બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Two young girl absconding Kidnapping theft Case

અજીબ કિસ્સો / અમદાવાદમાં એવી વિચિત્ર ઘટના બની કે પરિવાર અને પોલીસ બન્ને ગોથે ચડ્યા, 'સગીરા અને નોકરાણી બન્ને...'

Hiren

Last Updated: 06:26 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નવા નવા વિચિત્ર કિસ્સાઓ બનતા નજરે પડી રહ્યા છે. અમદાવાદમાં 17 વર્ષની સગીરા 16 વર્ષની નોકરાણી સાથે ભાગી ગઇ છે. સગીરાના આગામી સમયમાં લગ્ન હતા.

  • અમદાવાદમાં 16 વર્ષની નોકરાણી સાથે 17 વર્ષની સગીરા ભાગી ગઈ
  • ટુંક સમયમાં સગીરાના થવાના હતા લગ્ન
  • બંને સગીરા રાજસ્થાન અજમેર તરફ ભાગી હોવાની આશંકા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારમાં 17 વર્ષની સગીરાના લગ્નની વાત ચાલતી હતી. આ સગીરાના માતા-પિતા લગ્નને લઇને કામથી ગયા હતા. આ દરમિયાન ઘરેથી તેમને ફોન આવ્યો કે ઘરમાં દીકરી નથી. તો કામવાળી પણ ગાયબ થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને એક બેગ લઇને ફરાર થઇ ગઇ. 

ઘરમાંથી ગાયબ થઇ ગયા દાગીના, અપહરણ અને ચોરીની નોંધાઈ ફરિયાદ

ઘટનાની જાણ થતા માતા-પિતા ઘરે આવ્યા અને તપાસ કરી તો ઘરમાં 8 લાખના સોનાના દાગીના ગાયબ હતા. બાદમાં આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને અપહરણ અને ચોરીનો ગુનો નોંધી અને બન્નેની શોધખોળ હાથ ધરી છે. તો બન્ને સગીરા રાજસ્થાન અજમેર તરફ ભાગી હોવાની આશંકા છે, જેને લઇને પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ અર્થ રવાના થઇ છે.

ઘરમાં તપાસ દરમિયાન લોહીના ડાઘા મળી આવ્યા હતા

પૂર્વ વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે આ ઘટના બની છે. સગીરાના પિતા પંચરની દુકાન ધરાવી કામધંધો કરે છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. ત્યારે આ ઘટના મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે 17 વર્ષની સગીરા અને કામવાળી સાથે ભાગી ગયા છે. ઘરમાં લોહીના ડાઘા મળી આવ્યા છે જે અંગે શક્યતાઓ છે કે કામવાળી સગીરાએ જાતે કોઈઇજા પહોંચાડી હોઈ શકે છે. તો રાજસ્થાનના અરજમેર રવાના થયેલી પોલીસની ટીમ ટુંક સમયમાં બન્ને સગીરાને શોધી લાવશે તેવો વટવા PSI એચ.વી. સિસારાએ દાવો કર્યો છે. તો આ સમગ્ર મામલે સાચી હકિકત તો બન્નેની ભાળ મળ્યા પછી જ સામે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ