બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નકલી નોટો પર અનુપમ ખેરનો જ ફોટો કેમ મૂક્યો? આરોપીઓએ કર્યો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ / નકલી નોટો પર અનુપમ ખેરનો જ ફોટો કેમ મૂક્યો? આરોપીઓએ કર્યો મોટો ઘટસ્ફોટ

Last Updated: 06:28 PM, 17 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અનુપમ ખેરના ફોટાવાળી નકલી નોટો આપીને સોનું ખરીદવાના મામલે આરોપીઓએ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યાં છે.

શહેરના બુલિયન વેપારીને અનુપમ ખેરના ચહેરાવાળી નકલી નોટો આપીને 2.1 કિલો સોનું ખરીદવામાં આવ્યું હતું. આ કૌભાંડની કડીઓ ખુલવા લાગી છે. બુધવારે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

કોણ છે આરોપીઓ

ત્રણેયની ઓળખ 32 વર્ષીય દીપક રાજપૂત, તેના સાથી નરેન્દ્ર જાધવ અને કલ્પેશ મહેતા તરીકે થઈ છે. અન્ય ચાર આરોપીઓ - મુંબઈના ભૂપેશ સુરતી, જયપુરના વિજેન્દ્ર ભટ્ટર, બાંસવાડાના અરવિંદ ડામોર અને ડામોરના મિત્ર પ્રભુ કુમાર હજુ પણ ફરાર છે.

પોલીસે આરોપીઓ પાસેથી શું ઝડપ્યું?

પોલીસે રૂ. 1.37 કરોડની કિંમતની 18 સોનાની લગડીઓ, ખેરના ફોટાવાળી 300 રમકડાની નોટો અને રૂ. 21,000ની કિંમતના ત્રણ ફોન કબજે કર્યા હતા અને તેમને નવરંગપુરા પોલીસને સોંપ્યા હતા જેમની સામે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

શીખનો વેશ ધારણ કરીને સોનીની દુકાનમાં આવ્યો

મુખ્ય આરોપ દીપક રાજપૂત અમદાવાદના સીજી રોડ પર આવેલી મેહુલ ઠક્કરનીની સોનીની દુકાનમાં શીખનો વેશ ધારણ કરીને આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, જાધવે તેને મોટરસાઈકલ પર ગુનાના સ્થળેથી ભાગી છૂટવામાં મદદ કરી હતી જ્યારે મહેતાએ ચલણી નોટની ડિઝાઈન બનાવી હતી.

અનુપમ ખેરના ફોટાવાળી નકલી નોટ શા માટે બનાવી?

અનુપમ ખેર અદ્દલોઅદલ મહાત્મા ગાંધી જેવા લાગતા હોવાથી આરોપીઓએ 500 રુપિયાની ચલણી નોટો પર અનુપમ ખેરનો ફોટો છાપ્યો હતો અને ફોટો છાપવાવાળાને કોઈ શંકા ન પડે એટલા માટે એવું બહાનું કાઢ્યું કે ફિલ્મ પ્રોજેક્ટ માટે અનુપમના ફોટાવાળી નોટો જોઈએ છે. બેન્કવાળા જેવી રીતે ચલણી નોટોને બંડલ વાળે છે બરાબર તેવી રીતે આરોપીઓએ નકલી નોટોના બંડલ વાળ્યાં હતા અને સોનીને પધરાવ્યાં હતા.

વધુ વાંચો : અરે નોટ પરથી બાપુ ક્યાં ગયા? અમદાવાદમાં ગઠીયાઓએ એવો ખેલ ખેલ્યો કે અનુપમ ખેરે કહ્યું 'કુછ ભી હો સકતા હૈ'

ઐસા ભી હોતા હૈ, અનુપમ ખેરે ટ્વિટ કર્યું

પોતાના ફોટાવાળી નકલી નોટોનું કૌભાંડ સામે આવતાં એક્ટર અનુપમ ખેરને પણ નવાઈ લાગી અને સોશિયલ મીડિયાના મિમ્સ તેમના સુધી પહોંચી ગયાં જે પછી તેમણે ટ્વિટ કર્યું કે “લો, કર લો બાત! પાંચ સૌ કે નોટ પર ગાંધી જી કી ફોટો કી જગહ મેરી ફોટો??? કુછ ભી હો સકતા હૈ! (સારું, તમે તે જોશો! ગાંધીજીના બદલે પાંચસો રૂપિયાની નોટ પર મારો ફોટો? કંઈ પણ શક્ય છે!)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad fake currency scam Ahmedabad fake currency scam news Ahmedabad Anupam Kher fake currency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ