બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Andhra Pradesh CM Jagan Mohan Reddy pelted with stones during road show, forehead injured

BIG NEWS / Z + સિક્યુરીટીમાં ગાબડું ! રોડ શોમાં મુખ્યમંત્રી પર પથ્થરમારો, માથાના ભાગે ઈજા

Pravin Joshi

Last Updated: 10:34 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ જગનની બાજુમાં ઉભેલા ધારાસભ્ય વેલ્લમપલ્લીને ડાબી આંખમાં ઈજા થઈ હતી. બસમાં જ ડોક્ટરોએ સીએમ જગનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. પ્રાથમિક સારવાર બાદ સીએમ જગને પોતાની બસ યાત્રા ચાલુ રાખી.

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. વિજયવાડામાં "મેમંથા સિદ્ધમ" બસ પ્રવાસ દરમિયાન સીએમ જગન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ જગન પર પથ્થરમારો થયો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે સીએમ જગનની બાજુમાં ઉભેલા ધારાસભ્ય વેલમપલ્લીને ડાબી આંખમાં ઈજા થઈ હતી. બસમાં જ ડોક્ટરોએ સીએમ જગનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. પ્રાથમિક સારવાર બાદ સીએમ જગને પોતાની બસ યાત્રા ચાલુ રાખી.

પ્રાથમિક સારવાર પછી પ્રવાસ ચાલુ રાખ્યો

મળતી માહિતી મુજબ સીએમ જગન શનિવારે વિજયવાડાના સિંહનગરમાં રોડ શો કરી રહ્યા હતા. તેઓ અહીં "મેમંથા સિદ્ધમ" બસ પ્રવાસ માટે આવ્યા છે. તે બસમાં લોકો તરફથી શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા હતા. કાફલો વિવેકાનંદ સ્કૂલ સેન્ટરમાં હતો અને અહીં જ સીએમ જગન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પથ્થર તેની ભમર ઉપર તેના માથા પર વાગ્યો હતો. જેના કારણે તેને ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું. આ પછી તરત જ તેને બસમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. પ્રાથમિક સારવાર બાદ મુખ્યમંત્રીએ ફરીથી લોકોને શુભેચ્છા પાઠવી બસની મુસાફરી ચાલુ રાખી. પથ્થરમારા દરમિયાન સીએમ જગનની બાજુમાં ઉભેલા ધારાસભ્ય વેલમપલ્લીને તેમની ડાબી આંખમાં ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી. બીજી તરફ YSRCP નેતાઓએ આ હુમલાનો આરોપ TDP પર લગાવ્યો છે.

વધુ વાંચો : કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 નામો કર્યા જાહેર, મોઢવાડિયા સામે ઓડેદરાનો જંગ, જુઓ લિસ્ટ

આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં ચૂંટણી

આંધ્ર પ્રદેશમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે, જે ચોથા તબક્કા (મે 13) માં યોજાશે, જેમાં અરાકુ, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, અમલાપુરમ, રાજમુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, માછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસરાઓપેટ, બાપટલા, ઓંગોલ, નંદ્યાલ, કુર્નૂલ, અનંતપુર, હિન્દુપુર, કુડ્ડાપાહ, નેલ્લોર, તિરુપતિ (આરક્ષિત), રાજમપેટ અને ચિત્તૂરની બેઠકોનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AndhraPradesh CMJaganMohanReddy Injured Roadshow stones Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ