બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / Arvind Kejriwal lashed out at refugee protests outside the house

Citizenship Amendment Act / 'આ લોકોએ તો જેલમાં હોવું જોઇએ...', ઘર બહાર શરણાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ભડક્યાં અરવિંદ કેજરીવાલ

Priyakant

Last Updated: 02:46 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Citizenship Amendment Act Latest News: અરવિંદ કેજરીવાલે કહ્યું, આ પાકિસ્તાનીઓની હિંમત? સૌ પ્રથમ તેઓએ આપણા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી, આપણા દેશના કાયદા તોડ્યા, તેમને જેલમાં જવું જોઈતું હતું પણ....

Citizenship Amendment Act : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં આવ્યો છે. જોકે જ્યારથી આ કાયદો લાગુ થયો ત્યારથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. આ કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ શરણાર્થીઓએ ગુરુવારે કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે હવે દિલ્હીના મુખ્યમંત્રી ગુસ્સે થયા છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, આ પાકિસ્તાનીઓની હિંમત? સૌ પ્રથમ તેઓએ આપણા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી, આપણા દેશના કાયદા તોડ્યા, તેમને જેલમાં જવું જોઈતું હતું, શું તેમનામાં એટલી હિંમત છે કે તેઓ વિરોધ કરી રહ્યા છે અને આપણા દેશમાં હંગામો મચાવી રહ્યા છે? CAA આવ્યા બાદ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ દેશભરમાં ફેલાઈ જશે અને લોકોને પરેશાન કરશે. તેમને પોતાની વોટબેંક બનાવવાના સ્વાર્થમાં ભાજપ આખા દેશને મુશ્કેલીમાં ધકેલી રહી છે.

મહત્વનું છે એ, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે વિરોધની સાથે સાથે પડોશી દેશોમાંથી આવેલા આ શરણાર્થીઓ આજે કોંગ્રેસ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પણ CAAનો વિરોધ કરી રહી છે.

વાત જાણે એમ છે કે, સરકારે CAA લાગુ કર્યા પછી કેજરીવાલે આ કાયદા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, 'આ કાયદો લાગુ થયા પછી 1947 કરતા વધુ સ્થળાંતર થશે. તેમણે કહ્યું હતું કે, આ કાયદાના અમલથી પાકિસ્તાનના લોકો ભારત આવશે, કેટલા સુરક્ષિત રહેશે. ચોરી, બળાત્કાર, લૂંટ અને રમખાણો વધશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો તમારા ઘરની નજીક આવીને ઝૂંપડપટ્ટી બાંધે તો તમને તે ગમશે?

વધુ વાંચો: આવતીકાલે લોકસભા સાથે વિધાનસભા ચૂંટણીનું પણ એલાન, આ 4 રાજ્યોની તારીખો કરાશે જાહેર

કેજરીવાલ પોતાનો પિત્તો ગુમાવી ચૂક્યા છેઃ અમિત શાહ
અરવિંદ કેજરીવાલ દ્વારા CAA અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવવા પર ગૃહ પ્રધાન અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દિલ્હીના સીએમ તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા પછી તેમનો પિત્તો  ગુમાવી બેઠા છે. શાહે વધુમાં કહ્યું હતું કે, કેજરીવાલને કદાચ ખબર નથી કે આ બધા લોકો ભારત આવ્યા છે, ભારતમાં રહી રહ્યા છે, તેમને અધિકારો જ મળ્યા નથી. તેમને તે અધિકાર આપવો પડશે. શાહે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં 2014 સુધી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવી પડશે. જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા? રોહિંગ્યાઓ મુસ્લિમોનો વિરોધ કેમ નથી કરતા? તેઓ આમ કરતા નથી કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ