બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh bachchan asked angrily to father harivanshrai bachchan about his birth know the trivia

કિસ્સો / ‘આખરે મને જન્મ જ કેમ આપ્યો?’ કેમ અમિતાભ બચ્ચને પિતાને કર્યો હતો આ સવાલ, મળ્યો આ જવાબ

Megha

Last Updated: 11:08 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિવંશરાય બચ્ચનજીની આજે પુણ્યતિથિ છે. આ મહાન લેખક અને કવિના જીવનના કેટલાક કિસ્સા જાણવા જેવા છે. આજે વાત એક એવા કિસ્સાની, જ્યારે અમિતાભ બચ્ચને અકળાઈને પોતાના જન્મ અંગે જ પિતાને સવાલ કરી દીધો હતો.

  • આજે જાણીતા લેખક અને કવિ હરિવંશરાય બચ્ચનજીની પુણ્યતિથિ છે. 
  • હરિવંશરાય બચ્ચનજી અને અમિતાભ બચ્ચન આ પિતા પુત્રનો સંબંધ કેવો હતો?
  • અમિતજીએ પોતાના બ્લોગમાં 2008ની સાલમાં એક કિસ્સો શૅર કર્યો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ખૂબ જાણીતા લેખક અને કવિ હરિવંશરાય બચ્ચનના સુપુત્ર છે. આજે હરિવંશરાય બચ્ચનજીની પુણ્યતિથિ છે, ત્યારે એક એવા કિસ્સાની વાત કરીએ, જે ઓછો જાણીતો છે. અમિતાભ બચ્ચન ઘણીવાર પિતાને યાદ કરતા રહે છે. આ કિસ્સો પણ ખુદ બિગબીએ કેટલાક સમય પહેલા પોતાની બ્લોગ પોસ્ટમાં શૅર કર્યો હતો. 

આ કારણથી અમિતજીએ કર્યો હતો સવાલ
હરિવંશરાય બચ્ચનજી અને અમિતાભ બચ્ચન આ પિતા પુત્રનો સંબંધ કેવો હતો, તે તો બધાને ખ્યાલ જ છે. અમિતાભ ઘણી વખત પોતાના પિતાના જીવનના કિસ્સા શૅર કરતા રહે છે. કેટલાક સમય પહેલા અમિતજીએ પોતે જ આ કિસ્સો શૅર કર્યો હતો. બન્યું એવું હતું કે બિગ બે પોતાના પિતાને સીધું જ એવું પૂછી લીધું હતું કે આખરે તમે અમને જન્મ જ કેમ આપ્યો? અમિતજીની કરિયરની શરૂઆતમાં જ્યારે તેઓ પરેશાન હતા, ત્યારની આ ઘટના છે.

ખુદ બિગબીએ શૅર કર્યો હતો કિસ્સો
અમિતજીએ પોતાના બ્લોગમાં 2008ની સાલમાં આ કિસ્સો શૅર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે એક દિવસ તેઓ ખૂબ નિરાશ હતા. કામમાં મુશ્કેલીઓને પગલે પડી ભાંગ્યા હતા. આવી સ્થિતિમાં તેઓ પિતાના રૂમમાં ગયા અને સીધું જ ગુસ્સામાં બૂમ પાડીને પૂછી લીધું કે,’આખરે તમે મને જન્મ જ કેમ આપ્યો?’

હરિવંશરાયજીએ આપ્યો આ જવાબ
અમિતજીએ ગુસ્સામાં જ્યારે પિતાને અચાનક આ પ્રશ્ન કર્યો તો કવિ હરિવંશરાય બચ્ચને કવિતા દ્વારા જવાબ આપ્યો. બીજા દિવસે સવારે અમિતજીને તેમના પિતાએ એક કાગળ આપ્યો. આ કાગળમાં લખ્યું હતું કે,’મારા બાળકો મને પુછે છે કે – તમે અમને જન્મ કેમ આપ્યો? અને તેનો જવાબ મારી પાસે નથી કારણ કે મારા પિતાએ પણ મને જન્મ આપતા પહેલા મને નહોતું પૂછ્યું. ન તો મારા પિતાએ તેમને જન્મ આપનાર પિતાને આ સવાલ કર્યો હતો. ન તો મારા દાદાજીએ પોતાના પિતાને આ સવાલ કર્યો હતો’

અમિતાભને જોઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા હતા હરિવંશરાયજી
આ ઘટના ત્યારની છે, જ્યારે કૂલી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતજીને જીવલેણ ઈજા થઈ હતી. અમિતજી દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય માટે આખો દેશ પ્રાર્થના કરતો હતો. આખરે દિવસો બાદ અમિતજીનો જીવ બચ્યો હતો, અને સ્વસ્થ થઈને તેઓ ઘરે પાછા ફર્યા હતા. આ સમયે તેમને જોઈને પિતા હરિવંશરાયજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 

વધુ વાંચો: 50 વર્ષની ઉંમરે ટ્વિન્કલ ખન્નાએ કર્યું એવું કારનામું, અક્ષય કુમારે કહ્યું 'મેં સુપરવુમન સાથે લગ્ન કર્યા'

હરિવંશરાય બચ્ચને કર્યા હતા બે લગ્ન
એક જાણવા જેવી વાત એ પણ છે કે હરિવંશરાય બચ્ચનના બે લગ્ન થયા હતા. પહેલા લગ્ન 1926માં થયા હતા, જ્યારે તેઓ માત્ર 19 વર્ષના હતા અને તેમના પત્ની શ્યામાં 14 વર્ષના હતા. 1936માં ટીબીને કારણે તેમના પહેલા પત્નીનું નિધન થઈ ગયું. જેના 5 વર્ષ બાદ હરિવંશરાય બચ્ચને તેજી બચ્ચન સાથે બીજા લગ્ન કર્યા. તેજી બચ્ચન સાથેના લગ્નથી તેમને ત્યાં અમિતાભ અને અજિતાભનો જન્મ થયો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ