બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Atiq Ashraf Murder Update All three attackers given contract to kill Rs 10 lakh each in advance lavlesh arun mohit atiq ahmed murder

સૌથી મોટો ખુલાસો / અતીકને મારવા માટે ત્રણેય હુમલાખોરોને આપવામાં આવી હતી સોપારી, એડવાન્સમાં મળ્યા હતા રૂ.10-10 લાખ

Pravin Joshi

Last Updated: 10:26 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કેસમાં એક નવી માહિતી સામે આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અતિક અને તેના ભાઈને મારવાનો હુમલાખોરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

  • અતીક અહેમદ  હત્યા કેસમાં નવો ખુલાસો થયો
  • અતીક અને તેના ભાઈને મારવા માટે આપી હતી સોપારી
  • ત્રણેય હુમલા ખોરોને મારવા માટે મળ્યો હતો કોન્ટ્રાક્ટ
  • હુમલા ખોરોએ એડવાન્સમાં લાધી હતા રૂ.10-10 લાખ

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કેસમાં એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાખોરોને બંનેને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અતીક અને અશરફની હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ અગાઉથી 10-10 લાખ રૂપિયા પણ લીધા હતા. સૂત્રએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓમાંથી એક મોહિત ઉર્ફે સની જેલમાં જ હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેને હત્યા કરવા માટે સોપારી આપવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે હેન્ડલરે ત્રણેયને પિસ્તોલ અને કારતુસ પણ આપ્યા હતા.

 

ત્રણેય હુમલાખોરો એકબીજાને પહેલાથી ઓળખતા હતા

અતીક અહેમદ અને અશરફની હત્યામાં લવલેશ તિવારી (બંદા), મોહિત ઉર્ફે સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રાત્રે જ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા અને ઘટનામાં વપરાયેલ હથિયારો કબજે કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય હુમલાખોરો એકબીજાને પહેલાથી ઓળખતા હતા. સની અને લવલેશ બંદા જેલમાં મળ્યા બાદમાં તેઓ મિત્રો બન્યા, જ્યારે સની અને અરુણ પહેલાથી જ મિત્રો હતા અને સનીએ જ લવલેશને અરુણ સાથે પરિચય કરાવ્યો હતો. અતીક અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી જ્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી.

અતીક અને અશરફને ગોળી મારનારની કુંડળી

આરોપી નંબર 1: લવલેશ તિવારી 

લવલેશ તિવારી જેણે અતિકને પ્રથમ ગોળી મારી હતી. તે બાંદાનો રહેવાસી છે અને તેની સામે ગુંડાગીરી અને મારપીટના 406 કેસ નોંધાયેલા છે. લવલેશના પિતા વ્યવસાયે ડ્રાઈવર છે અને તેમનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. તે 2 વર્ષ બાંદા જેલમાં પણ કેદ રહ્યો હતો.

આરોપી નંબર 2: અરુણ મૌર્ય 

રુણ મૌર્ય કાસગંજના સોરોના કાદરબારી ગામનો રહેવાસી છે. અરુણ સામે 3થી વધુ કેસ નોંધાયેલા છે. તે 2014-15ના GRP કોન્સ્ટેબલ મર્ડર કેસમાં પણ આરોપી છે. આ કેસમાં અરુણ મૌર્ય ઉર્ફે કાલિયા જેલમાં ગયો છે.

આરોપી નંબર 3: મોહિત ઉર્ફે સની 

સની હમીરપુરનો રહેવાસી છે અને શંકા છે કે તે કોઈ મોટી ગેંગ સાથે સંબંધિત છે. સની છ મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેણે 12 વર્ષ પહેલા ઘર છોડી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સની સુંદર ભાટી ગેંગ માટે પણ કામ કરી ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ