બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / ભારત / Ayodhya Ram Temple After 500 years Rajputs of more than 100 villages will tie turbans on their heads

Ayodhya Ram Mandir / અયોધ્યા રામ મંદિર: 500 વર્ષ બાદ માથે પઘડી બાંધશે 100થી વધુ ગામના રાજપૂતો, દીકરીઓના લગ્નમાં માંડવો પણ નહોતા નાંખતા

Megha

Last Updated: 01:36 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિર: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા વિરાજમાન થશે એ 115થી વધુ ગામોમાં વસતા સૂર્યવંશી રાજપૂતો માટે ખાસ અવસર રહેશે અને એમની 500 વર્ષની પ્રતિજ્ઞા પૂર્ણ થશે.

  • રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર લગભગ તૈયાર છે. 
  • એક સમાજ તેનું  500 વર્ષ જૂનું સપનું મંદિરમાં રામલલાની સ્થાપના બાદ પૂર્ણ થશે. 
  • પાંચસો વર્ષ પહેલા બાબરના સેનાપતિ મીર બાંકીએ રામ મંદિર તોડી નાખ્યું હતું.

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર લગભગ તૈયાર છે. 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને તે દિવસે અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ રહેશે. મોટી સંખ્યામાં લોકોએ રામ મંદિરને લઈને વિવિધ સંકલ્પો લીધા હતા, લાંબી રાહ પછી તેમના સપના સાકાર થશે. આવો જ એક સમાજ અયોધ્યામાં રહે છે, જેનું 500 વર્ષ જૂનું સપનું મંદિરમાં રામલલાની સ્થાપના બાદ પૂર્ણ થશે.

પાઘડી ન બાંધવાની તથા જૂતાં ન પહેરવાની લીધી હતી માનતા
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા વિરાજમાન થશે એ 115થી વધુ ગામોમાં વસતા સૂર્યવંશી રાજપૂતો માટે ખાસ અવસર રહેશે. 500 વર્ષની પ્રતિજ્ઞા પૂર્ણ થશે. વાસ્તવમાં સરરાસી ગામ અયોધ્યાથી લગભગ 15 કિલોમીટર દૂર છે. આ ગામમાં સૂર્યવંશી રાજપૂતોની સૌથી વધુ વસ્તી છે, આ લોકો લગભગ 500 વર્ષોથી ન તો ચામડાના ચંપલ પહેરે છે અને ન તો માથા પર પાઘડી પહેરે છે કે ન તો છત્રી રાખે છે. આ સિવાય લગ્નમાં મંડપ પણ નથી લગાવતા. ફક્ત અહીંના જ નહીં પરંતુ લગભગ 115 ગામોના સૂર્યવંશી રાજપૂતો તેનું પાલન કરી રહ્યા છે. રામલલાના દરબારમાં વિરાજમાન થશે ત્યારે તેઓ હોળી અને દિવાળી બંને એકસાથે ઉજવશે અને પાઘડી, છત્રી, ચંપલનો ઉપયોગ કરશે.

અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ, તો  દિલ્હીમાં પણ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન | Ayodhya Ram Mandir Pran  Pratishtha ...

મીર બાંકીએ 90 હજાર સૈનિકોના લોહીથી મસ્જિદ બનાવી હતી
સૂર્યવંશી રાજપૂતોના જણાવ્યા અનુસાર 'લગભગ પાંચસો વર્ષ પહેલા બાબરના સેનાપતિ મીર બાંકીએ પોતાની સાહી સેના સાથે આવીને રામ મંદિર તોડી નાખ્યું હતું. જ્યારે અમારા પૂર્વજ ઠાકુર ગજરાજ સિંહને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે માત્ર બે દિવસમાં 90 હજાર ક્ષત્રિયોને ભેગા કર્યા. બધાએ કુળદેવતા સૂર્ય ભગવાનના મંદિરમાં શપથ લીધા કે જ્યાં સુધી રામ મંદિરને તેમની પાસેથી આઝાદ નહીં કરાવીએ ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરે, પગમાં ચામડાના ચંપલ નહીં પહેરે. આ યુદ્ધ છ દિવસ સુધી ચાલ્યું જેમાં તમામ 90 હજાર લોકો શહીદ થયા હતા. તેમના લોહીથી પૃથ્વી લાલ થઈ ગઈ અને બાબરના સેનાપતિ મીર બાંકીએ એ લોહીની માટીથી મસ્જિદ બનાવી હતી.

વધુ વાંચો: સરયૂ નદી, ગણપતિ-હનુમાનજી..., રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ PM મોદીએ લોન્ચ કરી ટપાલ ટિકિટ

ત્યાંનાં સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે 'હવે જ્યારે ભગવાન ગર્ભગૃહમાં જશે, ત્યારે અમે માથા પર પાઘડી અને પગમાં પગરખાં પહેરીશું. તેમણે કહ્યું કે અમે પીએમ મોદીને વિનંતી કરીશું કે તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરે. 22 જાન્યુઆરી અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ