બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Baba, showing himself as God by wearing chunddi, made many women victims of lust

ગાઝિયાબાદ / ચુંદડી ઓઢીને ખુદને ભગવાન બતાવતો બાબા, અનેક મહિલાઓને બનાવી હવસનો શિકાર... પ્રસાદી ખવડાવીને કરતો બળાત્કાર: યુટ્યુબથી થઈ ગયો હતો ફેમસ

Priyakant

Last Updated: 02:19 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ghaziabad News: ખુદને ભગવાન બતાવી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો પાખંડી બાબા, જો કોઈ મહિલા તેનો વિરોધ કરે તો તે તેને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી દેતો

  • ગાઝિયાબાદની પાખંડી બાબાની કામલીલા બહાર આવી 
  • મહિલાની ફરિયાદને આધારે પોલીસે કરી બાબાની ઘરપકડ 
  • પાખંડી બાબા પ્રસાદી આપીને મહિલા સાથે કરતો બળાત્કાર 

દેશમાં ફરી એકવાર ખુદને ભગવાન બતાવી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતા એક બાબાની ધરપકડ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પોતાને બાબા કહેતા 33 વર્ષીય વિનોદ કશ્યપ મહિલાઓને લલચાવતો હતો. પછી તે તેમની સાથે બળાત્કાર કરતો. જો કોઈ મહિલા તેનો વિરોધ કરે તો તે તેને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી દેતો હતો. એટલું જ નહીં આ બાબાની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. હજારો યુઝર્સ આ બાબાને ફોલો કરે છે.  

ગાઝિયાબાદની 3 થી 4 મહિલાઓએ દિલ્હીમાં રહેતા બાબા વિનોદ કશ્યપ વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાબા પર બળાત્કાર અને પૈસા માટે બ્લેકમેલ કરવાનો આરોપ છે. પોલીસે તરત જ બાબા સામે કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા માતા મસાની ચોકી દરબારના નામે પોતાનો આશ્રમ ચલાવતો હતો. કકરૌલા મોડની રહેવાસી એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી અને પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી. મહિલાએ જણાવ્યું કે, તે તેના પતિ સાથે બાબા મસાની પાસે ગઈ હતી. તેના ઘરમાં ઘણી મુશ્કેલી ચાલી રહી હતી. બાબાએ તેને દુઃખમાંથી બચાવવાના બહાને પોતાના વિશ્વાસમાં લીધા. આ પછી બાબાએ દીક્ષાના નામે 5 લાખ રૂપિયા માંગ્યા. મહિલાના કહેવા પ્રમાણે તેણે આટલા પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ પછી જ્યારે તેઓ એક દિવસ ફરીથી બાબા પાસે ગયા ત્યારે બાબાએ તેમને પ્રસાદ તરીકે નશો કરી દીધો. બાબાએ તેના પર બળાત્કાર કર્યો. હવે તેણે પૈસા માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું છે.

મહિલાઓએ દાગીના વેચીને બાબાને પૈસા આપ્યા
તપાસમાં સામે આવ્યું છે કે, બાબા મુખ્યત્વે ગામડાઓમાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે. તે ઘણીવાર ભાષણ પણ આપે છે. વંધ્યત્વથી લઈને કૌટુંબિક અને વૈવાહિક વિવાદો સુધીના મુદ્દાઓ ઉકેલવાના દાવા પણ કરે છે. મહિલાઓએ જણાવ્યું કે, તેમને તેમના ઘરેણાં વેચીને બાબાને પૈસા આપવા પડ્યા હતા. 

યુટ્યુબ પર 900 વીડિયો, 34 હજાર સબસ્ક્રાઇબર્સ
ફરિયાદીઓનું કહેવું છે કે, બાબાએ તેમના પરિવારના સભ્યોને તેમના ગેરકાયદેસર સંબંધ વિશે જણાવવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન બાબાએ જણાવ્યું કે તેની એક યુટ્યુબ ચેનલ છે જેના પર 900 થી વધુ વીડિયો અપલોડ કરવામાં આવે છે. લગભગ 34.8 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે.

25 હજાર રૂપિયામાં હોસ્પિટલમાં કરતો હતો કામ
DCP હર્ષ વર્ધને જણાવ્યું કે, વિનોદ કશ્યપે આધ્યાત્મિક બાબા બનીને દ્વારકામાં પોતાના બે માળના મકાનમાં દરબારનું આયોજન શરૂ કર્યું હતું. ઘણા વર્ષો પહેલા વિનોદ હોસ્પિટલમાં નોકરી કરતો હતો.વિનોદ ત્યાં 4-5 વર્ષ કામ કરતો હતો અને દર મહિને 25 હજાર રૂપિયા લેતો હતો. આ પછી તેણે અચાનક નોકરી છોડી દીધી અને આશ્રમ ખોલીને સેવા કરવાનું નક્કી કર્યું. તેમણે લોકોની અંગત અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ હોવાનો દાવો કરવાનું શરૂ કર્યું. તેણે લોકોને કહેવાનું શરૂ કર્યું કે તેને ભગવાનનો આશીર્વાદ મળ્યો છે. આ પછી તેના અનુયાયીઓ વધતા ગયા. બાબાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ