બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Tech & Auto / ટેક અને ઓટો / Appleની iPhone 16 સિરીઝ લોન્ચ; જોરદાર પ્રોસેસર, Apple Intelligence, જાણો તમામ ફીચર્સ
Last Updated: 01:05 AM, 10 September 2024
એપલે આજે તેના iPhone 16 સિરિઝના ચાર ફોન iPhone 16, iPhone 16 પ્લસ અને iPhone 16 pro અને 16 pro max ફોન લોન્ચ કર્યા. iPhone 16 ની ડિસ્પ્લે સાઈઝ 6.1 ઈંચ અને 16 Plusની ડિસ્પ્લે સાઈઝ 6.7 ઈંચ છે. iPhone 16ની કિંમત 799 ડોલર છે. આઇફોન 16 પ્લસની કિંમત 899 ડોલર છે.
ADVERTISEMENT
iPhone 16માં A18 ચિપ હશે, તેને 5 કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. .
ADVERTISEMENT
iPhone 16 માં એક નવું બટન ઉમેરવામાં આવ્યું છે. આનો ઉપયોગ કેમેરાને સક્રિય કરવા માટે કરવામાં આવશે. આ વખતે કંપનીએ પહેલા કરતા થોડો અલગ કેમેરા પ્લેસમેન્ટ આપ્યો છે, પરંતુ કંપનીએ આ પહેલા પણ આ ડિઝાઇનનો ફોન લોન્ચ કર્યો છે જેમાં સમાન કેમેરા પ્લેસમેન્ટ આપવામાં આવ્યા છે. iPhone 16 માં 12MP અલ્ટ્રાવાઇડ લેન્સ છે
આ વખતે કંપનીએ નોન-પ્રો iPhoneમાં પણ નવું પ્રોસેસર આપ્યું છે. ગત વખતે કંપનીએ નોન-પ્રો iPhone મોડલમાં જૂનું પ્રોસેસર આપ્યું હતું. આ વખતે iPhone 16માં 3 નેનોમીટર આર્કિટેક્ચર સાથે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે જેમાં 6 કોર છે.
iPhone 16 સીરીઝની સાથે એપલ ઇન્ટેલિજન્સ પણ આપવામાં આવ્યું છે. આ એક પ્રકારે આપના માટે પર્સનલ એડવાન્સ્ડ AI એસિસ્ટેન્ટનું કામ કરશે.. આને કંપનીએ નવા આઇફોનના બીજા અનેક ફિચર્સમાં ઇન્ટિગ્રેટ કર્યો છે. ગેલેરી, ઇમેલ થી લઇને ચેટ મેસેજ સુધીમાં આપ એપલ ઇન્ટેલિજન્સ યુઝ કરી શકો છો. નોટિફિકેશનને પણ એપલ ઇન્ટેલિજન્સ પોતાની મેળે સમરાઇઝ કરશે. એપલ ઇન્ટેલિજન્સને કંપનીએ Siriમાં ઇન્ટિગ્રેટ કરી દીધો છે. હોમ પેઇઝ ઉપરજ આપ સિરિ સાથે કોમ્યુનિકેટ કરી શકશો
કંપનીએ એ નથી જણાવ્યું કે કેટલી મોટી બેટરી છે.. અને પાવર કેટલો છે. બસ એટલુંજ કહેવામાં આવ્યું છે કે તેમાં મોટી બેટરી છે. અને iOS 18 અને A19 ચિપસેટ સાથે તેમાં વધારે બેટરી બેક અપ મળશે
iPhone 16 Pro
iPhone 16 Pro અને iPhone 16 Pro Max માં A18 Pro ચિપસેટ આપવામાં આવ્યો છે. આ પ્રોસેસર 3nm આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ પાવરફુલ છે. તેમાં 16-કોર ન્યુરલ એન્જિન છે, જે પ્રતિ સેકંડમાં 35 ટ્રિલિયન ઓપરેશન પરફોર્મ કરી શકે છે. A17 Pro સાથેની સરખામણીએ, આ ઘણું જ ફાસ્ટ છે. તેમાં 6-કોર GPU છે, જે અગાઉના પ્રોસેસર કરતા ઘણું ઝડપી છે. તેમાં 2 પરફોર્મન્સ કોર્સ અને 4 ઇફિશિઅન્સી કોર્સ આપવામાં આવ્યા છે. આ A17 Pro કરતા 15% વધુ ઝડપથી કામ કરે છે. કંપનીએ જણાવ્યું છે કે આ સ્માર્ટફોન માટે અત્યાર સુધીનો સૌથી ઝડપી પ્રોસેસર છે. તેમાં એડવાન્સ્ડ મીડિયા ફીચર અને પ્રો મોશન ડિસ્પ્લે સપોર્ટ સાથે પ્રો રેજ વિડીયો સપોર્ટ પણ છે.
iPhone 16 Proમાં 5X ટેલિફોટો કેમેરા, સમર્પિત કેમેરા બટન અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ છે, iPhone 16 Proમાં 48 મેગાપિક્સલનો ફ્યુઝન કેમેરા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.