બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / astro remedies on wednesday for good luck health wealth money

Budhwar Upay / બુધવારે કરેલો હળદરનો આ ઉપાય થશે વિશેષ લાભદાયી, ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા, આજમાવીને તો જુઓ

Bijal Vyas

Last Updated: 04:49 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે બુધવાર ભગવાન ગણેશનો પ્રિય દિવસ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપાયોથી પ્રસન્ન થઈને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

  • બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે
  • 2 ઓગસ્ટે રાત્રે 11.26 વાગ્યાથી પંચક શરૂ થશે
  • આર્થિક સ્થિતિ સારી રાખવા આ રીતે માતા લક્ષ્મીની પૂજા

Budhwar Ke Upay: હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવ અથવા દેવીને સમર્પિત છે. જેમ કે આ બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. કહેવાય છે કે બુધવાર ભગવાન ગણેશનો પ્રિય દિવસ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપાયોથી પ્રસન્ન થઈને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ જ્યોતિષ પાસેથી વિવિધ શુભ ફળ મેળવવા માટે તમારે બુધવારે કયા ઉપાય કરવા જોઈએ.

2 ઓગષ્ટથી શરુ થઇ રહ્યો છે પંચક 
2 ઓગસ્ટ અધિક શ્રાવણ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ અને બુધવાર છે. પ્રતિપદા તિથિ આજે રાત્રે 8.6 મિનિટ સુધી રહેશે. 2 ઓગસ્ટે બપોરે 2.33 વાગ્યા સુધી આયુષ્માન યોગ રહેશે, ત્યારબાદ સૌભાગ્ય યોગ થશે. આ સાથે શ્રવણ નક્ષત્ર 2 ઓગસ્ટે બપોરે 12.58 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર સ્થાપિત થશે. આ સિવાય 2 ઓગસ્ટે રાત્રે 11.26 વાગ્યાથી પંચક શરૂ થશે.

1. જો તમે તમારા જીવનમાં ઝડપથી પ્રગતિ કરવા માંગો છો, તો આ દિવસે સફેદ ફૂલવાળા છોડના મૂળમાં પાણી રેડવું. મંદિરમાં કપૂરની ડબ્બી પણ દાન કરો. આમ કરવાથી તમારા જીવનમાં પ્રગતિ તેજ ગતિથી આગળ વધશે.

બુધવારે આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા, આ ઝાડના પાન ચઢાવવાથી દૂર થશે  મુશ્કેલીઓ | budhwar ke upay do these upay on wednesday all wishes will be  fulfilled know more

2. જો તમે તમારા જીવનસાથીને સફળતા મેળવતા જોવા માંગો છો તો આ દિવસે ઘરમાં ચાંદીની વસ્તુ ખરીદો અને મંદિરમાં સ્થાપિત કરીને તેની પૂજા કરો. પૂજા કર્યા પછી આજે આખો દિવસ મંદિરમાં ચાંદીની તે વસ્તુ રહેવા દો. બીજા દિવસે સ્નાન વગેરે કર્યા પછી તમે તે ચાંદીની વસ્તુ મંદિરમાંથી ઉપાડી શકો છો અને તેને તમારી પાસે રાખી શકો છો અથવા તેનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા જીવનસાથીને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

3. જો તમે સમાજમાં તમારી એક અલગ ઓળખ બનાવવા માંગતા હોય અથવા અન્ય લોકોમાં તમારો દરજ્જો વધારવા માંગતા હોય તો આ દિવસે એક મુઠ્ઠી ચોખા અને થોડી સાકર કપડામાં બાંધીને મંદિરમાં દાન કરો. આમ કરવાથી સમાજમાં તમારી એક અલગ ઓળખ થશે.

4. જો તમે તમારા શબ્દોથી લોકોને પ્રભાવિત કરવા માંગતા હોય તો આ દિવસે અને રાત્રે તમારા તકિયા પાસે પાણીથી ભરેલું વાસણ રાખો. પછી સવારે ઉઠ્યા પછી તે પાણીને ઝાડ કે છોડના મૂળમાં નાખો. આમ કરવાથી લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.

5. જો તમે તમારા વિવાહિત જીવનને મધુરતાથી ભરવા માંગતા હોવ તો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે હળદરમાં થોડું ઘી મિક્સ કરીને ભગવાનના કપાળ પર તિલક લગાવો અને તેમની સામે ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી તમારું લગ્નજીવન મધુરતાથી ભરેલું રહેશે.

6. જો તમે તમારા વ્યવસાયમાં સતત અવરોધોથી પરેશાન છો અથવા જો તમને તેમાંથી પૈસા મળી રહ્યા નથી, તો આ દિવસે સ્નાન કર્યા પછી, મંદિરમાં જાઓ અને ગણેશજીને ચણાના લોટના બનેલા 21 લાડુ સાથે દુર્વા ચઢાવો. આમ કરવાથી તમને જલ્દી જ તેની અસર જોવા મળશે.

Tag | VTV Gujarati

7. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો ભંડાર છે, તો તમે તેના માટે ઘણા ઉપાયો કર્યા હશે, પરંતુ તમને કોઈ ફાયદો થયો નથી, તો તમારે આ દિવસે ગણેશજીની સફેદ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે.

8. જો તમે કોઈ ખાસ કામમાં તમારી સત્તા સ્થાપિત કરવા ઈચ્છો છો અને તમારી આર્થિક સ્થિતિ સારી રાખવા ઈચ્છો છો તો આ દિવસે મા લક્ષ્મીને કંકુંનું તિલક લગાવો અને શક્ય હોય તો દેવી માતાને કમળનું ફૂલ ચઢાવો. આ ઉપાયો કરવાથી તમે વિશેષ કાર્યોમાં તમારો અધિકાર જમાવી શકશો અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ