બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / alcohol drink one glass a day affects blood pressure study reveals

રિસર્ચ / સાવધાન! દારૂનો માત્ર એક ગ્લાસ પીવાથી પણ વધી શકે છે આ ગંભીર બીમારીનું જોખમ, જુઓ ચોંકાવનારો રિપોર્ટ

Bijal Vyas

Last Updated: 01:58 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરના એક અભ્યાસમાં સામે છે આવ્યુ છે કે, જે લોકો દરરોજ ઓછામાં ઓછું એક ડ્રિંક લે છે, તેમનું બ્લડ પ્રેશર ઝડપથી વધે છે.

  • હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે
  • સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક રીડિંગ બંને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારે છે
  • હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ના હોય તેવા યુવાઓમાં પણ આ સમસ્યા જોવા મળી છે 

Alcohol drink one glass a day affects: આલ્કોહોલને સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ તેમ છતાં કેટલાક લોકો દરરોજ અને કેટલાક ક્યારેક ક્યારેક દારૂ પીવે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે છે આવ્યુ છે કે, જે લોકો દરરોજ ઓછામાં ઓછું એક ડ્રિંક લે છે, તેમનું બ્લડ પ્રેશર ઝડપથી વધે છે. એક રિપોર્ટ અનુસાર, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એવા યુવાનોને પણ થાય છે જેમને પહેલાથી હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ નથી.

આ રિસર્ચ 1997 થી 2021 સુધીના 7 આંતરરાષ્ટ્રીય અભ્યાસોના ડેટામાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ માત્ર એક ગ્લાસ આલ્કોહોલ પીવે છે તેઓને ક્યારેક ક્યારેક આલ્કોહોલ પીતા લોકો કરતા બ્લડ પ્રેશર વધવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે.

હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તે શરીરને ઘણું નુકસાન કરી ચૂક્યું છે. જો બીપી નિયંત્રણમાં ન હોય તો, વિકલાંગતા, ખરાબ લાઇફ ક્વોલિટી અને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની સમસ્યાઓ પણ થઈ શકે છે.

યુવાનોએ દિનચર્યા બદલવાની જરૂર! દર ચોથો યુવક છે બ્લડ પ્રેશરનો શિકાર, જાણો  બચવાના ઉપાય | World Hypertension Day 2023 know how to control high blood  pressure without medication

ડેટા જોઇ હેરાન થયા એક્સપર્ટ
રિસર્ચ સાથે સંકળાયેલા વરિષ્ઠ લેખકનું કહેવુ છે કે, જાણીને ખૂબ જ નવાઈ લાગી કે, જે યુવાનોએ ખૂબ જ ઓછો દારૂ પીધો છે તેમનામાં બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું હતું. જો કે, આ લોકોનું બ્લડ પ્રેશરએ લોકો કરતા ઘણું ઓછું હતું જેઓ ખૂબ દારૂ પીતા હતા.

બ્લડ પ્રેશર પારાના મિલીમીટર (mm Hg)ની બે સંખ્યામાં માપવામાં આવે છે. ટોચનો નંબર (સિસ્ટોલિક) હૃદયના સ્નાયુ દ્વારા લોહીના સંકોચન અને પમ્પિંગને માપે છે. જ્યારે, નીચેના નંબરને ડાયસ્ટોલિક કહેવામાં આવે છે જે હૃદયના ધબકારા વચ્ચેના દબાણને માપે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સિસ્ટોલિક બ્લડ પ્રેશર પર આલ્કોહોલની નકારાત્મક અસરો પણ પુરુષો અને સ્ત્રીઓમાં જોવા મળી હતી જેઓ દરરોજ ખૂબ ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરે છે.

અભ્યસ કર્તાનું કહેવુ છે કે, "સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક રીડિંગ બંને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારે છે, પરંતુ બેમાંથી, સિસ્ટોલિક બ્લડ પ્રેશર યુવાન પુરુષોમાં સૌથી વધુ જોખમ ધરાવે છે," રિપોર્ટ અનુસાર હાર્ટ એસોસિએશન, સિસ્ટોલિક રીડિંગ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર જોખમ દર્શાવે છે.

ગરમીની સિઝનમાં ફરજીયાત પીવો આ હેલ્ધી ડ્રિન્ક્સ, બ્લડ પ્રેશર કંટ્રોલમાં  રહેશે | drinks for low blood pressure drinks hypertension carrot coffee salt

નોર્મલ બ્લડ પ્રેશર
નોર્મલ સિસ્ટોલિક રીડિંગ સામાન્ય રીતે 120 mm Hg અથવા તેનાથી ઓછું હોય છે પરંતુ આ રીડિંગ ઉંમર સાથે વધે છે કારણ કે રક્તવાહિનીઓ નબળી અને પાતળી બને છે. જ્યારે, સામાન્ય ડાયસ્ટોલિક રીડિંગ 80 mm Hgની નીચે હોય છે, પરંતુ તે ઉંમર સાથે ઘટવા લાગે છે કારણ કે ધમનીઓ તેમની લચીલાપણુ ગુમાવે છે અને સખત બની જાય છે.

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં બ્લડ પ્રેશરનું સ્તર વધવાને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક, ક્રોનિક કિડની ડિસીઝ સહિત અનેક રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ