બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Are BJP workers really 'happy' with this pattern of giving tickets in local body elections?
ADVERTISEMENT
ગઈ કાલે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કુલ ૧૪૨ કોર્પોરેટર પૈકી ૧૦૬ કોર્પોરેટરને ઘેર બેસાડી દીધા છે. માત્ર અને માત્ર ૩૬ કોર્પોરેટરને ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કોઈક કિસ્સામાં પરિવારવાદ જોવા મળ્યો છે, પરંતુ મોટા ભાગે નવા ચહેરા પસંદ થયા છે. પાટીલ ભાઉનાં આક્રમક અભિગમથી ૭૫ ટકા સીટિંગ કોર્પોરેટર કપાતાં ભાજપની છાવણીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બીજા અર્થમાં 'કાર્યકર ખુશ હુઆ' તેવું પહેલી નજરે દેખાઈ રહ્યું છે.

ADVERTISEMENT
સતત 15 વર્ષથી ભાજપ જીતતું આવ્યું છે
છેક ૨૦૦૫થી એટલે કે સતત ૧૫ વર્ષથી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ જીતતો આવ્યો છે. આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં પણ ભાજપની જીતની શક્યતા વધુ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રજામાં એન્ટિઇન્કમ્બન્સી તો છે જ, પરંતુ મજબૂત વિરોધ પક્ષના અભાવે 'કમળ' માટે સતત ચોથી ટર્મ માટે વિજયની તક ઊભી થઈ હોવાનું રાજકીય વર્તુળો માની રહ્યાં છે. એટલે સ્વાભાવિકપણે ભાજપના સીટિંગ કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો તેમજ કાર્યકરોમાં ટિકિટ મેળવવા માટે ભારે સ્પર્ધા હતી.
ADVERTISEMENT
જોકે ટિકિટ માટેની હુંસાતુંસીના માહોલમાં સી. આર. પાટીલના નવા માપદંડથી અનેક દાવેદારોમાં અજંપો દેખાઈ રહ્યો છે. જોકે ગઈ કાલની યાદીમાં પણ હાઈકમાન્ડે 'નવી દિશા, નવું લોહી અને નવું નેતૃત્વ'ને ઉમળકાભેર વધાવ્યું હોવાનું આંખે ઊડીને વળગી આવ્યું છે. 'સમભાવ મેટ્રો'એ પણ ગત તા. ૪ ફેબ્રુઆરીએ એટલે કે ભાજપની યાદી જાહેર થાય તેના બે દિવસ પહેલાં ૬૫ ટકા કોર્પોરેટર કપાશે તેવો અહેવાલ પ્રસિદ્ધ કરતા સીટિંગ કોર્પોરેટરો હબક ખાઈ ગયા હતા, તો અનેક ટિકિટવાંછું કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. હવે ધારણા મુજબ મ્યુનિ. કોર્પોરેશનના ઇતિહાસમાં હાઈકમાન્ડે એસિડિક પ્રયોગ કર્યો છે.
10 વોર્ડમાં આખેઆખી પેનલ બદલાઈ ગઈ છે
ADVERTISEMENT
બોડકદેવ વોર્ડ સિવાય તમામ વોર્ડમાં જબ્બર ફેરફાર કરાયા છે. ૧૦ વોર્ડમાં તો આખેઆખી પેનલ બદલાઈ છે. જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અતુલ પટેલના દીકરા મૌલિક પટેલને ટિકિટ અપાતાં આશ્ચર્ય પણ ફેલાયું છે, કેમ કે પૂર્વ મેયર અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જેવા દમદારોની દીકરાને ટિકિટ આપવાની માગણીને ફગાવાઈ છે.
અગાઉ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મોડી રાતના બે-ત્રણ વાગ્યા સુધી ચાલતી હતી, જે આ વખતે કલાકોમાં આટોપાઈ જતાં પ્રદેશ પ્રમુખનો મેન્ડેટ સર્વોપરી રહેવાની પણ ચર્ચા ઊઠી છે. જોકે અમુક બેઠકના ઉમેદવારમાં ઊંડાણપૂર્વક ચર્ચા નહીં કરવાથી યોગ્યતા વગરના ઉમેદવાર કેમ પસંદ થયા અને અન્ય ઉમેદવાર કેમ રહી ગયા તેવા પ્રશ્નો હવે રહી રહીને ઊઠી પણ રહ્યા છે.
બીજી તરફ ૪૭ પાટીદારને ટિકિટ અપાઈ હોવા છતાં પાટીદાર સમાજમાં અસંતોષ ફેલાયો છે.
ADVERTISEMENT

લેઉઆ પટેલ, કડવા પટેલ અને ઝાલાવાડી પટેલના પાટીદાર યુદ્ધમાં પૂર્વ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યોએ ૨૦૨૨માં વિધાનસભાની બેઠક સલામત કરવા તેમના માનીતાને ટિકિટ અપાવી છે. પરિણામે એક સંસદ સભ્યના બે ખાસમખાસ કપાયા હોઈ આ બાબત ચર્ચાસ્પદ બની છે. પશ્ચિમ વિસ્તારના એક ધારાસભ્યે પણ પૂર્વ મેયરના વોર્ડમાં પસંદગીની વ્યક્તિઓને ટિકિટ આપીને તેમનો કક્કો ખરો કરાવ્યો છે.
ADVERTISEMENT
સીટિંગ કોર્પોરેટરોમાં છે નારાજગી
મોટા પાયે સીટિંગ કોર્પોરેટરો કપાતા સ્વાભાવિકપણે અનેક સીટિંગ કોર્પોરેટર ગુસ્સાથી ઊકળી ઊઠ્યા છે. ખોખરા સહિત પૂર્વના વોર્ડમાં સત્તાવાર ઉમેદવારોના સ્વાગતમાં આ બાબત નજરે ચઢી હતી. જોકે કેટલાક હોદ્દેદારને સાચવી પણ લેવાતા કપાયેલા કોર્પોરેટરોનો અસંતોષ વધુ વ્યાપક બન્યો છે. રામોલ-હાથીજણમાં એક હોદ્દેદારની પત્ની તો હાટકેશ્વર વોર્ડમાં પણ એક હોદ્દેદારની પત્નીને ટિકિટની લોટરી લાગી છે.
જોકે ટિકિટ ફાળવણીના મામલે અસંતોષી જૂના કે સીટિંગ કોર્પોરેટર અન્ય કોઈ પક્ષમાં જઈને કે અપક્ષ તરીકે ચૂંટણી લડવાના બદલે ચૂંટણીના સમયે નિષ્ક્રિય રહીને ભાજપને હરાવવાનો પ્રયાસ કરે તેવી શક્યતા વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.