા થાય તો તેનો ઉકેલ લાવવાનો હોય છે, પરંતુ જો ફેડરેશન જ મુશ્કેલીઓ ઉભી કરે તો શું કરવાનુ? હવે લડવુ પડશે, અમે પાછળ નહીં હટીએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ