બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / An excellent teacher who became like a mother and instilled in the children

શિક્ષક દિન / એક શ્રેષ્ઠ શિક્ષક જેમને માતા સમાન બની બાળકોમાં કર્યું સિંચન, ડ્ર્રોપ આઉટ રેશિયો ઘટાડવા, સેનિટરી પેડ મશીન ઇન્સટોલેશન માટે સરાહનીય કામ

Vishal Khamar

Last Updated: 03:16 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સરોજિની નાયડું ગર્લ્સ હાઈ. નાં પ્રિન્સિપા, ર્ડા. સોનલબેન ફળદુને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ‘‘શ્રેષ્ઠ શિક્ષક" નો એવોર્ડ 2021 માં એનાયત કરવામાં આવ્યો હતો. તેઓએ બે દાયકામાં વિવિધ કામગીરી સાથે અનેક એવોર્ડ જીત્યા છે. જેમાં  "બેસ્ટ પ્રિન્સિપાલ" અને  "ઉમા નારી રત્ન પુરસ્કાર"નો સમાવેશ થાય છે.

  • રાજકોટનાં આચાર્યને ‘‘શ્રેષ્ઠ શિક્ષક" નો એવોર્ડ એનાયત કરાયો હતો
  • સરોજિની નાયડું ગર્લ્સ હાઈ. નાં પ્રિન્સિપાલ ર્ડા. સોનલબેન ફળદુને એવોર્ડ મળ્યો હતો
  • ર્ડા. સોનલબેન બે દાયકામાં વિવિધ કામગીરી સાથે અનેક એવોર્ડ જીત્યા

સમય સાથે બદલાતી પેઢીઓમાં વિચારોનું સિંચન કરનાર અને સામાન્યમાંથી વિશેષ વ્યક્તિત્વનુ સર્જન કરનારા વ્યક્તિ એટલે શિક્ષકો. રાજ્ય સરકાર દ્વારા આવા અનેક શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ અને તેમની સુપેરી કામગીરી માટે ‘‘શ્રેષ્ઠ શિક્ષક" નો એવોર્ડ શિક્ષક દિનના પ સપ્ટેમ્બર એટલે કે આજે આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ રાજકોટની શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં ડો.સોનલબેન ફળદુને મળેલ છે. 

રાજકોટમાં ચૈતન્ય બાલ વિકાસ કેન્દ્રોનું પણ શુભારંભ કરાવ્યો 
આ સન્માન બદલ રાજય સરકારનો આભાર માનતા ડૉ.સોનલબેન ફળદુ જણાવે છે કે, તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે છેલ્લા બે દાયકાથી જોડાયેલ છે. તેમાં પણ પ્રારંભિક સમય શિક્ષણ સાથે ૨૦૦૧-૨૦૦૮ થી જોડાઈને રજાના દિવસોમાં તેઓ જે દીકરીઓ અભ્યાસ ન કરતી તેઓના ઘરે જઈને સમજાવી અને તેને પ્રોત્સાહિત કરીને શાળા સુધી પહોંચાડતા હતા. આ પ્રકલ્પ હેઠળ તેઓએ ગુજરાત યુવા પરિષદ સાથે જોડાઈને પોતાની કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટમાં ચૈતન્ય બાલ વિકાસ કેન્દ્રોનું પણ શુભારંભ કરાવ્યો હતો. જેના દ્વારા રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીનાં બાળકો અભ્યાસ કરતા થયા. 

સ્વચ્છ ભારત" અભિયાન અંતર્ગત તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા કાર્યક્રમમાં વિજેતા બન્યા

બે દાયકામાં વિવિધ કામગીરી સાથે અનેક એવોર્ડ જીત્યા 
તેઓએ બે દાયકામાં વિવિધ કામગીરી સાથે અનેક એવોર્ડ જીત્યા છે. જેમાં  "બેસ્ટ પ્રિન્સિપાલ" અને  "ઉમા નારી રત્ન પુરસ્કાર"નો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રના તેમનાં ઝુકાવના લીધે એમ.એ.બી.એડ બાદ તેમણે મહર્ષિ દયાનંદ રચિત "ઋગ્વેદ ભાષ્ય કા વિવેચાત્મક અધ્યયન" પર પીએચ.ડી. કર્યું. તેઓએ ઉમેર્યું કે "શિક્ષકની ભૂમિકા એક માતા સમાન હોય છે. જેની જવાબદારીઓ અને અમલીકરણ શ્રેષ્ઠ પરિણામો આપવામાં મદદરૂપ થાય છે".

શાળાને ડિજિટલ સ્કૂલ તરીકેની ઓળખ અપાવી હતી
શાળાના શિક્ષણમાં મોટા ફેરફારો લાવી જેમાં તેઓએ શાળાને ડિજિટલ સ્કૂલ તરીકેની ઓળખ અપાવી હતી. શાળાની બાળકીઓ અને દીકરીઓ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી હોવાના કારણે તેઓમાં આ વિશે જાગૃતિ કેળવવાના વિચારથી રાજકોટમાં પ્રથમવાર જી.એસ.ટી. ઓફિસ દ્વારા તેમની શાળામાં સેનિટરી પેડનું  વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરાવ્યું હતું. અને શાળાના વિદ્યાર્થીઓને વિદેશમાં રહેતા તજજ્ઞો દ્વારા વિદેશમાંથી ડિજિટલ સ્વરૂપે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે  આવે છે. શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વ્યસન અંગે જાગૃતિ કાર્યક્રમ નિયમિત ગોઠવવામાં આવે છે.  તેમના વિદ્યાર્થીઓ "સ્વચ્છ ભારત" અભિયાન અંતર્ગત તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા કાર્યક્રમમાં અને સ્માર્ટ સિટી મિશન અન્વયે રાજ્ય સરકાર દ્વારા ૨૪ કલાક સફાઈ અભિયાન અંતર્ગત વિજેતા બન્યા હતા.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ