બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Ahmedabad metro time change due to Navratri, blast in firecrackers factory in Tamilnadu, after Chandrayaan now will land man on the moon!

2 મિનિટ 12 ખબર / નવરાત્રીને લઈ અમદાવાદ મેટ્રોના ટાઈમમાં ફેરફાર, તમિલનાડુમાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ, ચંદ્રયાન બાદ હવે ચંદ્ર પર માનવો ઉતરશે !

Dinesh

Last Updated: 07:23 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે નિર્ણય કર્યો છે કે, આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે દરિયાકિનારના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ તરફ ગુજરાતને લઈ આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા છે. વાત જાણે એમ છે કે, ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દક્ષિણ ભારતથી દૂર દરિયામાં લો-પ્રેશર સર્જાવાની સાથે દક્ષિણ ભારતમાં લો-પ્રેશર બાદ ચક્રવાત તૈયાર થશે.

રાજ્ય સરકારે આશ્રમ શાળાના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળશે. કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય તેમને વિવિધ પ્રકારના લાભો થશે.સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે નિર્ણય કર્યો છે કે, અનુદાનિત આશ્રમ શાળાના કર્મચારીઓને લાભ મળશે. 187 આશ્રમ શાળાઓના 1800 કર્મચારીઓને લાભ થશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાના કર્મચારીઓને લાભ મળશે. 

The Department of Social Justice Authority decided to give benefits of consecutive employment to the employees of Ashram...

નવરાત્રી પર ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે, પોલીસ આજથી ગરબા બંધ કરાવવા જશે નહીં. કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે. નવરાત્રીને લઈને ગુજરાતભરના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ગુજરાતીઓમાં પણ અનેરો રંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહરાજ્ય વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. 

 નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડી રાત સુધી ગરબા ચાલતા હોઈ લોકોને આવવા જવા માટે તકલીફ ન પડે તે માટે મેટ્રો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીને લઈ મેટ્રો ટ્રેન સેવાનાં સમયમાં વધારો કરાયો છે. નવરાત્રી દરમ્યાન મેટ્રો ટ્રેન રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રહેશે. નવરાત્રી દરમ્યાન મેટ્રો સવારે 6.20 થી લઈ રાત્રે 2 વાગ્યા સુધી દોડશે.ગૃહરાજ્ય વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે, પોલીસ આજથી ગરબા બંધ કરાવવા જશે નહીં. કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે. 

Change in Ahmedabad Metrona timings due to Navratri, now it will run till 2 am in the night.

 

રેડિએશન જેકેટ સાથે પોલીસકર્મીઓ સજ્જ રહેશે તેમજ 150 બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીને વાહન ચલાવનારાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ ચેકિંગ માટે 113 પોઇન્ટ નક્કી કરાયા છે. શહેરના 113 પોઇન્ટ પર 600 પોલીસકર્મીઓ તૈનાથ રહેશે. જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે ત્યાં ટ્રાફિક વાળા પોઈન્ટ પર વધારે 600 પોલીસ જવાન તૈનાત કરાયા છે. નવરાત્રીને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. 24 ઓક્ટોબર સુધી ટ્રાફિક વ્યવસ્થાને લઇને શહેરમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બેફામ બાઇક ચલાવતા બાઇકર્સ પર પણ ખાસ તવાઈ બોલવામાં આવશે. અમદાવાદ શહેરમાં 2100 ટ્રાફિક પોલીસ, TRB, હોમગાર્ડ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરશે.

Ahmedabad traffic police in action on Navratri, 2100 jawans deployed

વડોદરાનાં લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા આ વર્ષે હેરીટેજ ગરબા-2023 આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા "નારી તું નારાયણી દેવી"  થીમ પર ગરબાનું આયોજન કર્યું છે. ત્યારે કેટલાક ખેલૈયાઓ દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસનાં ગરબાનાં નકલી પાસ બનાવતા આયોજકો ચોંકી ઉઠ્યા હતા. વડોદરામાં 1500 જેટલા ખેલૈયાઓ પાસેથી લક્ષ્મી વિલાસ પેલેજનાં નકલી પાસ ઝડપાવા પામ્યા હતા. એન્ટ્રી પાસની કલર ઝેરોક્ષ સાથે પ્રવેશ કરતા આશરે 1500 થી વધુ ખેલૈયાઓને સિક્યુરીટી ગાર્ડે ઝડપી પાડ્યા હતા. 

The players played! 1500 people entered the Garba of Lakshmi Vilas Palace by photocopying their passes.


દિવાળીના તહેવાર પહેલા લારી-ગલ્લાવાળા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.  દિવાળીના તહેવાર દરમિયાન લારી-ગલ્લા ધારકોને હેરાન ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. લારી-ગલ્લાવાળા વેપારીઓને પરેશાન ન કરવા ગૃહ વિભાગે પણ મહત્વનો આદેશ આપ્યો છે. દિવાળીના તહેવાર પર નાના વેપારીઓ શાંતિથી વેપાર કરી શકે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ નાના વેપારીઓને કે, લારી અને ગલ્લાવાળાને હેરાન ન કરવા માટે રાજ્યના તમામ કમિશનર અને SPને સૂચના આપવામાં આવી છે.

Necessary instructions given to all commissioners and SPs to allow small traders to trade peacefully on Diwali festival

તેજસ ફિલ્મની રીલીઝ પહેલા અભિનેત્રી કંગના રણૌત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લીધી છે. આ મુલાકાત દરમિયાન કંગના સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાની ઝલકથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. SOU નોંધપોથીમાં કંગના રણૌતે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.  કંગના જણાવ્યું કે, લોખંડી સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે.અભિનેત્રી કંગના રણૌત કહ્યું કે, મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સલામ કરવાનો મને મોકો મળ્યો છે. અત્રે જણાવીએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણીની અંગે તેમણે પ્રશંસા કરી છે. તેમજ સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે SOUના CEO ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવટિયાએ કંગનાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતિકૃતિ અને પુસ્તિકા આપીને તેમનું સ્વાગત કર્યું હતું.

દિવાળીના તહેવારો નજીકમાં છે. ત્યારે ફટાકડાં બનાવતી કંપનીઓ પણ બે પાળીમાં ધમધોકાર કામ કરીને ફટાકડાં બનાવી રહી છે તેમાં ફટાકડાં કંપનીના બ્લાસ્ટ અને મોતની એક મોટી ઘટના સામે આવી છે. તમિલનાડુના વિરૃધનગરની ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11થી વધુ લોકોના મોત થયાં છે જ્યારે ઘણા દાઝ્યાં છે. મૃતકોમા 9 જેટલી તો મહિલાઓ હતી જેઓ ફટાકડાં બનાવી રહી હતી. મૃતકોમાં 9 મહિલાઓ પણ છે અને તથા 2 વર્કર છે, આ તમામની બળી ગયેલી લાશો બહાર કાઢવામાં આવી છે. જ્યારે દાઝેલાની સારવાર ચાલી રહી છે.

9 Women Among 11 Dead In Explosions At 2 Firecracker Units In Tamil Nadu

ચંદ્રના સાઉથ પોલ પર પહેલી વાર અવકાશયાન ઉતારીને તથા સૂર્ય માટેના આદિત્ય મિશનને લોન્ચ કર્યાં બાદ ભારતને સ્પેશમાં વધારે પગપેસારો કરવાનો નિર્ણય કર્યો છે અને હવે ભારત સ્પેસની દિશામાં એક મોટું કામ કરવા જઈ રહ્યું છે. સરકારે મંગળવારે એવું જણાવ્યું કે ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રી મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ વિભાગને સૂચનાઓ જારી કરી હતી જેમાં 2035 સુધીમાં સ્પેસ સ્ટેશનની યોજના શામેલ છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વડા પ્રધાને નિર્દેશ આપ્યો હતો કે ભારતે હવે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો માટે લક્ષ્ય રાખવું જોઈએ, જેમાં 2035 સુધીમાં 'ભારતીય અંતરીક્ષા સ્ટેશન' (ભારતીય અવકાશ મથક) ની સ્થાપના અને 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને શુક્ર અને મંગળના મિશન પર કામ કરવાની પણ અપીલ કરી છે.

India Aims To Send First Astronaut To Moon By 2040

CJI DY ચંદ્રચુડે પહેલા પોતાનો ચુકાદો આપતા ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, CJIએ ગે કપલને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો છે.આ સાથે જ CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

Supreme Court on same-sex marriage, said court cannot make law, government should give legal status

ભારતમાં વર્લ્ડ કપ રમી રહેલી બાબર આઝમની આગેવાની ટીમ પાકિસ્તાન મુસીબતમાં ઘેરાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા સ્ટાર ક્રિકેટરો વાયરલ ફીવરનો શિકાર બન્યા છે અને હાલ આરામ પર કરે છે. ટીમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચારથી પાંચ ખેલાડીઓ છાતીમાં ગંભીર ઈન્ફેક્શનથી પીડિત છે, જેના કારણે ખૂબ જ તાવ અને વાયરલ ઈન્ફેક્શન થયું છે. 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને ભારત સામે 7 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી પાકિસ્તાન ટીમના ક્રિકેટરો સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાને તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે 20 ઓક્ટોબરે બેંગલુરુમાં રમવાની છે. આ મોટી મેચ પહેલા પાકિસ્તાન માટે આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ