બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / after winning th local body polls of gujarat, see what reaction pm and hm has been given

વધામણી / સ્થાનિક સ્વરાજમાં ભાજપની પ્રચંડ જીત પર PM મોદી અને અમિત શાહની આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Nirav

Last Updated: 06:21 PM, 2 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે બીજા તબક્કાના મતદાન પરિણામો જાહેર થયા હતા, મહાનગરપાલિકાના પરિણામોની જેમ જ આ વખતે ગામડાઓમાં પણ ભાજપનો કેસરીયો પવન ફૂંકાયો છે અને ભગવો લહેરાયો છે.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 
  • કોંગ્રેસે શહેરો તો ગુમાવ્યા પણ આ વખતે ગામડાઓ પણ ન સાચવી શકી 
  • પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીએ જનતાનો આભાર માન્યો 

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાપાલિકાઓ પછી આજે નગર પાલિકા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મોટી સંખ્યામાં ભાજપ તરફી પરિણામો આવ્યા છે, જેને લઈને ભાજપના નેતાઓ દ્વારા ખુશી જાહેર કરવામાં આવી રહી છે અને ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવી રહ્યો છે, આ જ શ્રેણીમાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ પણ જોડાઈ ગયું છે, સાથે જ વડાપ્રધાન મોદીએ પણ આ મામલે ટ્વિટ કરીને વધામણી આપી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતીમાં ટ્વિટ કરીને આજની ચૂંટણીના પરિણામોને વધાવ્યા હતા, અને કહ્યું હતું કે આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodiજીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો  દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.

વધુ એક ટ્વિટમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને  વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી @vijayrupanibjp જી, @Nitinbhai_Patel જી, @CRPaatilજી અને કાર્યકર્તાઓને અભિનંદન.

પીએમ મોદીએ પણ કર્યું ટ્વિટ 

આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરીને ગુજરાતની જનતાના આ ભાજપ તરફી જનાદેશને વધાવ્યો છે, તેમણે કહ્યું કે શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ  વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે.  ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું. 

ભાજપનું ગઢ છે ગુજરાત 

સીએમ રૂપાણીએ જનતાનો આભાર માનતા કહ્યું કે ગુજરાતની જનતાએ જુસ્સાથી કોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યો છે. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે અને આ ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. સીએમ રૂપાણીએ આ જીતનો શ્રેય પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને આપતા કહ્યું કે દિલ્હીમાં તો મોસાળે મા પીરસે તેમ તે પીએમ મોદી ગુજરાતને મદદ કરે છે. સાથે સાથે તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન પાઠવ્યું અને કહ્યું કે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે ત્યારે આ પરિણામ આવ્યું છે. 

2022નો પાયો નંખાયો 

સીએમ રૂપાણીએ કહ્યું કે ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી, આ પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ બદલ અભિનંદન પાઠવું છું. 2017માં અમે જીત્યા, 2019માં પણ જીત્યા અને 2021માં પણ જીત્યા છે અને 2022માં પણ ફરીવાર ભાજપની સરકાર માટે પાયો નંખાયો છે. કોંગ્રેસ પર નિશાન સાધતાં સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ સત્તા જ નહીં વિપક્ષને પણ લાયક નથી પ્રજાએ શોધી-શોધીને કોંગ્રેસને હરાવી છે. 

ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે. ભાજપનું બુલ્ડોજર જાણે પંજા પર ફરી વળ્યું હોય તેમ બપોરે 2 વાગ્યા સુધીના પરિણામ મુજબ 31 જિલ્લા પંચાયતોમાં ભાજપ બહુમતિ તરફ છે. જ્યારે 81માંથી 60 કરતા વધુ નગરપાલિકામાં ભાજપ આગળ છે જ્યારે 231માંથી 200થી વધુ તાલુકા પંચાયતોમાં ભાજપ આગળ દેખાઈ રહી છે. 

ભાજપની વિજયકૂચ 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઑના ગઢમાં ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે. મ્યુનિસપિલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે આજે તાલુકા-જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચ થઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Local Body Elections 2021 PM modi amit shah vijay rupani અમિત શાહ ભાજપ Congratulations
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ