બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સંબંધ / At What Age and How to Introduce Sex Education to Children

બધા માતાપિતા જાણે / નહીં થાય તમારા બાળકોનું યૌન શૌષણ, બસ ખાલી આટલું શીખવાડી દેજો, બચી જશો મોટી પીડામાંથી

Hiralal

Last Updated: 06:10 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને યૌન શૌષણથી બચાવવાનો એક ઉપાય નાની ઉંમરે તેમને સેક્સ એજ્યુકેશનથી વાકેફ કરવા તે પણ છે વાત વિચિત્ર લાગે પણ છે ખૂબ કામની.

  • નાની ઉંમરે બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું જરુરી
  • 12 વર્ષ બાદ છોકરા-છોકરીઓ કામની દ્રષ્ટિએ બને છે પ્રોઢ
  • આવી સ્થિતિમાં તે ગમે તેવું પગલું ભરી શકે છે 

બાળકોનું યૌન શોષણ કરનારા મોટાભાગના લોકો નજીકના હોય છે અને તેથી તેમને નાનપણથી જ આ વિશે શીખવવામાં આવે તો અપ્રિય ઘટનાઓથી બચી શકાય છે. આ કામ અઘરું છે પણ જરૂરી પણ છે. ઘણી વખત બાળકો ટીવી પર કંઈક એવું જુએ છે જે તેમને સમજાતું નથી. જ્યારે તેઓ માતાપિતાને આ વિશે પૂછે છે, ત્યારે તેઓ ગોળ ગોળ જવાબ આપીને વાતને ટાળી દેતા હોય છે જેને પરિણામે કૂતુહલ રહી જતા બાળકો ખોટી રીતે માહિતી મેળવવાનું શરુ કરે છે આથી બાળકો સાથે થોડી તૈયારી સાથે જાતે વાત કરવી વધુ સારું રહેશે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક વસ્તુઓ બાળક 18 થી 24 મહિનાનું થાય ત્યારથી શરૂ કરવું જોઈએ. તેમને યોગ્ય શિક્ષણ આપીને, તમે તેમને ખોટું કરવાથી અને જાતીય શોષણથી બચાવી શકો છો.

 2થી 5 વર્ષના બાળકોને શું શીખવાડવું 
જ્યારે બાળક 2થી 5 વર્ષનું હોય ત્યારે તમારે તેને શરીરના અંગો અને સાચા-ખોટા વિશે શીખવવું જોઈએ. જેમ કે તેમને કહો કે તેમણે દરેકના ખોળામાં બેસવાની જરૂર નથી. પૂછ્યા વગર કોઈના શરીરને નહીં અડવાનું. કોઈને પણ તમારા શરીરના ભાગોને સ્પર્શવા નહીં દેવો. ખાસ કરીને કમરથી નીચેના શરીરને સ્પર્શ ન કરવાની તાલીમ આપો. તેમને કહો કે આ શરીરના ખાસ અંગો છે, તેમને હંમેશા બધાની સામે ઢાંકવા પડે છે. બાળકને કહો કે જો કોઈ તેમને આ રીતે અડે છે, તો તરત જ કહી દો.

5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આવી શીખામણ આપો 
5 વર્ષથી વધુ ઉંમરના બાળકો શાળા અથવા અન્ય કારણોસર નેટ અને મોબાઇલનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેઓ શું સર્ફિંગ કરી રહ્યા છે તેના પર ધ્યાન આપો. તેમને સમજાવો કે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ન બનાવો, ન તો તમારા ફોટા અને વિગતો કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરો. આ ઉંમરે તમે તેમને યૌન શોષણ વિશે થોડી ખુલીને જણાવી શકો છો. ધ્યાન રાખો કે બાળક ડરી ન જાય. હંમેશા તેમને એવો અહેસાસ કરાવો કે દરેક પરિસ્થિતિમાં તેમનો પરિવાર તેમની સાથે છે.

10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને શું કહેવું 
10 વર્ષથી વધુ ઉંમરના બાળકોની સામે તમે છાપામાં છપાયેલા સેક્સ ક્રાઈમના સમાચારો પર ચર્ચા કરી શકો છો, જેથી તેઓ સતર્ક રહે. ટીનેજર્સ એટલે કે 13થી 19 વર્ષના ટીનેજર્સને પ્રેગ્નન્સી, પીરિયડ્સ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, રિલેશનશિપ અને ફ્રેન્ડશિપ વિશે જાણકારી આપવી જોઈએ.

બાળકો કેવી રીતે પેદા થાય છે, તેવું બાળકો પૂછે તો શું કહેવું
સેક્સ વિશે વાત કરતી વખતે તમારી વાતને તથ્યપૂર્ણ અને સકારાત્મક રાખો. વધારે વિગતમાં ન જાઓ. તેમને કહો કે જો કોઈ મૂંઝવણ હોય, તો તેઓ ફરીથી પૂછી શકે છે. બાળકોના પ્રશ્નો પર શરમાશો નહીં કે હસશો નહીં. તેમને પ્રામાણિકતાથી જવાબ આપો. જો સમજાવવું મુશ્કેલ હોય તો બાળકોને સરળ ભાષામાં કહો પણ ખોટા જવાબો ન આપો. ઉદાહરણ તરીકે, જો બાળક પૂછે કે બાળકોનો જન્મ કેવી રીતે થાય છે, તો તમે પહેલા તેમને પૂછી શકો છો કે તેઓ શું વિચારે છે. આ પછી, તમે એક સરળ જવાબ આપી શકો છો કે માતાપિતા સાથે મળીને તેને બનાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ