બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Amid the ongoing civil war in Sudan, Twitter war between S Jaishankar and veteran Congress leader,

નિવેદન / S જયશંકર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વચ્ચે ટ્વિટર વૉર, કહ્યું લોકોના જીવ દાવ પર લાગ્યા છે અને તમને રાજકારણ સૂઝે છે?

Priyakant

Last Updated: 09:19 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુદાનમાં ફસાયેલા કર્ણાટકના હક્કી-પીક્કી આદિવાસી સમુદાયના 31 લોકો પર વિદેશપ્રધાન એસ જયશંકર અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ

  • સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે હવે ભારતમાં બે નેતા વચ્ચે ટ્વિટર વોર 
  • ભારતમાં S જયશંકર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ
  • વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, સિદ્ધારમૈયા રાજનીતિ કરી રહ્યા છે
  • સિદ્ધારમૈયાએ ટ્વિટમાં ભારત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ

સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે હવે ભારતમાં S જયશંકર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વચ્ચે ટ્વિટર વૉર શરૂ થયું છે. વાત જાણે એમ છે કે, સુદાનમાં ફસાયેલા કર્ણાટકના હક્કી-પીક્કી આદિવાસી સમુદાયના 31 લોકો પર વિદેશપ્રધાન એસ જયશંકર અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થયું છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, સિદ્ધારમૈયા રાજનીતિ કરી રહ્યા છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આરોપ કર્યા છે કે, કેન્દ્ર સરકારે હજુ સુધી ફસાયેલા લોકોને પાછા લાવવા માટે પહેલ કરી નથી. આ તરફ એસ જયશંકરે કહ્યું કે, તમે આ પરિસ્થિતિ પર રાજનીતિ કરી રહ્યા છો તે બેજવાબદાર છે. કોઈપણ ચૂંટણીલક્ષી ધ્યેયને પૂરો કરવા માટે વિદેશમાં ફસાયેલા ભારતીયોને જોખમમાં મૂકવાનું કોઈ કારણ નથી. 

શું કહ્યું વિદેશમંત્રી એસ.જયશંકરે ? 
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, હું તમારી ટ્વીટથી ચોંકી ગયો છું. લોકોના જીવ જોખમમાં છે તેથી રાજકારણ ન કરો. સુદાનમાં લડાઈ શરૂ થઈ ત્યારથી ખાર્તુમમાં એમ્બેસી લોકો સાથે સંપર્કમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરક્ષાના કારણોસર અમે ભારતીય લોકો માટે લોકેશન જાહેર કરી શકતા નથી. 

શું કહ્યું સિદ્ધારમૈયાએ ? 
પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનેક ટ્વિટમાં ભારત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી જેથી આ ફસાયેલા લોકોને ઘરે લાવી શકાય. તેમણે ટ્વીટ કર્યું, માહિતી મળી છે કે કર્ણાટકના હક્કી-પીક્કી આદિવાસી જૂથના 31 લોકો સુદાનમાં અટવાયેલા છે જ્યાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન, વિદેશ પ્રધાન અને મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને તેમની સલામત પરત સુનિશ્ચિત કરવા અપીલ કરીશ. 

સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે, હક્કી-પક્કી આદિવાસી જૂથના લોકો સુદાનમાં અટવાયા છે અને ઘણા દિવસોથી ખોરાક વિના છે પરંતુ સરકારે હજુ સુધી તેમને પરત લાવવાની પહેલ કરી નથી. તમને જણાવી દઈએ કે, સુદાનમાં બે જૂથો વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે અને બંને પક્ષો આર્ટિલરી, ભારે દારૂગોળો અને ફાઈટર પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ