બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / america china conflict donald trump called chinese vieus

Coronavirus / અમેરિકા-ચીનનું કોરોના શાબ્દિક યુદ્ધ યથાવત, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વાપર્યો આ શબ્દ

Dharmishtha

Last Updated: 08:44 AM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખી દુનિયા એક તરફ કોરોના વાયરસ સામે લડી રહી છે. તે જ સમયે, યુએસ અને ચીન વચ્ચે કોરોના પર શાબ્દિક યુદ્ધ શરુ થયું છે. કોરોના ક્યાંથી ફેલાયો છે અને તેના માટે કોણ જવાબદાર છે? જેવી આક્ષેપ બાજી થઈ રહી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આક્ષેપ બાજી કરી રહ્યાં છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મંગળવારે ટ્વીટ કરી કહ્યું હતું કે કોરોનાને 'ચાઇનીઝ વાયરસ' કહ્યું હતું. ત્યારે ચીને તેના પર સખત વાંધો નોંધાવ્યો હતો.

  • ચીન અમેરિકા વચ્ચે કોરોના વાયરસને લઈને યુદ્ધ
  • અમેરિકાએ કહ્યું આ ચાઈનીઝ વાયરસ છે
  • ચીને કહ્યું આ અમેરિકન સેનાની દેન છે

ચાઈનીઝ વાયરસ શબ્દનો પ્રયોગ કર્યો 

ટ્રમ્પે અગાઉ કોરોના વાયરસને ચાઈનીઝ વાઈરસ કહીને વિવાદનો મધપૂડો છેડ્યો હતો. ત્યારે ફરી એકવાર ટ્ર્મ્પે ચીનની અનેકવાર ના છતાં ગઈ કાલે કોરોના વાયરસ માટે પોતાની ટ્વીટમાં ચાઈનીઝ વાયરસ શબ્દનો પ્રયોગ કર્યો હતો. 

અમેરિકા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો 

ટ્રમ્પે સોમવારે પણ ટ્વીટ કર્યું હતું કે કોવિડ -19 ને 'ચાઇનીઝ વાયરસ'  કહ્યો હતો. ચીનના વિરોધ છતાં ટ્રમ્પ તેને ચીની વાયરસ કહેતા રહ્યા હતા. મંગળવારે, તેમણે ફરીથી તેને 'ચાઇનીઝ વાયરસ' કહ્યો. ચીનના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે ચીન સાથે દુર્વ્યવહાર કરતા પહેલા અમેરિકાએ તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોરોનાનો પહેલો કેસ વુહાનમાં આવ્યો હતો, પરંતુ ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

ડબ્લ્યુએચઓએ કહ્યું વાયરસને કોઈ ખાસ જૂથ અથવા પ્રદેશનું ગણાવવુ અયોગ્ય 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કોરોના માટે સીધા અમેરિકન સૈન્યને જવાબદાર ઠેરવ્યું હતુ. તેમણે તેને એક કાવતરું ગણાવતા કહ્યું કે, યુએસ આર્મી વાયરસને તેના વિસ્તારમાં લઈ આવી છે. તે પછી યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે ચીને ખોટી માહિતી ફેલાવવી જોઈએ નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ પણ વાયરસને કોઈ ખાસ જૂથ અથવા પ્રદેશનું ગણાવવુ અયોગ્ય છે. 

ચીનના નાગરિકોએ વિદેશ ન જવાની સલાહ આપી

ચીને મંગળવારે તેના નાગરિકોને યુ.એસ. સહિતના તમામ દેશોમાં યાત્રા ન કરવાની સલાહ આપી હતી, જ્યાં કોરોના વાયરસ માટે ઉચ્ચ ચેતવણી છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે કે જે દેશોમાં પરસ્પર ચેપની સંભાવના છે તેવા તમામ વિદેશી પ્રવાસ માટે કોઈ પ્લાન ન બનાવે. વધારે જોખમવાળા દેશોમાં ઇટાલી, સ્પેન, ફ્રાંસ, જર્મની, યુએસએ, સ્વિટ્ઝરલેન્ડ, યુકે, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિય, બેલ્જિયમ, ઈરાન અને કોરિયાનો શામેલ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ