બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 AM, 17 January 2024
ADVERTISEMENT
એક્ટ્રેસ અને અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વિદાય લીધી છે. ટ્વિન્કલ ખન્નાએ રાઈટિંગમાં કરિઅર બનાવ્યું છે. અભિનેત્રીએ 50 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર તેમની પત્ની ટ્વિન્કલ ખન્ના સાથે ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં ટ્વિન્કલ ખન્નાએ ગ્રેજ્યુએશન કેપ પહેરી છે. અક્ષય કુમારે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં એક સુંદર નોટ લખી છે.
અક્ષય કુમારે ટ્વિન્કલ ખન્ના માટે લખી ખાસ નોટ
અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું કે 'બે વર્ષ પહેલા જ્યારે તે મને કહ્યું કે તું ફરીથી ભણવા માંગે છે, ત્યારે મને ખૂબ જ અજૂગતું લાગ્યું હતું. પરંતુ જે દિવસે મેં તને આટલી મહેનત કરતા જોઈ ત્યારે મને ખબર પડી કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે. તે ઘર, કરિઅર અને બાળકોને સંભાળીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આજે તમારા ગ્રેજ્યુએશન પર હું ઈચ્છું છું હું થોડું વધુ ભણ્યો હોત તો તારા માટે હું વધુ સારા શબ્દો લખી શક્યા હોત કે, મને તારા પર કેટલો ગર્વ છે. ખૂબ ખૂબ અભિનંદન ટીના, આઈ લવ યૂ.
ADVERTISEMENT
Two years ago when you told me you wanted to take up studies all over again, I wondered if you meant it. But the day I saw you work so hard and perfectly manage a full-fledged student life along with home, career, me and kids, I knew I had married a super woman. Today on your… pic.twitter.com/smHAHNlTWd
— Akshay Kumar (@akshaykumar) January 16, 2024
ADVERTISEMENT
ટ્વિંકલે શેર કરી પોસ્ટ
ટ્વિન્કલ ખન્નાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે ડિગ્રી લેતી જોવા મળી રહી છે. આ પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, આ મારો ગ્રેજ્યુએશન દિવસ છે. ગોલ્ડસ્મિથ્સમાં મારો પહેલો દિવસ મને ઓવો લાગે છે કે, જેમ કે તે વર્ષો પહેલાની વાત છે. સુંદર ધામધૂમ, સુંદર સાડી અને મારી સાથે મારો પરિવાર છે, જેથી આ દિવસ વધુ ખાસ બની ગયો છે. આપણે હંમેશા કંઈક એવું કરતા રહેવું જોઈએ કે, જેથી આપણને પ્રેરણા મળે.
And it’s here. Graduation day. My first day at Goldsmiths feels like it was both yesterday and years ago. A sunny day, a pretty sari, and having my family with me make this day even more perfect than I ever imagined.
— Twinkle Khanna (@mrsfunnybones) January 16, 2024
There comes a stage when the easiest way to grow is… pic.twitter.com/vSfdr9YPoR
ADVERTISEMENT
વધુ વાંચો: ઇવેન્ટમાં હનુમાનજીનું પોસ્ટર જોતા જ સાઉથના આ એક્ટરે ઉતાર્યા પગરખાં, Video જોઇ યુઝર્સ ફિદા
ADVERTISEMENT
ટ્વિન્કલ ખન્નાએ બે વર્ષ પહેલા તેના દીકરા આરવ સાથે લંડન યુનિવર્સિટીમાં ફિક્શન રાઇટિંગ માસ્ટર પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું. ટ્વિન્કલ ખન્નાએ માસ્ટર પૂરું કરી લીધું છે. ફેન્સ ટ્વિન્કલ ખન્નાને ગ્રેજ્યુએશન પૂરું કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે. અક્ષય કુમાર હવે ફિલ્મ છોટે મિયાં બડે મિયાંમાં જોવા મળશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ હશે અને આ ફિલ્મ વર્ષ 2024માં જ રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.