બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Politics / Amid Rupala's controversy banners of support were put up in Rajkot people wrote I am in support of Purshotam Rupala

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલાના વિવાદ વચ્ચે રાજકોટમાં લાગ્યા સમર્થનના બેનર, લોકોએ લખ્યું 'હું પરષોત્તમ...'

Vishal Dave

Last Updated: 09:42 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરષોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે પરષોતમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે

 પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ રહ્યું છે….રાજકોટના સ્પીડવેલ ચોકમાં રૂપાલાના સમર્થનમાં  બેનરો લાગ્યા છે…શહેરના અલગ અલગ વિસ્તારોમાં હું સનાતનની સાથે છું, હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપની સાથે છું,  હું નરેન્દ્ર મોદીની સાથે છું, હું  પરષોત્તમ રૂપાલાની સાથે છુંના સ્લોગન વાળા બેનરો લગાવવામાં આવ્યા છે…

સિક્કાની બીજી બાજુ સામે આવી 
કોઈપણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈમાં સમાજ દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે.  પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના પડઘા હજુ પડી જ રહ્યા છે. અત્યાર સુધી સિક્કાની એક બાજુ એ હતી કે  પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે સિક્કાની બીજી બાજુ એ સામે આવી છે કે જેમા  પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. પાટીદાર સમાજ રૂપાલાનું સમર્થન ખુલ્લેઆમ કે આક્રમક રીતે નથી કરતો પણ નરમ સ્વરમાં એટલું ચોક્કસ કહે છે કે  પરષોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે અને તેની તરફેણ કરવી એ લોકશાહી પ્રણાલિકામાં અમારો પણ અધિકાર છે.

રૂપાલા શું કહે છે ?
સમર્થન અને વિરોધના દોરની વચ્ચે  પરષોત્તમ રૂપાલા પણ દિલ્લી દરબારમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપીને પાછા આવી ગયા છે અને એમ જ કહી રહ્યા છે કે પોતાના તરફથી આ વિષય હવે પૂરો થયો છે અને જે કંઈ કરવાનું છે તે પક્ષ અને સમાજે નક્કી કરવાનું છે. જો આદર્શ રીતે જોઈએ તો મામલો વ્યક્તિગત હતો અને છે તો પછી તેમા સમાજે દાખલ થવાની જરૂર શા માટે પડી, જે વિવાદ છે તેનું સંવાદથી સમાધાન શા માટે ન આવી શકે.

આ પણ વાંચોઃ '24 કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડીશું અને પછી..', રૂપાલા વિવાદમાં શંકરસિંહ વાઘેલાનો હુંકાર'

ઘટનાક્રમમાં નવું શું છે ?

રાજકોટમાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ પાટીદાર પ્રભાવી વિસ્તાર છે. પાટીદાર અગ્રણીઓએ  પરષોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યુ અને પાટીદાર અગ્રણીઓ એમ પણ કહે છે કે તેમનો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓનું સંમેલન મળી શકે છે.  સોશિયલ મીડિયામાં #Rupala4Rajkot હેશટેગથી પોસ્ટ મુકાઈ છે. પરષોત્તમ  રૂપાલાના સમર્થનમાં વીડિયો મુકાયા છે.  પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં અંબરીષ ડેર પણ આવ્યા છે. અંબરીષ ડેર  પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહસંવાદ કાર્યક્રમ યોજશે. ભાજપના મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પણ સમર્થન કર્યું છે. જ્યોતિ ટીલવાએ રૂપાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ