બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Badminton Asia Team Championship India's girls create history in Malaysia win gold medal

ગોલ્ડ મેડલ / દેશની દીકરીઓએ તિરંગો લહેરાવ્યો: બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં રચ્યો ઈતિહાસ, ફાઇનલમાં ભવ્ય જીત

Pravin Joshi

Last Updated: 04:51 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે.

  • ભારતીય મહિલા ટીમે BATC માં ગોલ્ડ મેડલ જીત્યો 
  • ફાઈનલ મેચમાં ભારતે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું 
  • ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી 

ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે ઇતિહાસ રચ્યો છે. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. રવિવારે (18 ફેબ્રુઆરી) મલેશિયાના શાહઆલમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. આ પહેલા તેણે એક પણ મેડલ જીત્યો ન હતો. પીવી સિંધુ, ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી અને અનમોલ ખરાબે ફાઈનલ મેચ દરમિયાન પોતપોતાની મેચ જીતી હતી. ભારતે ટોચના ક્રમાંકિત ચીનને હરાવીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

પીવી સિંધુએ ભારતને 1-0ની લીડ અપાવી હતી

ફાઈનલ મેચ દરમિયાન પ્રથમ મેચ પીવી સિંધુ અને સુપાનિદા કેટેથોંગ વચ્ચે રમાઈ હતી. ઈજામાંથી સાજા થયા બાદ પોતાની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલી પીવી સિંધુએ સુપાનિદા કેટેથોંગને 21-12, 21-12થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. સિંધુ અને સુપનિદા વચ્ચેની મેચ 39 મિનિટ સુધી ચાલી હતી. ત્યારપછી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલીએ ડબલ્સ મેચમાં જોંગકોલ્ફામ કિતિથારાકુલ અને રવિન્દા પ્રજોંગજલને 21-16, 18-21, 21-16થી હરાવીને ભારતને 2-0થી આગળ કર્યું.

વધુ વાંચો : ઈંગ્લેન્ડ પાસે યશસ્વીનો કોઈ તોડ નથી! સતત બીજી ટેસ્ટમાં ફટકારી 'બેવડી સદી', સરફરાજની ફિફ્ટી

અનમોલ ખરબે નિર્ણાયક મુકાબલામાં ભારતને ચેમ્પિયન બનાવ્યું

અસ્મિતા ચલિહાને બુસાનન ઓંગબામરુંગફાન સામે 11-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી ડબલ્સ મેચમાં શ્રુતિ-પ્રિયાની જોડીને હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે સ્કોર 2-2 થઈ ગયો. આ પછી 16 વર્ષના અનમોલ ખરબે નિર્ણાયક મુકાબલામાં પોર્નપિચા ચોકીવોંગ સામે 21-14, 21-9થી જીત મેળવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું. અનમોલની વર્લ્ડ રેન્કિંગ 472 છે, જ્યારે ચોકીવોંગ 45માં સ્થાને છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ