બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / PM નરેન્દ્ર મોદીની બાયોપિક કરી રહ્યા છે 'બાહુબલી'ના કટપ્પા? અભિનેતા સત્યરાજે કર્યો ખુલાસો

મનોરંજન / PM નરેન્દ્ર મોદીની બાયોપિક કરી રહ્યા છે 'બાહુબલી'ના કટપ્પા? અભિનેતા સત્યરાજે કર્યો ખુલાસો

Last Updated: 03:41 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલીમાં કટપ્પાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા સત્યરાજ આજકાલ ફરી ચર્ચામાં છે. ગયા દિવસોમાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે સત્યરાજ વડાપ્રધાન મોદીની એક બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવશે. જો કે હવે હકીકત સામે આવી ગઈ છે. સત્યરાજે જાતે જ અફવાઓ પર નિવેદન આપ્યું છે અને હકીકત જણાવી છે.

બાહુબલીમાં કટપ્પાની ભૂમિકા ભજવનાર એક્ટર સત્યરાજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લગભગ ત્રણ દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સત્યરાજ વડાપ્રધાન મોદીની એક બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવશે. હવે આ અહેવાલો પર સત્યરાજે મૌન તોડયું છે, તેમણે આ અંગે નિવેદન આપ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં સત્યરાજે કહ્યું, એવા સમાચાર કે હું વડાપ્રધાન મોદીની બાયોપિકમાં એક્ટિંગ કરી રહ્યો છું, મારા માટે પણ સમાચાર જ છે. કોઈએ પણ પીએમ મોદીની ભૂમિકા માટે માંરો સંપર્ક કર્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચાર ચલાવી દે છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા અફવાનો ગઢ બની ગયું છે.

ક્યાંથી આવ્યા હતા સમાચાર

satyaraj-tweet

સાઉથ ઈન્ડસ્ટ્રીના સમાચારો પર નજર રાખનારા રમેશ બાલાએ પોતાના એક્સ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સત્યરાજ પીએમ મોદીની બાયોપિકમાં કામ કરશે. જો કે, તેણે બાયોપિકને લગતી અન્ય કોઈ માહિતી શેર કરી ન હતી અને કહ્યું હતું કે ફિલ્મ સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. સત્યરાજે આ સમાચારને અફવા ગણાવી દીધી છે, પરંતુ આ ટ્વીટ રમેશ બાલાના ટ્વિટર ટાઈમલાઈન પર હજુ પણ છે.

રમેશ બાલાની એક્સ પોસ્ટ

સત્યરાજને એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી પ્રભાસ અભિનીત ફિલ્મો બાહુબલી અને બાહુબલી 2 થી ઘણી ખ્યાતિ મળી હતી. પહેલા ભાગ પછી લોકો એક જ સવાલ પૂછી રહ્યા હતા, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?' આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ જોરદાર હતો.

વધુ વાંચો: ખિલાડી કુમારને ઝટકા ઉપર ઝટકો, બે દિગ્ગજોએ અક્ષયની Upcoming ફિલ્મો છોડી, જાણો વિવાદનું કારણ

તાજેતરના દિવસોમાં સત્યરાજ આગામી ફિલ્મ 'વેપન'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. સત્યરાજે ફિલ્મમાં સુપર હ્યુમનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં રાજીવ મેનન અને વસંત રવિ જેવા કલાકારો પણ છે. તેમની ફિલ્મ 23 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને પસંદ કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sathyaraj PM Modi Biopic Bahubali
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ