બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:53 AM, 2 February 2021
ADVERTISEMENT
બાયડન પ્રશાસનમાં વધુ એક ભારતીય વંશીનું મહત્વના પદ પર નિયુક્તિ
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ એક નિવેદનમાં કહ્યું કે લાલની પાસે અભિયાંત્રિકી તથા અંતરિક્ષ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. લાલ અંતરિક્ષ ટેક્નોલોજી તથા નીતિ સમુદાયોની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદન જારી કરી કહ્યુ છે કે લાલની પાસે અભિયાંત્રિકી તથા અંતરિક્ષ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ છે. તેમણે ઈન્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલીસી ઈન્સ્ટિટ્યૂટમાં 2005થી 2020 સુધી રિસર્ચ સ્ટાફ તરીકે કામ કર્યુ છે.
ADVERTISEMENT

અનેક મોટા પદો પર કામ કરી ચૂક્યા છે ભવ્યા
ADVERTISEMENT
ભવ્યા સ્પેસ ટેક્નીક અને પોલીસી કમ્યુનિટીની એક્ટિવ સભ્ય છે. તેઓ નેશનલ એકેડમી ઓફ સાયન્સના પેનલોની અધ્યક્ષ અથવા સહ અધ્યક્ષ રહ્યા છે. ભવ્યા આ પહેલા વિજ્ઞાન અને ટેક્નોલોજી રિસર્ચ અને કન્સલ્ટેન્સી ફાર્મ C-STPS LLCના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

ADVERTISEMENT
સ્પેસ સેક્ટરમાં છે ઘણું યોગદાન
ભવ્યાએ સ્પેસ સેક્ટરમાં ઘણુ યોગદાન આપ્યુ છે. તે ઈન્ટરનેશનલ એકેડમી ઓફ એસ્ટ્રોનોટની સભ્ય પણ રહી ચૂકી છે. ભવ્યાએ પ્રતિષ્ઠિત Massachusetts Institute of Technologyમાંથી વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળી રાખી છે. તેમણે પબ્લિક પોલીસીમાં વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.