બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / Aoora sings Raghupati Raghava Raja Rama Video ayodhyarammandir pranpratishtha ayodhya

Video / કોરિયન સિંગરને ચઢ્યો રામની ભક્તિનો રંગ, Aoora એ ગાયું રઘુપતિ રાઘવ રાજા રામ

Pravin Joshi

Last Updated: 02:01 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ખૂણે-ખૂણે લોકો ભગવાન રામનું ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યા છે. બધા રામ ભક્તો રામ લાલાની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે કોરિયન સિંગર Aooraએ તેમના અવાજમાં ભગવાન રામને એક ગીત સમર્પિત કર્યું છે.

  • અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
  • આજે ભારતના દરેક ઘરમાં માત્ર જય શ્રી રામના નારા જ ગુંજી રહ્યા છે
  • કોરિયન સિંગર Aooraએ ભગવાન રામને એક ગીત સમર્પિત કર્યું 

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં  સાધુ સંતો, બોલિવૂડ સ્ટાર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ રામ મંદિર પરિસર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે ભારતના દરેક ઘરમાં માત્ર જય શ્રી રામના નારા જ ગુંજી રહ્યા છે. માત્ર અયોધ્યા શહેરમાં જ નહીં પરંતુ દેશના ખૂણે-ખૂણે લોકો ભગવાન રામનું ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યા છે. બધા રામ ભક્તો રામ લાલાની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે કોરિયન સિંગર Aooraએ તેમના અવાજમાં ભગવાન રામને એક ગીત સમર્પિત કર્યું છે.

 

 Aoora એ ભગવાન રામ માટે ગીત ગાયું હતું

કે-પોપ સિંગર  Aooraએ બિગ બોસ 17માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. પરંતુ બિગ બોસ સાથેની તેની સફર થોડા અઠવાડિયા પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભલે Aoora બિગ બોસના ફિનાલેની રેસમાંથી બહાર થયા હોય, પરંતુ તેની 'આભા' આજે પણ દરેક જગ્યાએ અકબંધ છે. તેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. હવે કે-પૉપ સિંગરે રામ લલા માટે ગીત ગાઈને તેના ચાહકોના દિલને ખુશ કરી દીધા છે. પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર  Aoora એ તેના અવાજમાં ભગવાન રામ અને યુપી ટુરીઝમને સમર્પિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો છે. મ્યુઝિક વીડિયોનું શીર્ષક 'રઘુપતિ રાઘવ રાજા રામ' છે. વીડિયોમાં  Aoora કપાળ પર તિલક લગાવેલી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા છે. તેઓ ખૂબ જ ઉર્જા અને ભક્તિ સાથે ભગવાન રામના ગીત ગાતા જોવા મળ્યા હતા.  Aoora એ રામ લાલાના નામનો જાપ એવી રીતે કર્યો કે સાંભળનારા તેમના અવાજના પ્રશંસક બની જાય.

 

વધુ વાંચો : પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામ આપ્યા સાક્ષાત દર્શન, ઐતિહાસિક ક્ષણ ચૂકી ગયા હોય તો જોઈ લો આ વીડિયો

અયોધ્યાનું દક્ષિણ કોરિયા સાથે જોડાણ

ઈન્સ્ટાગ્રામ પર મ્યુઝિક વીડિયો શેર કરતી વખતે  Aoora એ લખ્યું - દક્ષિણ કોરિયા અયોધ્યા સાથે ઊંડો અને ઐતિહાસિક બોન્ડ શેર કરે છે. અયોધ્યામાં ઉજવણીનો માહોલ છે. એટલા માટે હું આ ગીત યુપી ટુરીઝમને પ્રેમ અને સન્માન સાથે સમર્પિત કરવા માંગુ છું. ભારતીય સંસ્કૃતિએ મને ભારત સાથે જોડાવાની તક આપી છે. તેણે આગળ લખ્યું- જ્યારે હું આ ગીત ગાતી વખતે મેં મારી જાતને ભક્તિમાં ડૂબેલી જોઈ. ચોક્કસ તમે પણ એવું જ અનુભવો છો. કે-પૉપ સિંગરને રામની ભક્તિમાં ડૂબેલી આ ગીતને ગાતા જોઈને ભક્તોના દિલ ખુશ થઈ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ