બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Another Indian student lost his life in America

ચિંતાજનક / અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, છેલ્લા ત્રણ મહિનામાં 10ના મોત

Priyakant

Last Updated: 11:21 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America News : 2024ની શરૂઆતથી છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય અથવા ભારતીય મૂળના વિદ્યાર્થી 10 મોત, ઓહાયો સ્ટેટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

America News : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન ઓહાયો સ્ટેટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. 2024 ની શરૂઆતથી છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય અથવા ભારતીય મૂળના વિદ્યાર્થીનું આ 10મું મૃત્યુ હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, 'ઓહાયોના ક્લેવલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થી શ્રી ઉમા સત્ય સાઈ ગડ્ડેના કમનસીબ નિધનથી ખૂબ જ દુઃખી છું.' પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ તપાસ ચાલી રહી છે અને મૃતદેહને ભારત મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દૂતાવાસે કહ્યું કે, તે ભારતમાં પરિવારના સંપર્કમાં છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્રી ઉમા ગડ્ડેના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવા સહિત તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, તાજેતરના અઠવાડિયામાં અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનાઓ વધી છે અને તેથી જ ભારત અને ભારતીય અમેરિકન સમુદાયમાં ચિંતા વધી છે. આ પહેલા અમેરિકાના જ્યોર્જિયામાં 25 વર્ષના વિવેક સૈનીની ડ્રગ એડિક્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્યારે 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગર ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શ્રેયસ ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો.

વધુ વાંચો: દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોની ચોરી, CBI ની રેડમાં થયો ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડનો પર્દાફાશ

આ સિવાય નીલ આચાર્ય પરડ્યુ યુનિવર્સિટી કેમ્પસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. નીલ આચાર્યની માતાએ તેમને ગુમ થયાની જાણ કરી હતી જેના થોડા દિવસો પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન મૂળના અકુલ ધવનનો મૃતદેહ ઇલિનોઇસ યુનિવર્સિટીની બહારથી મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન સ્ટુડન્ટ સમીર કામથનો મૃતદેહ પ્રાકૃતિક સંરક્ષકમાંથી મળી આવ્યો હતો. કામથ પરડ્યુ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં PHD કરી રહ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ