અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર આમ તો મીડિયા સાથે ઓછી વાત કરે છે. પરંતુ તાજેતરમાં જ અંશુલાએ મીડિયા સાથે વાત કરતા પોતાના ભાઇ અર્જુન કપૂરના મલાઇકા સાથેના રિલેશન માટે વાત કહી છે. અંશુલાએ અર્જુન ઉપરાંત પરિવારના બીજા લોકો સાથે પોતાના સંબંધ માટે ઘણી રસપ્રદ વાતો કરી છે.
એક મીડિયામાં આપેલા ઇન્ટરવ્યૂમાં અંશુલાએ કહ્યું કે, 'હું મારા પરિવારની એવી મેમ્બર છું જે આઉટિંગ પર મીડિયાને જોઇને મારું મોઢું છુપાવી લઉં છું.'
અંશુલાએ એવું પણ જણાવ્યું કે અર્જુન કપૂર અને એ એકબીજાની ડેટિંગ લાઇફ માટે ક્યારેય વાત કરતા નથી. મલાઇકા સાથે અર્જુન કપૂરના સંબંધ માટે વાત કરતા અંશુલાએ કહ્યું, 'એ મારાથી 6 વર્ષ મોટા છે. અમે એકબીજની ડેટિંગ લાઇફ માટે વાત કરતા નથી. અમારા માટે આ ખૂબ જ ઓકવર્ડ હોય છે.'
ભાઇ અર્જુન સાથે પોતાના સંબંધ માટે વાત કરતાં અંશુલાએ કહ્યું, 'ભાઇથી વધારે એ મારા માટે પેરેન્ટ્સની જેમ છે. ક્યારેક હું એક મા ની જેમ એમનું ધ્યાન રાખુ છું તો ક્યારેક એ મારું ધ્યાન રાખે છે.'
તો બીજી બાજુ જાહ્નવી અને ખુશી કપૂરની સાથે પોતાના સંબધ માટે વાત કરતાં અંશુલાએ જણાવ્યું, 'અમારા રિલેશન એક બીજાની સાથે એવા જ છે જેવા બીજી બહેનોની વચ્ચે હોય છે. અમે એકબીજા સાથે ફિલ્મો જોવા જઇએ છીએ, ડિનર પર જઇએ છીએ તો ક્યારેક એકબીજાના ઘરે જઇને મસ્તી કરીએ છીએ. જો અમે વ્યસ્ત હોઇએ તો એકબીજા સાથે મેસેજથી વાત કરી લઇએ છીએ. આ જ પ્રેમ અમને એકબીજા સાથે જોડીને રાખે છે.'
પિતા બોની કપૂર માટે વાત કરતા અંશુલાએ જણાવ્યું કે તેઓ દરેક ચીજને લઇને ખૂબ જ પર્ટિક્યુલર છે. અંશુલાએ કહ્યું કે જ્યારે અમે ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં કોઇ ફોટો શેર કરે છે તો એ બેકગ્રાઉન્ડમાં પડદા સુધી ધ્યાન આપે છે કે એ સાચી જગ્યાએ કેમ નથી. એમને દરેક ચીજ પરફેક્ટ જોઇએ છીએ.
નોંધનીય છે કે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે તાજેતરમાં જ ફિલ્મી સ્ટાર્સ સાથે તેમના ફેન્સને વાત કરવાનો અનોખો મોકો આપી રહી છે. અંશુલા કોલંબિયા યૂનિવર્સિટીના બાર્નાર્ડ કોલેજથી અરબન સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરીને પરત ફરી છે અને પોતાનું સ્ટાર્ટઅપ એને અભિનેતાઓને એના ફેન્સને સીધા જોડવા શરૂ કર્યું છે.