બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad People are extorted money without sign board of pay-end parking

Exclusive / 'એલા ભાઈ બોર્ડ કોઈ ઉઠાવી જાય છે...' : અમદાવાદમાં પે-એન્ડ પાર્કિંગના સાઈન બોર્ડ વગર પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ!

Kishor

Last Updated: 06:20 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પાર્કિંગના નામે લૂંટ થતી હોવાનું સામે આવ્યું છે. પે-એન્ડ પાર્કિગમાં કોઈપણ જાતના સાઈનબોર્ડ વગર રૂપિયા ઉઘરાવાઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે.

  • અમદાવાદમાં પાર્કિંગના નામે થતી લૂંટનો સૌથી મોટો પર્દાફાશ 
  • વીટીવીના રિયાલિટી ચેકમાં ખુલી ગઈ લૂંટના ધંધાની પોલ 
  • અમદાવાદમાં પે-એન્ડ પાર્કિગના નામે થાય છે ઉઘાડી લૂંટ

અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા પાર્કિગની છે. અમદાવાદની ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા સમાન નહિ પરંતુ અસાધ્ય રોગ સમાન બની છે. શહેરના મુખ્ય માર્ગો અને કોમર્શિયલ સહિતના કોમ્પલેક્ષો અને મુખ્યમાર્ગો પર આડેધડ પાર્કિગના કારણે ટ્રાફિકજામનો સામનો પણ કરવો પડે છે. અમદાવાદ શહેરમાં અનેક શહેરીજનોની પાર્કિગના બહાને લૂંટની ફરિયાદો AMC તંત્ર અને અધિકારીઓને અવારનવાર મળતી આવી છે. આજે VTV દ્વારા ઇસ્કોન નજીક આવેલા કે સેરા સેરા સિનેમાથી લઇ નોવેટોલ હોટેલ સુધીના પે એન્ડ પાર્કના પોઇન્ટ પર રિયાલિટી ચેક કરતા પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ ચાલતી હોવાનું સામે આવ્યુ હતું. 

બોર્ડ લગાવાયા વિના પૈસાની ઉઘરાણી ચાલતી હોવાનું સામે આવ્યું
અમદાવાદની વસ્તી પ્રમાણે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ ન હોવાથી લોકોને પોતાના પ્રાઇવેટ વ્હીકલ લઇ ઓફિસ અને ધંધા-રોજગારના સ્થળ સુધી જવુ પડે છે. લોકોની પાર્કિગની સમસ્યા ઉકેલવા માટે AMC દ્વારા પે એન્ડ પાર્ક જેવી સુવિધાઓ ઉભી કરી પ્રયાસ કરાયો છે પરંતુ લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા ચાલુ કરાયલી પે એન્ડ પાર્કની સેવા હવે લોકો માટે જ ખિસ્સાનો રાક્ષસ બની ચૂકી હોય તેવું VTVના રિયાલિટી ચેક પરથી સામે આવી રહ્યું છે. પે એન્ડ પાર્કિગના કોન્ટ્રાક્ટ સમયે પોઇન્ટ પર પાર્કિગ ચાર્જના બોર્ડ એન્ટ્રી અને એગ્ઝિટ સમયે લગાવવાનું નક્કી કરાયુ હોવા છતા ઇસ્કોન નજીક પાર્કિગનો વહીવટ સંભાળતી કોન્ટ્રાક્ટ કંપની શ્રી આરોહી એન્ટરપ્રાઇઝ દ્વારા કોઇ પણ પ્રકારના પાર્કિગ ચાર્જના બોર્ડ લગાવાયા વિના જ રસીદ ફાડી પૈસાની ઉઘરાણી ચાલતી હોવાનું સામે આવ્યુ હતું. લોકોને અંધારામાં રાખી કરવામાં આવતા આ ખેલનું ભોપાળું રિયાલિટી ચેકમાં ઉઘાડુ પડ્યું છે.

પે એન્ડ પાર્કના બોર્ડ અસામાજિક તત્વો ઉઠાવી જતા હોવાના જવાબની કેસેટ વગાડી
નોવોટેલ હોટેલની સામે VTVના રિયાલિટી ચેકમાં સામે આવ્યુ કે જે સ્થળેથી પાર્કિગના પૈસા ઉઘરાવાઇ રહ્યાં હતા ત્યા કોઇ પણ પ્રકારનો ચાર્જનો બોર્ડ લગાવાયો ન હતો અને જે વ્યક્તિ પૈસા ઉઘરાવી રહ્યો હતો તેમની સાથે વાત કરતા કોઇ પણ જાતનું આઇકાર્ડ અથવા ડોક્યુમેન્ટ પણ જોવા મળ્યુ ન હતું. વધુમાં પે એન્ડ પાર્કના બોર્ડ અસામાજિક તત્વો ઉઠાવી જતા હોવાના એક જ જવાબની કેસેટ વગાડી હતી. ઉપરાંત અમે પણ મનપામાં રૂપીયા ભરી કોન્ટ્રાક્ટ લીધો છે. નાહકના રૂપયા ન ઉઘરાવાતા હોવાનું ગાણું ગાયુ હતું. બીજી તરફ વાહન માલિકે જણાવ્યુ હતું કે, બોર્ડના અભાવે વાહન પાર્ક કર્યા પછી જાણ થાય છે કે આ પે એન્ડ પાર્કિંગ છે. જેથી વાહન પાર્ક કર્યા બાદ ના છૂટકે રૂપિયા આપવા પડે છે. તાજેતરમાં બે વખત આ રૂપિયા ખંખેરવાના ખેલનો ભોગ બન્યો હોવાનું કાર માલિકે જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આવી ફરિયાદોને પગલે થોડાદિવસ પહેલા એસ્ટેટ વિભાગે કોન્ટ્રાક્ટરોને પાર્કિગ પોઇન્ટ પર 2-2 પાર્કિગ ચાર્જના બોર્ડ લગાવી દેવા તાકીદ પણ કરી છે.

વાહન ચાલકોને અંધારામાં રાખી ઉઘરાવાય છે ચાર્જ 
ઇસ્કોન ચાર રસ્તાથી આગળથી નોવેટોલ હોટેલ સુધીના મુખ્યમાર્ગ નજીક પણ AMC દ્વારા પે એન્ડ પાર્કની સુવિધા આપવામાં આવી છે તે સ્થળ પર જઇ ચેક કરતા 2 કિમીના પટ્ટા સુધીમાં માત્ર એક જ પાર્કિગ ચાર્જવાળુ બોર્ડ જોવા મળ્યું હતું. ઇસ્કોન ચાર રસ્તાથી આગળ જ વાઇડ એન્ગલ, મેકડોનાલ્ડ, ડોમિનોઝ, ઓસિયા મોલ હોવાથી પાર્કિગનો લોડ વધુ રહે છે જેથી લોકોને પે એન્ડ પાર્કિગનો બોર્ડ જોવા ન મળતા જેવુ જ પોતાનું વ્હીકલ પાર્ક કરે એટલે રૂ 5 અથવા રૂ.15ની રસીદ ફાટી જતી હોય છે જેથી અંતે ચાર્જ આપવો પડે છે. 

 પાર્કિગ ચાર્જનો બોર્ડ ન લાગેલો હોય તો પાર્કિગના પૈસા ઉઘરાવી શકાય નહીં
અમદાવાદ શહેરમાં AMC દ્વારા 47થી વધુ જગ્યાઓ પર પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. AMC દ્વારા પે અન્ડ પાર્કિગ માટે ફોર વ્હીલર, ટૂ વ્હીલરનો ચાર્જ નક્કી કરી કોન્ટ્રાક્ટરોને પાર્કિગની વ્યવસ્થા સંભાળવા માટે આપી દેવાઇ છે.સમગ્ર મામલે વધુ તપાસ કરતા ઇસ્કોન નજીક શ્રી આરોહી એન્ટરપ્રાઇઝના અલ્પેશ દેસાઇનો કોન્ટ્રાક્ટ હોવાનું સામે આવતા VTV દ્વારા અલ્પેશ દેસાઇ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરે કબુલ્યુ હતુ કે પાર્કિગ ચાર્જનો બોર્ડ ન લાગેલો હોય તો પાર્કિગના પૈસા ઉઘરાવી શકાય નહીં.  

 ક્યા કેટલો પાર્કિગ ચાર્જ

  •  CG રોડ પર ફોર વ્હીલર રૂ.20
  •  CG રોડ પર ટૂ વ્હીલર રૂ.10
  •  CG રોડ સિવાયના ફોર વ્હીલર માટે રૂ.15, ટૂ વ્હીલર માટે રૂ.5
  •  પાર્કિગ પોઇન્ટ પર પાર્કિગના ચાર્જનું બોર્ડ ફરજીયાત
  •  બોર્ડમાં પાર્કિગના કલાકો મુજબ ચાર્જ દર્શાવવો જરૂરી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ