બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Along with the Lok Sabha tomorrow, the assembly elections of these 4 states will also be announced
Last Updated: 02:22 PM, 15 March 2024
Lok Sabha Election : લોકસભા ચૂંટણીની તારીખને લઈ આવતીકાલે ચુંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ તરફ હવે લોકસભા ચૂંટણીની સાથે-સાથે દેશના 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાનાર છે અને આ વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો આવતીકાલે જ જાહેર કરવામાં આવી શકે છે. આવતીકાલે ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે અને જણાવશે કે, લોકસભા ચૂંટણી માટે કયા દિવસે અને ક્યાં મતદાન થશે.
ADVERTISEMENT
Press Conference by the Election Commission to announce the schedule for General Elections 2024 & some State Assemblies will be held at 3 pm tomorrow, 16th March. It will be live streamed on the social media platforms of the ECI: ECI pic.twitter.com/JVGGQfMYgw
— ANI (@ANI) March 15, 2024
ADVERTISEMENT
કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે લોકસભા ચૂંટણી ઉપરાંત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, અગાઉ પણ આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી યોજાઈ ચૂકી છે. અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપે તમામ સીટો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. અત્યારે ઓડિશામાં બીજુ જનતા દળ સત્તા પર છે. તેના પ્રમુખ નવીન પટનાયક બે દાયકાથી વધુ સમયથી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસના નેતા જગન મોહન રેડ્ડી મુખ્યમંત્રી છે. રાજ્યના પુનર્ગઠનથી તેઓ રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના પિતા વાયએસઆર રેડ્ડી પણ અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
વધુ વાંચો: આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ
ADVERTISEMENT
આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખો
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, કદાચ ત્યાં લોકસભાની સાથે ચૂંટણી પણ યોજવી જોઈએ. પરંતુ ચૂંટણી પંચના સૂત્રો આ વાતને નકારી રહ્યા છે. પંચના સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે ચૂંટણી યોજાશે નહીં. પરંતુ જો સ્થિતિ સારી રહેશે તો મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની સાથે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ત્યાં પણ મતદાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ જ્યારે ચૂંટણી પંચનું પ્રતિનિધિમંડળ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યું હતું ત્યારે ઘણા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ત્યાં પંચને મળ્યા હતા. આ દરમિયાન તેમણે માંગણી કરી હતી કે, લોકસભા ચૂંટણીની સાથે અહીં પણ ચૂંટણી યોજવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.