બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Tech & Auto / Auto Industry rate Goes Down in september also, passenger, commercial vehicles sales goes down

અર્થતંત્ર / ઓટો સેક્ટરની મંદીની સ્થિતિ કાયમ! તહેવારો છતાં ગાડીઓનું વેચાણ વધતું જ નથી

Bhushita

Last Updated: 12:45 PM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સીઝનમાં ખાસ કરીને એવી આશા રાખવામાં આવે છે કે ઓટો ઈન્ડસ્ટ્રીની મંદી દૂર થશે. પરંતુ હાલના આંકડા જોતાં લાગે છે કે ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદી કાયમ રહેશે.

  • તહેવારની સીઝનમાં પણ કારના વેચાણમાં થયો ઘટાડો
  • ડોમેસ્ટિક સેલ્સ 23.69 ટકા ઘટયું
  • પેસેન્જર વાહનોના વેચાણમાં 23.69 ટકાનો ઘટાડો થયો
  • વ્યાપારી વાહનોમાં 62.11 ટકાનો ઘટાડો થયો
  • સપ્ટેમ્બર મહિનામાં કુલ 2,23,317 પેસેન્જર વાહનો વેચાયા

છેલ્લા 2 મહિનાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશની આર્થિક સુસ્તીને દૂર કરવાને માટેનો સતત પ્રયાસ કરી રહી છે. તેના માટે સરકારની તરફથી કોર્પોરેટ ટેક્સમાં કપાત સહિત અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ સરકારની આ કોશિશ હોવા છતાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદીની સ્થિતિ કાયમ છે. 

સપ્ટેમ્બરમાં આટલું ઘટ્યું કાર અને વ્યાપારી વાહનોનું વેચાણ

ઓટોમોબાઈલ ઉત્પાદકોના સંગઠન સિયામે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં કારનું વેચાણ ફરી એકવાર ઘટ્યું છે. સિયામના આંકડા મુજબ, પેસેન્જર વાહનોના વેચાણમાં 23.69 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વ્યાપારી વાહનોમાં 62.11 ટકાનો ઘટાડો થયો છે.

શું કહે છે આંકડા?

સિયામના આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના ઉત્પાદનમાં લગભગ 19 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સ્થાનિક વેચાણમાં 23.69 ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ 2,23,317 પેસેન્જર વાહનો વેચાયા છે. જ્યારે 2,79,644 પેસેન્જર વાહનોનું નિર્માણ થયું છે.

પેસેન્જર્સ કાર

ગયા વર્ષે આ સમયગાળામાં આ સેગમેન્ટમાં ઉત્પાદિત 2,33,351 કારની તુલનામાં સપ્ટેમ્બરમાં પેસેન્જર કારનું ઉત્પાદન 1,80,779 યુનિટ્સ રહ્યું હતું. આ સંદર્ભમાં કહી શકાય કે 22.53 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ પેસેન્જર કારના ઘરેલુ વેચાણની દ્રષ્ટિએ સપ્ટેમ્બર 2019માં 1,31,281 કારનું વેચાણ કરવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં 1,97,124 કારનું વેચાણ થયું હતું. એટલે કે, પેસેન્જર કારના ઘરેલુ વેચાણમાં 33 ટકાનો ઘટાડો થયો છે.

પ્રતિકાત્મક ફોટો

યૂટિલિટી વ્હીકલ્સ

જો તમે સપ્ટેમ્બરમાં યુટિલિટી વાહનોના ઉત્પાદનની વાત કરો તો ત્યાં 2.45 ટકાના ઘટાડાથી 87 હજાર 127 થયા છે. જ્યારે આ જ સમયગાળામાં ગયા વર્ષે 89 હજાર 319 કારનું ઉત્પાદન કરાયું હતું.

વાન

આ સિવાય વાનનું ઉત્પાદન લગભગ 38 ટકા જેટલું નીચે આવી ગયું છે અને તે 11 હજાર 738 પર આવી ગયું છે. વાનના સ્થાનિક વેચાણની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 43 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પ્રતિકાત્મક ફોટો

થ્રી વ્હીલરની સ્થિતિ

થ્રી વ્હીલર્સ એટલે કે ઘરેલુ વેચાણના ઉત્પાદનની વાત કરીએ તો અનુક્રમે 1.15 ટકા અને 3.92 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, ટુ-વ્હીલર્સના ઉત્પાદનમાં લગભગ 18 ટકાનો ઘટાડો થયો છે. એ જ રીતે, ટુ-વ્હીલર્સના ઘરેલુ વેચાણમાં પણ 22.09 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આંકડા વધારી રહ્યા છે ટેન્શન

સિયામના આ આંકડાઓ એવા સમયે આવ્યા છે જ્યારે તહેવારની સીઝન ચાલી રહી છે. આ સીઝન ઓટો ઉદ્યોગ માટે એક વરદાન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોકો તહેવારોના પ્રસંગે કાર ખરીદવાનું શુભ માને છે. ભૂતકાળમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ અપેક્ષા કરી હતી કે ઉત્સવની સિઝનમાં ઓટો ઉદ્યોગ ધીમું થશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Sector Sales goes down September sale ઓટો સેક્ટર મંદી વેચાણ ઘટ્યું સપ્ટેમ્બરનું વેચાણ Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ