બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Australia : 16 thousand horses will be shot from helicopter for saving the natural enviornment system

ગજબ / 16 હજાર ઘોડાઓને ગોળી મારી દેવાશે! આ દેશની સરકારે લીધો અજીબો-ગરીબ નિર્ણય, પણ શું કારણે?

Vaidehi

Last Updated: 07:53 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑસ્ટ્રેલિયા સરકારે 16000 ઘોડાઓને ગોળીથી મારી નાખવાની અરજીને મંજૂરી આપી દીધી છે. વિશેષજ્ઞો અનુસાર બ્રુમ્બીઝ નામક આ ઘોડાની સંખ્યાઓ ઝડપથી વધી રહી છે જો તેને કંટ્રોલમાં ન કરવામાં આવ્યું તો આવનારા દશકામાં તેની સંખ્યા 50 હજારને પાર થઈ જશે.

  • ઑસ્ટ્રેલિયામાં 16 હજાર ઘોડાઓને મારવામાં આવશે
  • હેલિકોપ્ટરની મદદથી કરવામાં આવશે શૂટિંગ
  • જંગલી ઘોડાઓ વન્યજીવોને પહોંચાડી રહ્યાં છે નુક્સાન

ઑસ્ટ્રેલિયામાં જંગલી ઘોડાઓને હેલીકોપ્ટરથી ગોળી મારવામાં આવશે. આ નિર્ણય નેશનલ પાર્કમાં તેમની સંખ્યા ઘટાડવાનાં ઉદેશ્યથી લેવામાં આવ્યો છે. દક્ષિણપૂર્વી ઑસ્ટ્રેલિયાનાં કોસિયુઝ્કો નેશનલ પાર્કમાં 19000 જંગલી ઘોડાઓ છે જેમને બ્રુમ્બીઝનાં નામથી ઓળખવામાં આવે છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનાં અધિકારી 2027નાં મધ્ય સુધી આ ઘોડાની સંખ્યા ઘટાડીને 3000 કરવા ઈચ્છે છે તેથી ઘોડાને મારવાની અરજી પર મંજૂરી મળી છે.

દેશી પ્રાણીઓને પહોંચી રહ્યું છે નુક્સાન
ઘોડાની સંખ્યા ઘટાડવા માટે પાર્ખ અધિકારી પહેલાથી જ જંગલી ઘોડાઓને મારવા અથવા તો તેમને બીજે ક્યાંક લઈ જવાનો વિચાર કરી રહ્યાં હતાં પણ ન્યૂ સાઉથ વેલ્સનાં પર્યાવરણ મંત્રી પેની શાર્પે જણાવ્યું કે આ ઉપાય હવે પર્યાપ્ત નથી. મોટી સંખ્યામાં જંગલી ઘોડાઓથી પારિસ્થિતિકી તંત્રને મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે તો હવે આપણે એક્શન લેવું પડશે. છેલ્લાં 20 વર્ષોમાં જંગલી ઘોડાની આબાદી તેજીથી વધી છે જેના લીધે તે જળમાર્ગને પાર કરીને દેશી પ્રાણીઓનાં આવાસને નષ્ટ કરી રહ્યાં છે.

ઝડપથી વધી રહી છે સંખ્યા
NSW સરકારને ગતવર્ષે પ્રકાશિત આકંડાઓથી ખબર પડી કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલી ઘોડાની આબાદી 18814 સુધી હતી જે 2 વર્ષ પહેલાં 14380 હતી. 2016માં પાર્કમાં માત્ર 6000 જંગલી ઘોડાઓ હતાં. પર્યાવરણ સમૂહે કહ્યું કે જો યોગ્ય ઉપાય નહીં કરવામાં આવે તો આવનારા દશકામાં જંગલી ઘોડાની સંખ્યા 50000 થઈ જશે.

પર્યાવરણને નુક્સાન પહોંચાડે છે બ્રુમ્બી
બ્રુમ્બીઝ (જંગલી ઘોડા) જળમાર્ગ તેમજ ઝાડીઓને ખરાબ કરે છે અને નુક્સાન પહોંચાડે છે. આ દેશી વન્યજીવોને મારે છે જેમાં દેડકા, મોટા દાંતવાળા ઉંદર અને દુર્લભ આલ્પાઈન ઑર્કિડ પણ શામેલ છે. NSW સરકાર જંગલી ઘોડાની સંખ્યાને પ્રબંધિત કરવા માટે ગ્રાઉંડ શૂટિંગ, ટ્રેપિંગ અને રિહોમિંગ પર નિર્ભર છે પણ આ પૂરતું નથી. આ જ કારણોસર હવાઈ શૂટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ