બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad usury gold biscuit Oil cans Business

અમદાવાદ / તેલના ડબા અને સોનાના બિસ્કિટના નામે વ્યાજખોરીનો ધીકતો ધંધો, આ રીતે થાય છે વહીવટ

Kavan

Last Updated: 10:00 PM, 5 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં વ્યાજખોરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે પોલીસ ધારે તો પણ વ્યાજખોરીના નેટવર્કને ખતમ કરી શકતી નથી. વ્યાજખોરો અલગ અલગ ‌ટ્રિક વ્યાજખોરીનો ધંધો ચલાવી રહ્યા છે. શહેરના કોટ  વિસ્તારમાં તેલના ડબા તેમજ સોનાના ‌બ‌િસ્કટના નામે વ્યાજખોરો વ્યાજખોરીનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યા છે, જેનાથી પોલીસ પણ અજાણ છે.

  • કોટ વિસ્તાર તથા અન્ય કેટલાક વિસ્તારમાં વ્યાજખોરો અને કરિયાણાના વેપારીઓનું સેટિંગ
  • જેટલા રૂપિયા વ્યાજે લેવાના હોય તે પ્રમાણેનો ભાવ ગણી તેલના ડબા આપવાનું કહેવાય છે
  • વેપારી વ્યાજ કાપીને રૂપિયા આપે છે, વ્યાજખોર વેપારીને કમિશન ચૂકવે છે

વ્યાજખોરો મનફાવે તે રીતે પઠાણી ઉઘરાણી કરીને લોકો પાસેથી વ્યાજ વસૂલ કરતા હોય છે, જેના કારણે આપઘાત તેમજ ગુમ થવાના કિસ્સા પણ વધી ગયા છે. પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. થોડાક દિવસ પહેલાં અમદાવાદ શહેર પોલીસ ક‌િમશનર આશિષ ભા‌િટયાએ વ્યાજખોરો પર લગામ લગાવવા માટેની એક માર્ગદર્શિકા બહાર પાડી હતી અને પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ક‌િમશનરના આદેશ બાદ પણ કેટલાક વ્યાજખોરો પોલીસ તેમજ કાયદા કાનૂનના ડર વગર વ્યાજખોરીનો ધંધો બિનધાસ્ત ચલાવી રહ્યા છે. પોલીસ ધારે તો પણ તેમને પકડી શકતી નથી, કારણ કે તેમનું વ્યાજખોરીનું નેટવર્ક એટલું જબરદસ્ત છે. વ્યાજનો ધંધો ચાલુ રાખવા માટે વ્યાજખોરોએ અલગ અલગ ‌િટ્રક પર લોકોને રૂપિયા આપવાનું શરૂ કરી દીધું છે. કોટ વિસ્તારમાં ૧૦૦ કરતાં વધુ એવા વ્યાજખોરો છે, જેઓ લોકોને તેલના ડબા અને સોનાના ‌િબ‌િસ્કટના નામે રૂપિયા આપે છે અને તગડું વ્યાજ વસૂલે છે. 

રિયાણાની દુકાન ધરાવતા દુકાનદાર સાથે સે‌ટિંગ હોય છે

સ્થાનિક સૂત્રો તેમજ તેલના ડબાથી વ્યાજખોરીની ધંધો કરતી વ્યક્તિએ નામ નહીં બતાવવાની શરતે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કોટ વિસ્તારમાં તેલના ડબાના નામે વ્યાજનો ધંધો ચાલી રહ્યો છે. ઉદાહરણ તરીકે કોઇ વ્યકિતને વ્યાજ પર ૩૦ હજાર રૂપિયા જોઇતા હોય તો તે વ્યાજખોરનો સંપર્ક કરે છે. વ્યાજખોરનું નજીકની કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદાર સાથે સે‌િટંગ હોય છે, જેથી વ્યાજ પર રૂપિયા લેનાર વ્યક્તિને તે દુકાન પર મોકલે છે. વ્યક્તિ દુકાન પર પહોંચે તે પહેલાં વ્યાજખોર કરિયાણાના દુકાનદારને ફોન કરી વ્યકિતને ૩૦ ડબા આપી દેવાની વાત કરતા હોય છે. વ્યક્તિ દુકાન પર પહોંચીને ૩૦ તેલના ડબા માગે એટલે દુકાનદાર તેને ર૧ હજાર રૂપિયા આપે છે. વ્યકિત ર૧ હજાર રૂપિયા લીધા બાદ તે દિવસથી ૪૦ દિવસ સુધી વ્યાજખોરને ૬૦૦ રૂપિયા આપે છે એટલે કે જે વ્યકિતએ ર૧ હજાર રૂપિયા લીધા છે તેના તે ૩૦ હજાર રૂપિયા વ્યાજખોરને ચૂકવે છે. વ્યાજખોર એક ડબાદીઠ ક‌િરયાણાની દુકાન ધરાવતી વ્યક્તિને ૩૦ રૂપિયા આપે છે એટલે કરિયાણાની દુકાન ધરાવતી વ્યકિત પણ ૯૦૦ રૂપિયા કમાય છે. વ્યાજખોરે પહેલાંથી કરિયાણાના દુકાનદારને કેટલાક રૂપિયા આપી રાખ્યા હોય છે તેમાંથી તે દુકાનદાર રૂપિયા આપે છે. પાંચ હજારથી લઇ લાખો રૂપિયા સુધીનો વ્યવહાર તેલના ડબાના નામે થઇ રહ્યા છે. 

દરરોજનો પ૦૦નો હપ્તો નક્કી થાય છે

આ સિવાય સોનાના ‌િબ‌િસ્કટ ઉપર પણ લોકો વ્યાજનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે, જે વ્યકિતને રૂપિયા જોઇએ તે વ્યાજખોરીનો ધંધો કરતી વ્યકિત પાસે સોનાના ‌િબ‌િસ્કટ ખરીદવાનું કહે છે. ઉદાહરણ તરીકે એક તોલા સોનાના ‌િબ‌િસ્કટના ૩ર હજાર રૂપિયા હોય તે પ્રમાણે વ્યાજખોર રૂપિયા આપે છે. વ્યકિતને વ્યાજખોર ૩ર હજાર રૂપિયા નથી આપતો, પરંતુ તેને ર૪ હજાર રૂપિયા આપે છે અને દરરોજનો પ૦૦નો હપ્તો નક્કી કરે છે, જેણે ર૪ હજાર રૂપિયા લીધા છે તે વ્યાજખોરને ૬૪ દિવસ સુધી પ૦૦ રૂપિયા આપે છે. વ્યાજખોર તેની પાસે એક તોલા-બે તોલા સોનાનાં ‌િબ‌િસ્કટ રાખે છે એટલે જ્યારે વ્યકિતને રૂપિયા આપે તે પહેલાં સોનાનું ‌િબ‌િસ્કટ આપીને પાછું લઇ લેતા હોય છે. શહેર પોલીસ ક‌િમશનર આશિષ ભા‌િટયાનું તેલના ડબા તેમજ સોનાના ‌િબ‌િસ્કટના નામે ચાલતા વ્યાજના ધંધા અંગે ધ્યાન દોરતાં તેમણે તપાસ કરાવવાનું કહ્યંુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ